________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૪૧ યોગ વિના જ્ઞાની કે વીતરાગ અને અન્ય સંસારી જીવોનું એક આકારપણું ભાસે છે, દેહાદિ ચેષ્ટાથી ઘણું કરીને ભેદ ભાસતો નથી.
(પેઈજ નં.- ૨૪૦) [ 0 ] ..... હે મુમુક્ષુ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું
ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવૃત્ત થા, અને એક નિજ સ્વરૂપને વિશે દૃષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ શેયપણે તારે વિષે દેખાશે. તત્ત્વ સ્વરૂપ એવાં સત્ શાસ્ત્રોમાં કહેલાં માર્ગનું પણ આ તત્ત્વ છે, એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવું દુલર્ભ છે, એ માર્ગ જુદો છે, અને તેનું સ્વરૂપ પણ જુદું છે. જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી, માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમકે અપૂર્વ ભાવનો યોગ ઠેક –ઠેકાણે પ્રાપ્ત થવો યોગ્ય નથી.
(પેઈજ નં.-૪૪૮), સ્વાનુભૂતિ દર્શન
પૂ. બહેનશ્રી ચંપાબેન પ્રશ્ન:- જ્ઞાનની પરિણતિમાં કેવળ જ્ઞાયકભાવનું અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે? સમાધાન- હા, શાયકનું અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે. હું કેમ જાણું છે? કેવી રીતે જાણું છું? તે
કાંઈ દૃષ્ટિનો વિષય નથી. હું કેવી રીતે જાણું છું તેમાં પર તરફની વાત આવી, તે દૃષ્ટિનો વિષય નથી. દૃષ્ટિનો વિષય તો સ્વયં જ્ઞાયક છે. મારી જ્ઞાન-પરિણતિ બીજાને કે પોતાને કેવી રીતે જાણે છે તે જ્ઞાન કરવાની વાત છે. દષ્ટિના વિષયમાં હું બહારથી જાણું એવું આવતું નથી. દૃષ્ટિના વિષયમાં કોઈ ભેદ નથી. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવું તે દૃષ્ટિનો વિષય છે. ગુણભેદ કે સ્વ-પર પ્રકાશકનો ભેદ દેષ્ટિના વિષયમાં આવતો નથી.
દિવો કે અરીસો, કોઈ બહાર જતા નથી. અરીસો અંદર રહે અને દીવો બહાર જાય તેવું નથી. દીવાનો પ્રકાશ બહાર પડે એટલે દીવો બહાર ગયો તેવું લાગે છે પણ બહાર જતો નથી. પોતાને શેયનો આધાર નથી. તો બહાર કયાં લેવા જવું છે? સ્વયં જાણનારને બીજું કોણ જણાવે? અને અંદરમાં પ્રતિબિંબ કયાંથી આવી પડે? સ્વયં જાણનારો છે. પ્રતિબિંબ શેય તરફની અપેક્ષાથી કહેવાય છે. શેય વચ્ચે આવી જાય છે, પણ શેયનું આલંબન તેને લેવું પડે તેમ નથી. સ્વયં પોતે જ્ઞાનાકાર છે અને જોયાકારરૂપે
પરિણમે એવું સ્વરૂપ છે. પ્રશ્ન- શેયો સાથે સંબંધ નથી એમ કહે છે અને પાછો સંબંધ વિચારે છે? સમાધાનઃ- શેય સાથે સંબંધ નહીં હોવા છતાં પોતે સ્વ-પર પ્રકાશક છે, એવો તેનો સ્વભાવ
છે. શાસ્ત્રમાં આવે છે કે મેરૂપર્વત, દેવલોક આદિ દૂર ક્ષેત્રે રહેલા પદાર્થ જ્ઞાનમાં જણાય ત્યાં કયાં પ્રતિબિંબો હોય છે અને પોતે કયાં તે ક્ષેત્રે જાય છે? પોતે સ્વયં જ્ઞાનસ્વરૂપ આત્મા જ્ઞાનરૂપે પરિણમે છે. દૂર કે નજીક રહેલા પદાર્થને પોતાના નિર્મળ જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ છે પણ તે નજીક રહેલા હોય ત્યારે એમ લાગે છે કે મારામાં આનાં પ્રતિબિંબો પડે છે. ભ્રાંતિના કારણે એવું લાગે છે તે તેની ભૂલ છે. તે ક્ષયોપશમ જ્ઞાનની