________________
૧૩૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ કહો, ભોગગુણનો કોઈ વિપરીતભાવ કહો તો એ રીતે વિપરીત શેયાભાસ ભોગવવારૂપ પરિણામ તેને વેદનાકાર્ય બન્યું છે. એ પણ એ રીતે જીવનો અમૂર્તિક ચેતનવેદનસ્વાંગ બન્યો છે.
(અમૂર્તિક ચેતનભાવ અધિકાર પેઈજ-૧૦૯-૧૧૦) (આ રીતે ક્રોધ માન માયા લોભ રતિ-અરતિ વગેરેનું નિરૂપણ આત્મ અવલોકનમાંથી જાણવું)
સંસાર કર્તુત્વઅધિકાર વર્ણન [ ઉ0 ] કોઈ આ રીતે પ્રશ્ન કરે કે ગુણસ્થાન, માર્ગણા, કર્મ, જોગ આદિ સંસાર તે સંસાર
પરિણામમય (વસ્તુમય) કોનો છે તે કહો તે કથન દર્શાવવામાં આવે છે -
દેખો! આકાશમાં એક ચંદ્ર છે, એક તેનું નિમિત્ત પામીને પાણીની સ્વચ્છતા વિકારરૂપ ચંદ્ર છે. વળી એક લાલ રંગ છે, વળી ( આ તરફ ) એક તેનું નિમિત્ત પામીને
સ્ફટિકની સ્વચ્છતા વિકારરૂપ લાલ છે. વળી એક મોરસ્કંધ છે, વળી ( આ તરફ ) એક તેનું નિમિત્ત પામીને આરસીની સ્વચ્છતા વિકારરૂપ મોર છે. તેવી જ રીતે ગુણસ્થાન, માર્ગાણાદિ એક પુદ્ગલ સ્કંધરૂપ સંસાર છે, વળી એક તેનું નિમિત્ત પામીને જીવની સ્વચ્છતા, વિકારરૂપ ચેતના સંસાર છે. તો તમે અહીં ન્યાય કરીને વિચારો તો ચંદ્ર, લાલરંગ, મોર, સંસાર કઈ પરિણામમય વસ્તુરૂપે નીપજ્યા છે? ક્યા પરિણામમાં જ ભાવરૂપે નીપજે છે? દેખો! જો અસલ ચંદ્રાદિ વિકારી કહેવામાં આવે છે તો તેમને અન્ય ચંદ્રાદિનું નિમિત્ત તો દેખાતું નથી. વળી જો અસલ ચંદ્રાદિ વિકારભાવરૂપે થાય તો તેમનું તે વિકારી સ્વચ્છસ્થાન પણ કોઈ દેખાતું નથી. વળી જો અસલ ચંદ્રાદિનો વિકાર હોય (વળી જો અસલ ચંદ્રાદિ વિકારી થયો હોય) તો અન્ય ( ભિન્ન) જલાદિના વિકારનું ચંદ્રાદિના વિકારરૂપે થવું મૂલથી નાતિ હોય (ન હોય). પણ એ જલાદિ વિકારરૂપે થતાં તો પ્રત્યક્ષ જોવામાં આવે છે.
વળી જો આમ કહેવામાં આવે કે તે અસલ ચંદ્રાદિ જલાદિમાં પ્રવેશ કરીને વસી રહે છે, તો ખરેખર તે આ જલાદિમાં પરમાણુમાત્ર પણ (જરીક પણ) પ્રવેશ કરીને વ્યાપતાં જોવામાં આવતા નથી. વળી જો આમ કહેવામાં આવે કે “જલાદિ તે (અસલ) ચંદ્રાદિના નિમિત્ત વિના જ ચંદ્રાદિના વિકારરૂપે થાય છે તો તે આ ચંદ્રાદિ વિકારની સ્થિતિ તે (અસલ) ચંદ્રાદિના નિમિત્તની સ્થિતિને આધીન જોવામાં આવે છે. તેથી અહીં આમ પણ દેખવામાં આવે છે કે જો અસલ ચંદ્રાદિ ક્યારેક નાશ પામે તો તેનો નાશ થતાં આ તરફ પણ કાંઈ વસ્તુ રહી જતી દેખવામાં આવતી નથી, તેમનો (અસલ ચંદ્રાદિનો) નાશ તે વસ્તુનો જ નાશ છે, તેથી તો આમ નિર્ણય કરવાથી તો આમ સિદ્ધ થયું કે અસલ ચંદ્રાદિ વસ્તુઅંગ છે, પરિણામમય છે, તે વસ્તુ જ છે અને જલાદિના વિકારરૂપ ચંદ્રાદિનો નાશ થતાં જલાદિની સ્વચ્છતા પરિણામ પ્રત્યક્ષ રહી જાય છે તેથી આમ પ્રત્યક્ષ છે કે-જલાદિની સ્વચ્છતા વસ્તુ છે. પરંતુ તે (અસલ) ચંદ્રાદિરૂપના અનુસારે જલાદિના સ્વચ્છતાના પરિણામે પોતાને ચંદ્રાદિના સ્વાંગરૂપે બનાવી લીધો છે, સ્વચ્છતાના તે પરિણામે, વસ્તુમય (અસલ) તે ચંદ્રાદિના રૂપે જ કૂટ ( સ્વાંગ) કર્યો છે. પણ આ કૂટની કરનારી સ્વચ્છતા વસ્તુઅંગ છે પરિણામમય છે. અને તે