________________
૧૫૮
આત્મા કેમ જણાય?
(જિજ્ઞાસુ શિષ્યના હૃદયનો પ્રશ્નઃ અનુભવની તીવ્ર લગની )
આત્મા કેમ જણાય ?
ઉત્તર:- આત્મા તરફના જ્ઞાનથી આત્મા જણાય.
] પ્રશ્નઃ- આત્મા ત૨ફનું જ્ઞાન કેવું છે ?
[
ઉત્તર:- આત્મા તરફનું જ્ઞાન રાગ વગરનું, વીતરાગ સ્વસંવેદનરૂપ છે. ] પ્રશ્નઃ- આત્મા કેવો છે?
ઉત્તરઃ- આત્મા દેહાદિથી પા૨, વિકલ્પોથી પાર, સદાય જ્ઞાન-આનંદ સ્વભાવરૂપ છે. જેવા સિદ્ઘપ્રભુ છે તેવા સ્વભાવથી ભરેલો આત્મા છે. આવા આત્મસ્વરૂપનું સ્વસંવેદન કરે ત્યારે જ આત્મા સમ્યપણે જણાય છે. ૫૨ ત૨ફનું જ્ઞાન કે રાગાદિ ભાવો તેનાથી આત્મા જણાતો નથી.
પ્રભાક૨ભટ્ટ, એટલે કે આત્મજ્ઞાનનો જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે હે સ્વામી ! આ આત્મા જે જ્ઞાનથી મને શીઘ્ર જણાય એવું જ્ઞાન જ મારામાં પ્રકાશિત કરો; એના સિવાય બીજા અનેક પરભાવોથી કે બીજા જાણપણાથી મારે કાંઈ પ્રયોજન નથી. મને મારા આત્માનો અનુભવ થાય—એ સિવાય બીજું કાંઈ મારે જોઈતું નથી. માટે ક્ષણમાત્રમાં એ અનુભવ કેમ થાય-તે જ મને બતાવો.
[ ] પ્રશ્નઃ
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
[
ज्ञानं प्रकाशय परमं मम किं अन्येन बहुना ।
येन निजात्मा ज्ञायते स्वामीन् एक क्षणेन् ।। १०४।।
આત્માના જ્ઞાન સિવાય સમસ્ત બાહ્ય વૃત્તિઓનો મહિમા શિષ્યને ઊડી ગયો છે. અરે, આત્મજ્ઞાન વિના જીવને સંસારમાં કોઈ ઠેકાણે જરાય સુખ નથી. આનંદની પ્રાપ્તિ આત્મજ્ઞાન વડે જ થાય છે, એમ અંત૨માં વિચારીને વિનયપૂર્વક ગુરુ પાસે તેની જ માંગણી કરે છે કે હે સ્વામી ! મારે બીજા વિકલ્પોનું કાંઈ પ્રયોજન નથી, મારે તો આત્મજ્ઞાન જે રીતે થાય તે જ ઉદ્યમ કરવો છે. માટે શીઘ્ર આત્મજ્ઞાન થાય એવો ઉત્તમ ઉપદેશ આપો.
જુઓ, આ શિષ્યની જિજ્ઞાસા ! જગતની બીજી જિજ્ઞાસા છૂટીને, જેને આત્માના જ્ઞાનની જિજ્ઞાસા જાગી તેના અંતરમાંથી આવો પ્રશ્ન ઊઠે છે; એટલે શુદ્ધાત્મા સિવાય બીજું કાંઈ તેને ગમતું નથી. એક જ રટણ છે કે હું મારા આત્માને જાણું, અને તે પણ ક્ષણમાત્રમાં જાણું–એમ તીવ્ર લગની છે.
તેને જ
આવા આત્મ-અભિલાષી શિષ્યને સમજાવે છે કે હે શિષ્ય ! જે જ્ઞાન તું આત્મા જાણ. આત્મા જ્ઞાનપ્રમાણ છે. અહીં ‘જ્ઞાન' કહેતા તેમાં રાગાદિ પરભાવ ન આવે; આ સમસ્ત પદાર્થોને જાણનારું જે જ્ઞાન છે, તે જ્ઞાન કોનું છે ? જ્ઞાનમાં કોણ વ્યાપેલું છે ? શાનમાં વ્યાપેલો જે પદાર્થ છે તે જ આત્મા છે, તે જ તું છો. જ્ઞાન સાથે જેને તન્મયતા છે તે જ આત્મા છે એમ તું જાણ. ‘જ્ઞાન’ ને લક્ષમાં લેતાં ક્ષણમાત્રમાં આત્મા જણાય છે; તેમાં એકદમ નિરાકૂળ શાંતિ ને આનંદનું વેદન છે. જ્ઞાનથી ભિન્ન