________________
૧૩૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ સંસારનાં શુભાશુભ ક્રિયા-કર્મની પ્રતિછાયાનો ભાસ થાય છે પણ એ વડે તે સ્વચ્છ સમ્યગ્નાનમય દર્પણ રાગદ્વેષથી તન્મય થતું નથી. (પેઈજ-૮૭)
[ ] જેમ સ્વચ્છ દર્પણમાં કાળાવસથી પ્રતિછાયા કાળી તન્મયવત્ જેવી દેખાય છે તે પેલા દર્પણની નથી પણ કાળાવસ્રની છે, અને કાળાવસ્ત્રથી તન્મયી છે, તે જ પ્રમાણે સ્વચ્છ સમ્યજ્ઞાનમય સ્વભાવદર્પણમાં આ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મમય સંસારની પ્રતિછાયા કર્મકલંકમય તન્મયી જેવી દેખાય છે તે સ્વચ્છ સમ્યજ્ઞાનમય દર્પણની નથી પણ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મમય સંસાર છે તેની છે અને તે તેનાથી તન્મયી છે.
જેમ સ્વચ્છ દર્પણમાં અગ્નિની પ્રતિછાયા તન્મયીવત્–સરખી દેખાય છે તો પણ તેનાથી તે દર્પણ ઉષ્ણ ( ગ૨મ ) થતું નથી તથા એ જ સ્વચ્છ દર્પણમાં જળની પ્રતિછાયા તન્મયવત્ દેખાય છે તો પણ તે દર્પણ શીતલ થતું નથી, એ જ પ્રમાણે સ્વચ્છ સમ્યજ્ઞાનમયદર્પણમાં રાગમય કામ–કુશીલાદિકની છાયા ભાવભાસ થવાં છતાં પણ તે (સ્વચ્છ સમ્યગ્નાનમય દર્પણ ) રાગમય થતું નથી તથા શીલવ્રતાદિક વૈરાગ્યમમતાની છાયા ભાવભાસ થવાં છતાં પણ તે વૈરાગ્યમય થતું નથી, એ પ્રમાણે સ્વચ્છ સમ્યજ્ઞાનમય સ્વભાવથી એ રાગ-દ્વેષ તન્મયરૂપ નથી.
જેમ જળમાં ચંદ્રનું પ્રતિબિંબ છે તે હાથથી પકડવામાં આવતું નથી તે જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનમય સિદ્ધ૫૨મેષ્ઠી દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્માદિક બંધમાં આવતા નથી. (પેઈજ-૧૦૮-૧૦૯ )
[ ] જેમ દર્પણમાં કાળો, પીળો, લાલ, અને લીલો આદિ અનેક રંગબેરંગી વિકાર દેખાય છે તે દર્પણથી તન્મયી નથી. એ જ પ્રમાણે સ્વચ્છ સ્વસમ્યજ્ઞાનમય દર્પણમાં આ રાગ દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, અને કામ કુશીલાદિકના વિકાર તન્મય જેવા દેખાય છે તે સ્વચ્છ સ્વસમ્યજ્ઞાનમય ૫૨માત્માના નથી. (પેઈજ-૧૨૫ )
[ ] જેમ કોઈ દર્પણને સદાકાલ પોતાના હાથમાં રાખીને, દર્પણના પૃષ્ટભાગને (પાછલા ભાગને ) વારંવાર દેખે છે, પણ એનાથી પોતાનું મુખ દેખાતું નથી; પરંતુ એ દર્પણના પૃષ્ટભાગને પલટી સ્વચ્છદર્પણમાં પોતાનું મુખ જુએ ( તો તુરત જ ) સ્વમુખ દેખે; એ જ પ્રમાણે મિથ્યાર્દષ્ટિ, આ સંસાર તન-મન-ધન-વચનની તરફ અને તન-મન-ધનવચનાદિનાં જેટલાં શુભાશુભ વ્યવહા૨ ક્રિયાકર્મ તથા તેનાં શુભાશુભ ફલ ત૨ફ જુએ છે પણ એ રસ્તે સ્વસમ્યજ્ઞાન નથી દેખાતું, –નથી સ્વાનુભવમાં આવતું, પરંતુ આ સંસાર તન-મન-ધન-વચનાદિની તરફ દેખવાનું છોડીને સ્વસમ્યજ્ઞાન તરફ નિશ્ચયથી દેખે તો સ્વસમ્યજ્ઞાન જ દેખાય અને સ્વસમ્યજ્ઞાનાનુભવની અચલતા-૫૨માવગાઢતા (પેઈજ-૧૬૧-૧૬૨ )
થાય.
[ ] આકાશમાં સૂર્ય છે તેનું પ્રતિબિંબ ઘી-તેલની તસ ( ગ૨મ ) કઢાઈમાં પડે છે તો પણ તે સૂર્યના પ્રતિબિંબનો નાશ થતો નથી.
કાચના મહેલમાં શ્વાન પોતાના જ પ્રતિબિંબને દેખીને ભસી ભસીને મરે છે.