________________
૧૪૦
શ્રીમદ્ રાજચંદુજી
[ ] વિષયાર્તપણાથી મૂઢતાને પામેલી વિચાર શક્તિવાળા જીવને આત્માનું નિત્યપણું ભાસતું નથી, એમ ઘણું કરીને દેખાય છે, તેમ થાય છે તે યથાર્થ છે. કેમકે અનિત્ય એવા વિષયને વિષે આત્મબુદ્ધિ હોવાથી પોતાનું અનિત્યપણું ભાસે છે. (પેઈજ નં. - ૬૦)
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
[ ] .... ચક્ષુઇન્દ્રિય સિવાય બીજી ઇન્દ્રિયોથી જે જાણી શકાય તેનો જાણવામાં સમાવેશ થાય છે. ચક્ષુઇન્દ્રિયથી જે દેખાય છે તે પણ જાણવું છે. જ્યાં સુધી સંપૂર્ણ જાણવા દેખવામાં ન આવે ત્યાં સુધી જાણપણું અધુરું ગણાય; કેવળજ્ઞાન ન ગણાય. ત્રિકાળ અવબોધ ત્યાં સંપૂર્ણ જાણવાનું થાય છે. ભાસન શબ્દમાં જાણવા અને દેખવાનો બન્નેનો સમાવેશ થાય છે. (પેઈજ નં. - ૧૯૨ )
[ ] ..... કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દે છે, અને જીવ ઇન્દ્રિયાદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે, પણ જ્ઞાનદશા આવ્યા વિના જીવ અને કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે, તે જીવને ભાસ્યામાં આવતું નથી; તથાપિ ક્ષીર –ની૨વત્ જુદાપણું છે. જ્ઞાન સંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. (પેઈજ નં. - ૧૯૨)
[]
[ 0 ]
જેમ દીવો જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં પ્રકાશપણે હોય છે, તેમ જ્ઞાન જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં પ્રકાશપણે હોય છે. દીવાનો સહજ સ્વભાવ જ જેમ પદાર્થ પ્રકાશક છે, તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પણ પદાર્થ પ્રકાશક છે. દીવો દ્રવ્ય પ્રકાશક છે, અને જ્ઞાન દ્રવ્ય ભાવ બન્નેનો પ્રકાશક છે. દીવાના પ્રકાશવાથી તેના પ્રકાશની સીમામાં જે કોઈ પદાર્થ હોય છે. તે સહેજે દેખાઈ રહે છે; તેમ જ્ઞાનના વિધમાનપણાથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે. (પેઈજ નં. - ૨૧૫)
સ્પષ્ટ પ્રકાશપણું અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની ક્રાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પોત પોતાને જણાવા યોગ્ય નથી, જે પદાર્થોના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય તે જીવનું, તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે. (પેઈજ નં. - ૨૦૬)
[6] .... જગતના કોઈ પણ પદાર્થનું ભેદરૂપ ૨સ, ગંધ રહિત નિરાકાર પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ જણાવું, નિર્વિકલ્પપણે કાંઈ છે એમ આરસીના ઝળકારાની પેઠે સામા પદાર્થનો ભાસ થવો એ ‘દર્શન’ વિકલ્પ થાય ત્યાં ‘જ્ઞાન' થાય.
(પેઈજ નં. -૨૧૩)
.....
. તેમ જગત દૃષ્ટિ જીવોને જ્ઞાની કે વીતરાગની ઓળખાણ માટે વિશેષ શુભ સંસ્કા૨ અને સત્ સમાગમની અપેક્ષા યોગ્ય છે. જો તે યોગ પ્રાપ્ત ન હોય તો જેમ અંધકારમાં પડેલા પદાર્થ અને અંધકાર બેય એકાકાર ભાસે છે, ભેદ ભાસતો નથી, તેમ તથારૂપ