________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૪૭
-આત્માની ક્રિયા
[ ] પ્રશ્ન- આત્મા શું કરી શકે?
ઉત્તર- આત્મા ચૈતન્ય સ્વરૂપ છે તે ચૈતન્યના ઉપયોગ સિવાય બીજું કાંઈ પણ કરી
શકે નહીં. [ કુ ] પ્રશ્ન- જો આત્મા ઉપયોગ સિવાય બીજું કાંઈ ન કરી શકતો હોય તો આ સંસાર મોક્ષ
શા માટે ? ઉત્તર- ઉપયોગ સિવાય બીજું તો કાંઈ જ આત્મા કરી શકતો નથી. ચૈતન્યનો ઉપયોગ પર લક્ષ કરીને પરભાવમાં દૃઢ કરે છે તે સંસાર છે અને જ્યારે સ્વતરફ લક્ષ કરીને સ્વમાં દ્રઢતાં કરે ત્યારે મુક્તિ છે કાં તો સ્વ તરફનો ઉપયોગ અને દ્રઢતા અથવા તો પર તરફનો ઉપયોગ અને દ્રઢતા એ સિવાય બીજું કાંઈ પણ અનાદિથી કોઈ જીવ કરી શકતો
નથી અને અનંતકાળમાં કદી પણ કરી શકશે નહીં. [ઉ] પ્રશ્ન- આત્મા જો માત્ર ઉપયોગ સિવાય કાંઈ નથી જ કરી શકતો તો શાસ્ત્રો શા
માટે? ઉત્તર- બાર અંગ અને ચૌદપૂર્વ એ બધાનો હેતુ માત્ર એક જ છે કે ચૈતન્યનો ઉપયોગ જે પરતરફ ઢળ્યો છે તેને સ્વતરફ વાળીને સ્વમાં દ્રઢતા કરવી. એ રીતે ઉપયોગ
ફેરવવાની વાત છે અને તે વાતને શાસ્ત્રોમાં અનેક પડખેથી સમજાવવામાં આવે છે. [ઉ] પ્રશ્ન- સંસારી અને સિદ્ધની ક્રિયામાં શું ફેર?
ઉત્તર- ચૈતન્યનો ઉપયોગ તે જ આત્માની ક્રિયા છે. નિગોદથી માંડીને સિદ્ધ ભગવાન સુધીના બધા જીવો ઉપયોગ જ કરી શકે છે- ઉપયોગ સિવાય બીજું કાંઈ કોઈ જીવ કરી શકતો નથી. ફેર એટલો છે કે નિગોદ વગેરે સંસારી જીવો પોતાનો ઉપયોગ પર તરફ કરીને પરભાવમાં એકાગ્ર થાય છે-જ્યારે સિદ્ધ ભગવાન પોતાના શુદ્ધ સ્વભાવમાં ઉપયોગ ઢાળીને સ્વભાવમાં એકાગ્ર થાય છે. પરંતુ સિદ્ધ કે નિગોદ કોઈપણ જીવ ઉપયોગ સિવાય પરનું કાંઈ પણ કરી શકતો નથી. સ્ત્રી-કુટુંબલક્ષ્મી કે દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરે બધા પર છે તેનું આત્મા કાંઈ કરી શકે નહીં. આત્મા માત્ર તે તરફનો શુભ કે અશુભ ઉપયોગ કરે. પરંતુ શુભ કે અશુભ એ બન્ને ઉપયોગ પર તરફના હોવાથી તેને “અશુદ્ધ ઉપયોગ અને સ્વ તરફનો ઉપયોગ તે શુદ્ધ ઉપયોગ” કહેવાય છે. આ સંબંધમાં એવો સિદ્ધાંત છે કે-પરલક્ષે બંધન અને સ્વલ મુક્તિ. જ્યાં પર લક્ષ થયું ત્યાં શુભભાવ હોય તો પણ એ અશુદ્ધ ઉપયોગ જ છે અને તે સંસારનું કારણ છે, અને સ્વલક્ષ હોય ત્યાં શુદ્ધોપયોગ જ છે અને તે મુક્તિનું કારણ છે. (વર્ષ-૨, અંક-૭, સાલ ૨૦૦૧, ચૈત્રમાસ, પેઈજ નં. - ૯૯ રાત્રી ચર્ચા તા. ૨૫/૧૨/૪૪)