________________
૧૩s
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ ત્યારે જાય નહિ ( ટળે નહિ) તેનું વિકારરૂપ ન ઠરે (તે વિકારી નહિ કરે છે ત્યારે એ રીતે અનર્થ ઊપજે. તેથી આમ પ્રત્યક્ષ છે કે સ્ફટિકદ્રવ્ય લાલીનો કર્તા નથી, નિશ્ચયથી તેના સ્વચ્છતાના પરિણામ કર્યા છે. પરંતુ વ્યવહારથી સ્ફટિકને લાલીનો કર્તા કહેવામાં આવે છે. કારણકે તે સ્વચ્છતા તેની છે (સ્ફટિકની છે). એવી રીતે જીવના સંબંધમાં જાણવું.
ફેર આટલો જ છે કે સ્વચ્છતાના પરિણામના સ્થાને ચેતન પરિણામ લેવા અને સ્ફટિકદ્રવ્યના સ્થાને જીવદ્રવ્ય લેવું. એવી રીતે આ જીવ પરિણામ વડેજ સંસારભાવનો કર્તા થાય છે તેથી એને ભાવસંસાર જાણો,
(સંસાર કર્તૃત્વ અધિકાર પેઈજ-૧૨૫-૧૨૬) [ ] અર્થ:- જેવી રીતે સ્ફટિકના બિંબમાં દીપજ્યોતિનો સ્કંધ સમાઈ રહ્યો છે (સંબંધ)
પામ્યો છે, પણ સ્ફટિકની અંદર બંધાયેલી ( સંબંધ પામેલી) પ્રકાશની મૂર્તિ પ્રત્યક્ષ જુદી છે; તેવી રીતે આ કર્મસ્કંધની અંદર હું ચેતનદ્રવ્ય સમાઈ રહ્યો છું ( એક ક્ષેત્રાવગાહી થયો છું ) પણ કર્મસ્કંધમાં બંધાયેલી (સંબંધ પામેલી) સર્વ ચેતનમયમૂર્તિ ત્રણે કાળ જાદી છે.
(પેઈજ-૧૬૦-૧૧) શ્રી જૈન સિધ્ધાંત પ્રવેશિકા
પં.ગોપાલદાસજી બરૈયા પ્રશ્ન-૭૭ ચેતના કોને કહે છે? ઉત્તર જે શકિતના કારણે પદાર્થોનો પ્રતિભાસ થાય તેને ચેતના કહે છે. પ્રશ્ન-૭૯ દર્શન ચેતના કોને કહે છે? ઉત્તર જેમાં મહાસત્તાનો (સામાન્યનો) પ્રતિભાસ (નિરક્ષર ઝલક ) હોય, તેને
દર્શન ચેતના કહે છે. પ્રશ્ન-૮૯ અવગ્રહ કોને કહે છે?
ઈન્દ્રિય અને પદાર્થના યોગ્ય સ્થાનમાં (મૌજુદ સ્થાનમાં) રહેવાથી સામાન્ય પ્રતિભાસરૂપ દર્શનની પછી અચાન્તર સત્તાસહિત વિશેષ વસ્તુના
જ્ઞાનને અવગ્રહ કહે છે. જેમકે આ મનુષ્ય છે. પ્રશ્ન-૧૦૧ ચક્ષુદર્શન કોને કહે છે? ઉત્તર નેત્રજન્ય જાતિજ્ઞાનના પહેલા સામાન્ય પ્રતિભાસ અથવા અવલોકનને
ચક્ષુદર્શન કહે છે. પ્રશ્ન-૧૦૫ શ્રધ્ધા ગુણ કોને કહે છે? ઉત્તર જે ગુણની નિર્મળદશા પ્રગટ થવાથી પોતાના શુધ્ધ આત્માનો પ્રતિભાસ
(યથાર્થ પ્રતીતિ ) થાય તેને શ્રધ્ધાળુણ કહે છે. પ્રશ્ન-૬૪૧ અનધ્યવસાય કોને કહે છે? ઉત્તર
આ શું છે” એવા પ્રતિભાસને અનધ્યવસાય કહે છે. જેમકે રસ્તામાં ચાલતાં થકાં તૃણ વગેરે નું જ્ઞાન.
ઉત્તર