________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૩૯ સ્ફટિકની ભીંતથી હાથી પોતાની પ્રતિછાયા દેખીને પોતે તે ભીંતની સાથે ભીડાઈઅથડાઈ (લડી) પોતાનો દાંત પોતે તોડીને દુઃખી થયો.
એક વાનર મોટા વૃક્ષ ઉપર રાત્રીસમયમાં બેઠો હતો, વૃક્ષની નીચે એક સિંહ આવ્યો, ત્યાં ચંદ્રમાની ચાદનીમાં પેલા વાનરની છાયા સિંહને દેખાઇ, એ દેખીને તે સિંહ પેલી છાયાને સાચો વાનર જાણીને ગર્જના કરી પેલી વાનરની છાયાને પંજો માર્યો ત્યારે વૃક્ષના ઉપર બેઠેલો વાનર ભયવાન થઈને નીચે પડયો.
(પેઈજ-૧૭૮-૧૭૯) [ ] ગરમ લોખંડના ગોળામાં અગ્નિ અંદર અને બહાર છે પરંતુ અગ્નિ અને લોખંડનો ગોળો
અલગ અલગ છે. ચંદ્રમા વાદળમાં છુપાઈ રહ્યો છે પરંતુ ચંદ્ર અને વાદળ અલગ અલગ છે. ધ્વજા પવનના સંયોગથી પોતાની મેળે જ ઉછળે છે સુલઝે છે. ચૂરણ કહેવામાત્રમાં એક છે પરંતુ તેમાં સૂંઠ, મરી, પીપર, હરડે આદિ બધાં અલગ અલગ છે. એક ચુંદડીમાં અનેક બુંદ છે; એક કોટમાં અનેક કાંગરા છે; એક સમુદ્રમાં અનેક લહેરો-કલ્લોલો છે; એક સુવર્ણમાં અનેક આભૂષણ છે; એક માટીમાં અનેક હાંડા-વાસણ છે તથા એક પૃથ્વીમાં અનેક મઠ-મકાન છે; તે જ પ્રમાણે એક પરમાત્માના કેવલજ્ઞાનમાં અનેક જગત ઝલકી રહ્યું છે.
(પેઈજ-૧૮૧) છ ઢાળ
પં. દોલતરામજી કૃતઅન્વયાર્થ- (નિનહિ) તે સિદ્ધ ભગવાનના આત્મામાં (નોવ–મનોવ) લોક અને અલોકના (ગુણ–પય) ગુણ અને પર્યાય (પ્રતિવિન્વિત થયે) ઝળકવા લાગે છે અર્થાત્ જણાય છે, તે (યથા) જેમ (શિવ) મોક્ષરૂપે (રિજી) પરિણમ્યા છે (તથા) તેમ (અનંતાનંત વાન) અનંતકાળ સુધી (રદિ ૐ) રહેશે.
ભાવાર્થ- સિદ્ધ ભગવાનના આત્મામાં કેવળજ્ઞાન દ્વારા લોક અને અલોક (સમસ્ત પદાર્થો) પોતપોતાના ગુણ અને ત્રણે કાળના પર્યાયો સહિત એક સાથે, સ્વચ્છ અરીસાના દેખાતે સર્વ પ્રકારે સ્પષ્ટ, જણાય છે; પણ જ્ઞાનમાં અરીસાની જેમ છાયા અને આકૃતિ પડતી નથી. (મોક્ષ અવસ્થાનું વર્ણન - છઠ્ઠી ઢાળ) અનુભવ પ્રકાશ
પં. દીપચંદજી કાપલીવાલા રચિત. [ ] જેની દષ્ટિ પદાર્થશુદ્ધિ ઉપર નથી (અને) કર્મદષ્ટિથી અશુદ્ધ જ અવલોકે તો તે
શુદ્ધતાને ન પામે. જેવી દેષ્ટિથી દેખે તેવું ફલ થાય. મયુર મકરંદ પાષાણ છે. તેમાં બધા મોર જ ભાસે છે. પાષાણ તરફ દેખતાં મોર ભાસે, પદાર્થ તરફ દેખતા પદાર્થ જ છે, મોર નથી; તેમ પરમાં પર ભાસે, નિજ તરફ જુએ તો પર ન ભાસે, નિજ જ છે. (તેથી) સુખકારી નિજદષ્ટિ ત્યજી દુઃખરૂપ પરમાં દૃષ્ટિ ન દો. (પેઈજ-૩૬૩૮માંથી)