________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૩૩ ઉપયોગપરિણામ થયા તે કાલે વળી ચારિત્ર-પરિણામે વિશ્રામરૂપ અથવા રંજિતરૂપ થયો થકો તે જ પરિણામોના આકારરૂપ ધારણ કર્યા ત્યારે તે રંજિત પરિણામ નવા નવા સુખ જેવા ભાસતાં દુઃખ અને દુઃખ આવવાના કારણરૂપ થયા; તે રંજિતભાવ જ્યારે મટયો ત્યારે મટવાનો જીવનો ( જીવનાભાવનો) અમૂર્તિક ચેતનસંવર નામનો ભેદ નીપજ્યો.
(બંધ:-) વળી બે ગુણે કરીને અધિક ચીકણા ચીકણા, લૂખા લૂખા, ચીકણાલુખા ભાવથી પોતપોતાની સાથે એકલા પૌલિક પરમાણુ મળે–સંબંધ પામે ત્યારે તે ચીકણાલૂખાનો પૌદ્રલિક બંધસ્વાંગ બન્યો કહેવામાં આવે છે; શેયને દેખવાજાણવારૂપ આ જીવના ઉપયોગપરિણામ થયા તે કાલે વળી ચારિત્રપરિણામે વિશ્રામરૂપ અથવા રંજિતરૂપ થયો થકો તે જ પરિણામના આકારરૂપ ધારણ કર્યા, ત્યારે તેમાં રંજિત થતાં ઉપયોગના શેયાકારરૂપ જે આ પરિણામ છે તે પરિણામના આકાર સાથે સંબંધમેલાપરૂપ રંજિતરાગ થાય છે તે જોયાકારમાં રંજિતપણું એકતા પામે છે, તે જીવના અમૂર્તિક ચેતનબંધસ્વાંગભેદ થાય છે.
(નિર્જરા-) વળી પૌલિક કર્મસ્કંધથી વર્ગણા અંશે અંશે ખરી જાય છે, તેને પૌલિક નિર્જરા સ્વાંગ કહેવામાં આવે છે. પરશેયને દેખવાજાણવારૂપ આ જીવના ઉપયોગપરિણામ થયા તે કાલે વળી ચારિત્રપરિણામે વિશ્રામરૂપ અથવા રંજિતરૂપ થયો થકો તે જ પરિણામોના એવાજ આકારરૂપ ધારણ કર્યા, એ રીતે પરણેય-આકાર ભાસતાં જ્ઞાનદર્શનચારિત્ર અશુદ્ધ પરભાવ રૂપ થયા. વળી જ્યારે જ્ઞાનદર્શનચારિત્રનું જે પરભાવરૂપ થવું થોડું થોડું મટતું જાય છે, તેને જીવનો સંવરપૂર્વક અમૂર્તિક ચેતનનિર્જરા સ્વાંગભેદ કહેવામાં આવે છે.
(મોક્ષ:-) વળી પૌલિક સર્વકર્મસ્કંધ ખરી જાય છે, જીવના પ્રદેશોથી સર્વથા જુદો થઈ જાય છે, તેને પૌદ્રલિક મોક્ષસ્વાંગ કહેવામાં આવે છે. પરશેયને દેખવા જાણવારૂપ આ જીવના ઉપયોગ પરિણામ થયો તે કાલે વળી ચારિત્રપરિણામે વિશ્રામરૂપ કે રંજિતરૂપ થયો થકો તે પરિણામોના એવાજ આકારરૂપ ધારણ કર્યા, એ રીતે પરશેયઆકારભાવથી જ્ઞાનદર્શનચારિત્ર અશુદ્ધ અથવા પરભાવરૂપ ભાવે થયાં. જ્યારે જીવદ્રવ્યનાં જ્ઞાનદર્શનચારિત્રાદિનું તે પરભાવરૂપ થવું સર્વ સર્વથા મટી જાય, તેને જીવનો અમૂર્તિક ચેતનમોક્ષસ્વાંગભેદ કહેવામાં આવે છે.
(અમૂર્તિક ચેતનભાવ અધિકાર પાના નં. ૧૦૪ થી ૧૦૭) [ ] વળી પૌલિકકર્મ-અખાડામાં કટુક સ્વાદવાળી વર્ગણારૂપ અસાતા તથા મિષ્ટ સ્વાદવાળી
વર્ગણારૂપ સાતા એવો મૂર્તિક અચેતનવેદના નામનો સ્વાંગ બન્યો છે. સાતા અથવા અસાતારૂપ શેયને દેખવા જાણવારૂપે આ જીવના ઉપયોગપરિણામ થયા, તે કાલે વળી ચારિત્રપરિણામે પરમાં વિશ્રામરૂપ અથવા રંજિતરૂપ થયો થકો તે જ પરિણામના આકારરૂપ ધારણ કર્યા ત્યારે તે જ ચારિત્રપરિણામની ભાવનાજ અનુસારે ભોગગુણના પરિણામ થયા, તેને ભોગવવારૂપ અથવા શેયાભાસ આસ્વાદરૂપ અથવા વેદનરૂપ