________________
૧૫૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ કે આ રાગ છે, તેને એમ માને છે કે આ જિનપ્રતિમા છે ને જિન પ્રતિમાને જાણતાં એમ માને છે કે આ રાગ છે, ૫૨ને જેમ છે તેમ જાણે છે. હવે ૫૨ને જેમ છે તેમ જાણતું જ્ઞાન ૫૨ વસ્તુનું નથી.... પણ પોતાની પર્યાયનું જ્ઞાન છે, તે ૫૨ને તેના અસ્તિત્વથી જાણે છે તો તે જ્ઞાનની પર્યાય જેની છે તેના અસ્તિત્વથી તેનો નિર્ણય કેમ ન કરી શકે?
જે તારી દશા ૫૨ને જાણવાનું પ્રત્યક્ષ કરે છે તો એ જ્ઞાન સ્વને જાણવામાં સ્વપ્રત્યક્ષ ન થાય એમ કેમ બને ? જેને ૫૨ને જાણવાની તાકાત છે, જે જ્ઞાનની પર્યાય ૫૨ને પ્રત્યક્ષ કરીને જાણે છે તે જ્ઞાન સ્વને પ્રત્યક્ષ કરીને કેમ ન જાણે ? તારી શક્તિ, તારો સ્વભાવ સ્વ-૫૨ પ્રકાશક છે તો પર્યાયમાં પણ સ્વ-૫૨ પ્રકાશકપણું છે કે નહીં? ૫૨ને પ્રકાશવું પ્રત્યક્ષ દેખાય છે તો ત્રિકાળી જ્ઞાયક છું એમ સ્વનો નિર્ણય કેમ ન કરી શકે ? તારી જ્ઞાન દશામાં એકલું ૫૨ પ્રત્યક્ષ થાય છે તે તો થયું; કેમકે જ્ઞાનનો સ્વભાવ તો સ્વ-૫૨ પ્રકાશક છે.
ખરેખર તો સ્વને જાણવું એવો ગુણ છે અને સાથે ૫૨ જણાય જાય છે. શ્રી સમયસાર શાસ્ત્રની ગાથા-૧૭-૧૮ માં કહ્યું છે કે જ્ઞાનની વર્તમાન પર્યાય છે તેમાં જ્ઞાયક જાણવામાં આવે છે પણ આ પર્યાય જ્ઞાયકને જાણે છે એવી દૃષ્ટિ નથી; પણ તે પર્યાય ૫૨ને જાણે છે એવી દૃષ્ટિ છે, ઘટ-પટ–સ્ત્રી-કુટુંબ-વેપાર-ધંધાને પર્યાય જાણે છે ત્યાં તેની દૃષ્ટિ છે, તે જૂઠી દૃષ્ટિ છે, તેમાં ૫૨ ઉપ૨ લક્ષ જાય છે તેથી શાયક જણાતો નથી.
જગતની સ્થૂળ વસ્તુ તથા સ્થૂળ એવા શુભાશુભ ભાવોને, તેમાં એકમેક થયા વિના જેમ છે તેમ જાણવામાં જે સૂક્ષ્મજ્ઞાન ‘૫૨નું અસ્તિત્વ છે' તેમ જાણે છે, તો તે જ્ઞાનની પર્યાય સ્વને જાણવામાં સ્વનું અસ્તિત્વ કેમ ન જાણી શકે ? ૫૨નું, રાગાદિનું જ્ઞાન કરે તે જ જ્ઞાનની પર્યાય પોતાનું જ્ઞાન કરી શકે તેમાં શું છે ! અર્થાત્ કરી જ શકે. ભગવાન આત્મા પોતાના પુરુષાર્થથી જ્ઞાનને ને ૫૨ને જાણે છે, કેમ કે સાથે વીર્યશક્તિ છે. જ્ઞાનમાં ૫૨ને જાણવાની સહજ શક્તિ છે, તો એ જેની પર્યાય છે તેને જાણવાની તો સહજ શક્તિ છે જ. પરંતુ ૫૨નું જાણવું સહેલું છે ને સ્વનું જાણવું કઠિન છે તેમ તે માને છે. ૫૨ને જાણવાવાળાની પર્યાય પ૨ને પ્રત્યક્ષ કરે છે કે આ છે છે છે, તો તે પર્યાય પોતાના અસ્તિત્વને પ્રત્યક્ષ કેમ ન કરી શકે? જરૂર કરી શકે, પણ સ્વનું મહાત્મ્ય આવવું જોઈએ, થોડું વિચાર-મંથન કરવું જોઈએ.( પૂ. ગુરુદેવશ્રીના આત્મજ્ઞાન પ્રેરક હૃદયોદગા૨ તા. ૨૬-૨-૭૭) (આત્મધર્મ અંક-૪૮૪, પેઈજ નં. ૨૫-૨૬)