________________
૧૩)
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ આત્મ અવલોકન
પં. દીપચંદજી કાશલીવાલ રચિત
દેવાધિકાર [ ] અર્થ- જેવી રીતે કોઈ પુરુષ દર્પણને દેખીને વળી (આ તરફ) પોતાના મુખનું રૂપ
નિશંકપણે દેખે છે તેવી રીતે પોતે સરાગી હોવા છતાં પણ વીતરાગ પ્રતિબિંબને દેખીને વળી ( આ તરફ ) નિશ્ચયથી તે જ વીતરાગ સ્વરૂપ પોતામાં હું જ છું એમ નિસ્સેદેહપણે જાણે છે.
ભાવાર્થ:- દર્પણના દાંતથી અહીં આટલો ભાવ લેવો કે દર્પણને દેખતો વળી (આ તરફ) પોતાના મુખનું દેખવું થાય છે. તે દૃષ્ટાંતનો આટલો ભાવ લેવો. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે કે – આ સંસારમાં કોઈ પુરુષને દર્પણને દેખવાથી વળી ( આ તરફ) પોતાના મુખની બરાબર પ્રતીતિ થાય છે. (તે પોતાના મુખને) નિસંદેહપણે દેખે છે.
| (દેવાધિકાર પેઈજ-૨,) [ઉ] ભાવાર્થ- હે ભવ્ય ! આ જે જ્ઞાન અર્થાત્ “જાણવું છે, તે જાણવામાં જેટલું કાંઈ જાણવું
છે તે બધું ‘શેય' નામ પામે છે. તે શું શું છે? “જાણવું” જે ગુણ છે, તે નિજ દ્રવ્યસત્તાને જાણે છે, એક નિજ દ્રવ્યના જે અનંતગુણો તેમને જાણે છે, તે એક એક નિજગુણની અનંતશક્તિ તેમને જાણે છે. વળી નિજદ્રવ્યગુણના ત્રણે કાળના પરિણમનને જાદું જાદુ જાણે છે. વળી પોતે જાણવું છે, પોતાના “જાણવું” રૂપને પણ જાણે છે. આ રીતે, તે પદ્રવ્યને જુદું જુદું જાણે છે; એક એક પરદ્રવ્યના અનંતગુણને જાણે છે, પર દ્રવ્યનાં એક એક ગુણની અનંતશક્તિને જાણે છે, વળી તે પરદ્રવ્યગુણના ત્રણે કાળના પરિણમનને જાદું જાદું જાણે છે, વળી છએ દ્રવ્યના, ગુણપર્યાયના નિજજાતિસ્વભાવરૂપ ભાવને જુદા જાણે છે. વળી તે જીવના પરભાવને જુદા જાણે છે, પુદ્ગલના પરભાવને જુદા જાણે છે,
સંસારપરિણતિને જાણે છે, મુક્તિપરિણતિને જાણે છે. (શેયવાદ પેઈજ-૧૬-૧૭) [ ] ..... એવો મોક્ષભાવ થતાં થકા સર્વનિનજાતિ જીવના સ્વભાવરૂપે સાક્ષાત્ પ્રગટ થઈ.
જે સર્વ સ્વભાવભાવ અનાદિથી વિકારરૂપ થવાથી ગુપ્ત થઈ રહ્યો હતો, તે પણ કાલ પામીને વિકાર કંઈક દૂર થયો; તે કાલે, કંઈક સ્વરૂપભાવ સાક્ષાત્ પ્રગટ થયો. તેટલી જ સ્વરૂપ વાનગીમાં સંપૂર્ણ સ્વરૂપ તેવું જ આવીને પ્રતિબિંબે છે (ઝળકે છે). વળી ત્યાંથી આગળ સ્વરૂપ ક્રમે ક્રમે પ્રગટ થતાં થતાં સાક્ષાત્ થતું જાય છે.
(મોક્ષાધિકાર, પેઈજ-૭૩) [ ] .... એ રીતે આ પાંચે ભાવોને એક ચેતના સમ્યમ્ભાવરૂપે જ દેખવામાં આવે છે.
ભેદસમ્યભાવ, અભેદસમ્યભાવ કહેવામાં તો જુદા જુદા દર્શાવવામાં આવે છે પરંતુ જ્ઞાનદર્શનમાં એક સ્થાને જ બન્ને ભાવો પ્રતિબિંબે છે. તે પાંચે સમ્યગ્દી ચેતનાસભ્ય, ચેતનાસમ્યગ્દી તે પાંચે સમ્ય કહ્યા છે.
વળી કોઈ અજ્ઞાની બન્નેને (સમ્યભાવ અને સ્થાનને) જુદા જુદા માને તો