________________
૧૪૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પરિણતિ છે, તે એકત્વ છે એટલે એમ લાગે કે આ બધું જાણે મારામાં આવે છે અને હું બહાર જાઉં છું.
(પેઈજ નં-૨૦૮ થી ૨૧૦) પૂ. બહેનશ્રીનાં વચનામૃત
પ્રશમમૂર્તિ પૂ. ચંપાબહેન [ રે ] શુદ્ધસ્વરૂપ આત્મામાં જાણે વિકાર અંદર પેસી (પ્રવેશી) કેમ ગયા હોય તેવું દેખાય છે,
પણ ભેદજ્ઞાન પ્રગટ કરતાં તેઓ જ્ઞાનરૂપી ચૈતન્ય-અરીસામાં પ્રતિબિંબરૂપ છે. જ્ઞાનવૈરાગ્યની અચિંત્ય શક્તિથી પુરુષાર્થની ધારા પ્રગટ કર. યથાર્થ દૃષ્ટિ (દ્રવ્ય ઉપર દૃષ્ટિ) કરી ઉપર આવી જા. ચૈતન્યદ્રવ્ય નિર્મળ છે. અનેક જાતનાં કર્મનાં ઉદય, સત્તા,
અનુભાગ તથા કર્મનિમિત્તક વિકલ્પ વગેરે તારાથી અત્યંત જુદાં છે. (બોલ નં-૭૯) [] જેમ સ્વભાવે નિર્મળ એવા સ્ફટિકમાં લાલ-કાળા ફૂલના સંયોગે રંગ દેખાય તોપણ
ખરેખર સ્ફટિક રંગાઈ ગયો નથી, તેમ સ્વભાવે નિર્મળ એવા આત્મામાં ક્રોધ-માન આદિ દેખાય તોપણ ખરેખર આત્મદ્રવ્ય તેનાથી ભિન્ન છે. વસ્તુસ્વભાવમાં મલિનતા નથી. પરમાણુ પલટીને વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વિનાનો ન થાય તેમ વસ્તુસ્વભાવ બદલાતો નથી. આ તો પરથી એકત્વ તોડવાની વાત છે. અંદર વાસ્તવિક પ્રવેશ કરે તો છૂટું પડે.
(બોલ નં-૮૧) [૯ ] “હું તો અરીસાની જેમ અત્યંત સ્વચ્છ છું વિકલ્પની જાળથી આત્મા મલિન ન થાય;
હું તો વિકલ્પથી જુદો, નિર્વિકલ્પ આનંદઘન છું એવો ને એવો પવિત્ર છું.” –એમ પોતાના સ્વભાવની જાતિને ઓળખ. વિકલ્પથી મલિન થઈ–મલિનતા માની ભ્રમણામાં છેતરાઈ ગયો છો; અરીસાની જેમ જાતિએ તો સ્વચ્છ જ છો. નિર્મળતાના ભંડારને ઓળખ તો એક પછી એક નિર્મળતાની પર્યાયનો સમૂહ પ્રગટશે. અંદર જ્ઞાન ને આનંદ આદિની નિર્મળતા જ ભરેલી છે.
(બોલ નં-૮૨) [ ] અરીસામાં જેમ પ્રતિબિંબ પડે તે વખતે જ તેની નિર્મળતા હોય છે, તેમ વિભાવપરિણામ
વખતે જ તારામાં નિર્મળતા ભરેલી છે. તારી દૃષ્ટિ ચૈતન્યની નિર્મળતાને ન જોતાં
વિભાવમાં તન્મય થઈ જાય છે, તે તન્મયતા છોડ. (બોલ નં.૮૬) [ રે ] દ્રવ્ય સદા નિર્લેપ છે. પોતે જાણનાર જુદો જ, તરતો ને તરતો છે. જેમ સ્ફટિકમાં
પ્રતિબિંબો દેખાવા છતાં સ્ફટિક નિર્મળ છે, તેમ જીવમાં વિભાવો જણાવા છતાં જીવ નિર્મળ છે નિર્લેપ છે. જ્ઞાયકપણે પરિણમતાં પર્યાયમાં નિર્લેપતા થાય છે. આ બધા જ કષાયો-વિભાવો જણાય છે તે શેયો છે, હું તો જ્ઞાયક છું” એમ ઓળખે-પરિણમન કરે તો પ્રગટ નિર્લેપતા થાય છે.
(બોલ નં-૧૬૨) [ 0 ] પોતાનો અગાધ ગંભીર જ્ઞાયકસ્વભાવ પૂર્ણ રીતે જોતાં આખો લોકાલોક ભૂત-ભવિષ્યની
પર્યાય સહિત સમયમાત્રમાં જણાઈ જાય છે. વધારે જાણવાની આકાંક્ષાથી બસ થાઓ, સ્વરૂપનિશ્ચળ જ રહેવું યોગ્ય છે.
(બોલ નં-૨૨૬)