________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૩૧ તે અજ્ઞાનીએ બન્ને ભાવનો નાશ કર્યો. કાંઈ વસ્તુ જ ન રાખી. જેમકે ઉષ્ણતાભાવ જાદો અન્ય ઠેકાણે કહેવામાં આવે અને અગ્નિભાવ જુદો અન્ય ઠેકાણે કહેવામાં આવે તો ત્યાં વસ્તુ દેખવામાં ન આવી. શૂન્ય દેખવામાં આવ્યું. વળી એક જ સ્થાને ભેદભાવે ઉષ્ણતા જાણવામાં આવી અને અભેદભાવે અગ્નિ જાણવામાં આવી, તો એમ જ વસ્તુ છે. એ રીતે ભેદસમ્યભાવ, અભેદસમ્યમ્ભાવ એક જ સ્થાને છે, નિસંદેહ એમ જ વસ્તુ છે. એમ જ્ઞાનમાં પ્રતિબિંબ છે. એ રીતે ભેદસમ્યભાવ, અભેદ ભાવ
(બને) એક સ્થાને રહ્યા પરિણમે છે. (સમ્યક્રનિર્ણય પેઈજ-૮૮૮) [ ] જેટલો લોકાલોક તેટલા બધાયનો પ્રત્યક્ષ જ્ઞાયક દર્શક થયો, સર્વજ્ઞ સર્વદર્શી થયો,
લોકાલોક આવી પ્રતિબિબ્બો, અતીત, અનામત વર્તમાનની અનંત અનંત પર્યાયો સર્વ પ્રત્યક્ષપણે એક જ સ્થાને કીલિત થયા, (ચોંટી ગયા, જડાઈ ગયા, સર્વ પ્રત્યક્ષપણે જણાયા ). શાનદર્શન સંપૂર્ણ સ્વરૂપે થયા ત્યાં જ્ઞાનદર્શનવીર્યાદિ ગુણ મોક્ષરૂપ ઊપજ્યાં કહ્યાં.
(મોક્ષમાર્ગ-અધિકાર પેઈજ-૯૭) [૩] . ચોથાગુણસ્થાનથી સમ્યગ્દષ્ટિના ચારિત્રગુણની અન્ય શક્તિ જ્યારે વિકલ્પ થઈને
બુદ્ધિરૂપ પરિણમે છે-વિષય, કષાય, ભોગસેવારૂપ, ઇષ્ટરુચિ, અનિષ્ટઅરુચિ, હિંસારૂપ રતિ-અરતિરૂપ, અવિરતિરૂપ, પરિગ્રહવિકલ્પરૂપ આદિથી અથવા શુભપયોગવિકલ્પરૂપ આદિથી બુદ્ધિરૂપ જ્યારે જે શક્તિ પરિણમે છે ત્યારે તે શક્તિ એવી રીતે પરાલંબન ચંચળતારૂપે મેલી પણ થાય છે તોપણ તે શક્તિ વડે આશ્રવબંધનો વિકાર ઊપજતો નથી. શા કારણે? કેમકે સમ્યગ્દષ્ટિ પોતાની વિકલ્પરૂપ બુદ્ધિપૂર્વક ચારિત્રચેષ્ટાને જાણવાને સમર્થ છે, તે ચેષ્ટાને જાણતાં જ સમ્યગ્દષ્ટિને વિષયભોગાદિ ભાવો વિકારરૂપ જુદા જ પ્રતિબિંબે છે અને તેમાં ચેતના સ્વભાવભાવ જુદો પ્રવર્તે છે. એક જ કાલમાં સમ્યજ્ઞાનમાં જુદા જુદા પ્રત્યક્ષ થાય છે. આ કારણથી તે ચારિત્રશક્તિમાં બુદ્ધિરૂપ રાગદ્વેષમોહરૂપ વિકાર ઘૂસતો નથી.
(અંતરવ્યવસ્થા કથન, પેઈજ-૯૯)
અમુર્તિક ચેતનભાવ [ ] પુગલમાં જે જે મૂર્તિક સ્વાંગ થાય છે, તે કાલે સ્વાંગના જેવી નકલ કરીને, જીવના
વિકાર તરંગો અમૂર્તિક સ્વાંગ ધારણ કરીને પ્રવર્તે છે. આ વિકારસ્વાંગનું નામ પરભાવ કહેવામાં આવે છે. કારણકે આ સ્વાંગના જ ભેદ જીવવસ્તૃત્વમાં તો હતા નહીં તેથી સ્વના-નિજના (જીવના) કેવી રીતે બને? “જેથી આ જીવ મૂલ દષ્ટાજ્ઞાતા હતો તેથી જ એના દર્શનશાન-ઉપયોગમાં જ મૂર્તિક નાટક શેયસ્વાંગ આવીને પ્રતિભાસે છે.” પ્રતિભાસતાં જ જે કાલે જ જ્ઞાનદર્શનની શક્તિ તેવા જ પ્રકારે તદાકારે શેયપ્રતિભાસરૂપે થઈ તે કાલે તે જ્ઞાનદર્શનની શક્તિએ તેવા આકારમાં વિશ્રામ લીધો અથવા “તે આકારરૂપે આત્મા છે એમ તે શેયપ્રતિભાસરૂપે ઉપયોગશક્તિઓનું આચરણ-સ્થિરતા પોતાને થયું, ત્યારે તે ઉપયોગ જે છે તે