________________
૧૩૭
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
સમ્યજ્ઞાન દીપિકા
ક્ષુલ્લક બ્ર. ધર્મદાસજી વિરચિત [ s ] જેમ સૂર્યનો પ્રકાશ, પૃથ્વી, જળ, અગ્નિ આદિ કર્તા, કર્મ, ક્રિયા તથા શુભ, અશુભ
વસ્તુના ઉપર છે તે જ પ્રમાણે ચિત્રહસ્તાંગુલી આદિ ઉપર સ્વસ્વરૂપ
સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવસૂર્યનો જ્ઞાનગુણ પ્રકાશ છે, પરંતુ ચિત્રહસ્તાંગુલીથી તથા ચિત્રહસ્તાંગુલીનો ભાવ ક્રિયા કર્મ આદિ [ જેટલો કોઈ શુભાશુભ વ્યવહાર છે તેનાથી જ્ઞાનગુણ ન તન્મયી છે, ન તન્મયી થવાનો છે, કે ન તન્મયી થયો હતો, વળી જ્ઞાનગુણ તથા જે ગુણીનો જ્ઞાન ગુણ છે તે પણ ચિત્રહસ્તાંગુલીની સાથે તથા ચિત્રહસ્તાંગુલીના ભાવ ક્રિયા કર્મ આદિ જેટલા કોઈ શુભાશુભ વ્યવહાર છે તેનાથી ન તન્મયી થયા છે, ન થશે તથા ન છે. ]
વિશેષ અન્ય સમજવા યોગ્ય છે તે સાંભળો! જેમ એક મોટો પહોળો લાંબો સ્વચ્છ સ્વભાવમય દર્પણ છે તેની સામે અનેક પ્રકારના કાળા, પીળા, લાલ, લીલા, સફેદાદિ રંગના વાંકાટેડા, લાંબા, પહોળા, ગોળ, તિરછા આદિ આકાર છે તેની પ્રતિછાયા-પ્રતિબિંબ તે સ્વચ્છ દર્પણમાં તન્મયવત્ દેખાય છે તે જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વચ્છ સ્વભાવ દર્પણમાં આ મનુષ્ય દેવ તિર્યંચ નારકીના, સ્ત્રી-પુરુષ-નપુંસકના, તન-મન-ધન-વચનના તથા લોકાલોક આદિના શુભાશુભ જેટલા વ્યવહાર છે તેની પ્રતિછાયા-પ્રતિબિંબ તે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વચ્છ સ્વભાવ દર્પણમાં તન્મયવતું દેખાય છે, જાણે તેમાં કિલિત રાખ્યાં હોય, જાણે ચિત્રકારે લખી રાખ્યાં હોય તથા જાણે કોઈ શિલ્પકારે ટાંકીથી કોરી રાખ્યાં હોય.
ભાવાર્થ- સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વચ્છસ્વભાવમય દર્પણ છે તે પણ સ્વભાવથી જ સ્વભાવમાં જેવું છે તેવું છે. વળી તન-મન-ધન-વચનાદિ તથા એ તન-મન-ધન-વચનાદિના શુભાશુભ વ્યવહાર અને તેની પ્રતિછાયા-પ્રતિબિંબ સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વચ્છ સ્વભાવદર્પણમાં તન્મયવત્ દેખાય છે તે પણ અજ્ઞાનમયી સ્વભાવથી છે. સ્વભાવમાં જેવા છે તેવા છે. પૂર્વોક્ત સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વચ્છ ભાવના સાક્ષાત્ સ્વાનુભવના પ્રાસની પ્રાપ્તિ શ્રીસદ્ગના ઉપદેશ વિના તથા કાળલબ્ધિ પાચક (પકવનાર) થયા વિના સ્વસ્વરૂપ - સમ્યજ્ઞાનનો લાભ થતો નથી.
(પેઈજ-૪૬-૪૭) [] જેમ એક મોટા-પહોળા લાંબા ઘણા વિસ્તીર્ણ પ્રમાણના સ્વચ્છ દર્પણમાં અનેક પ્રકારની
અનેક ચલ અચલ રંગ-બેરંગી વસ્તુઓ દેખાય છે તે જ પ્રમાણે સ્વચ્છ જ્ઞાનમય
દર્પણમાં આ અનેક વિચિત્રતામય જગત-સંસાર દેખાય છે. (પેઈજ-૮૦). [ ૯ ] જેમ સ્વચ્છદર્પણમાં અગ્નિ અને જળની પ્રતિછાયા દેખાય છે પણ એ વડે તે દર્પણ ઉષ્ણ
શીતલ થતું નથી તે જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સ્વચ્છ સમ્યજ્ઞાનમય દર્પણમાં