________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૪૩ [ ] સર્વજ્ઞભગવાન પરિપૂર્ણજ્ઞાનરૂપે પરિણમી ગયા છે. તેઓ પોતાને પૂર્ણપણે-પોતાના
સર્વગુણોના ભૂત-વર્તમાન–ભાવી પર્યાયોના અવિભાગ પ્રતિચ્છેદો સહિત –પ્રત્યક્ષ જાણે છે. સાથે સાથે તેઓ સ્વક્ષેત્રમાં રહીને, પર સમીપ ગયા વિના, પરસમ્મુખ થયા વિના, નિરાળા રહીને લોકાલોકના સર્વ પદાર્થોને અતીન્દ્રિયપણે પ્રત્યક્ષ જાણે છે. પરને જાણવા માટે તેઓ પરસમ્મુખ થતા નથી. પરસમ્મુખ થવાથી તો જ્ઞાન દબાઈ જાય છે -રોકાઈ જાય છે, ખીલતું નથી. પૂર્ણરૂપે પરિણમી ગયેલું જ્ઞાન કોઈને જાણ્યા વિના રહેતું નથી. તે જ્ઞાન સ્વચૈતન્યક્ષેત્રમાં રહ્યાં રહ્યાં, ત્રણે કાળનાં તેમ જ લોકાલોકનાં બધાં સ્વ-પર શેયો જાણે કે જ્ઞાનમાં કોતરાઈ ગયાં હોય તેમ, સમસ્ત સ્વ-પરને એક સમયમાં સહજપણે પ્રત્યક્ષ જાણે છે; જે વીતી ગયું છે તે બધાને પણ પૂરું જાણે છે, જે હવે પછી થવાનું છે તે બધાને પણ પૂરું જાણે છે. જ્ઞાનશક્તિ અદ્ભુત છે.
(બોલ નં-૪૧૩) દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ
પૂ. શ્રી નિહાલચંદ્ર સોગાનીજી [ 8 ] દર્પણમાં જે પર્યાય દેખાય છે, તે તો ઉપર ઉપર છે, અંદરમાં જે દળ પડયું છે તે તો
જેવું ને તેવું છે. તે પર્યાયરૂપ થતું જ નથી. એ રીતે ત્રિકાળી સ્વભાવનું દળ તો જેવું
ને તેવું જ છે, પર્યાયમાં આવતું નથી. (બોલ નં - ૭૮, પેઈજ નં. ૨૧) [ ] એક સમયની જ્ઞાન પર્યાય સ્વતંત્ર છે. (તેમાં) પૂર્વ પર્યાય પણ કારણ નથી, તેમાં
ત્રણકાળના પદાર્થો જાણવાની તાકાત છે એમ સાંભળીને મને તો એવી ચોંટ લાગી કે ત્યારથી મારું વાંચન ઓછું થઈ ગયું. ચાલોને, પર્યાયનો સ્વભાવ જ જાણવાનો છે તો સહેજે જણાઈ જશે. (જાણવા માટે) આકુળતા શા માટે કરવી? અહીં ( અંતરમાં) સુખ પીઓને! ન્યાયાદિ નક્કી કરવામાં આકુળતા થાય છે, આપણે તો સુખ જોઈએ.
(બોલ - ૧૩૭, પેઈજ નં.- ૩૮) [ ] હું અધિક છું” તે જ સ્વયંનો માહાભ્યભાવ છે. હું કોઈપણ ભાવમાં વિકલ્પમાં ખસતો
જ નથી- તણાતો જ નથી. એવો ને એવો અને જ્યાં નો ત્યાં હર સમય રહું છું. વિકલ્પની સાથે-પરિણામની સાથે ખસતો જ નથી. શું દર્પણનું દળ ક્ષણિક આકારથી ખસી જાય છે? તેવું ને તેવું જ રહે છે. તેમ હું પણ તેવો ને તેવો જ સદા રહું છું.
(બોલ નં - ૧૯૯, પેઈજ નં.- ૫૪, ૫૫) [ પ ] આખા ત્રણ લોકના સર્વ પદાર્થો જ્ઞાનમાં આવી જાય, તો પણ જ્ઞાન બધાને પી જાય છે, અને કહે છે કે હવે કાંઈ બાકી હો તો આવી જાઓ!
(બોલ નં.-૫૭૭, પેઈજ નં.- ૧૪૩) [ 0 ] ( રાગને) જ્ઞાનનું શેય, જ્ઞાનનું શેય કહે છે અને લક્ષ રાગ તરફ છે તો તે સાચું જ્ઞાનનું
શેય છે જ નહિ. જ્ઞાનનું શેય તો અંદરમાં સહજરૂપ થઈ જાય છે. લક્ષ બહાર પડ્યું છે