________________
૧૨૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ ચિદ્ વિલાસ
પં. દીપચંદજી કાપલીવાલ રચિત
સમ્યકત્વના ૬૭ પ્રકાર [] સાત તત્ત્વો છે. તેમનું સ્વરૂપ જ્ઞાતા ચિંતવે છે. ચેતના લક્ષણ, દર્શનશાનરૂપ ઉપયોગ
આદિ અનંત શક્તિ સહિત અનંત ગુણોથી શોભિત મારું સ્વરૂપ છે; અનાદિથી પરસંયોગ સાથે મળ્યો છે, તો પણ (મારો) જ્ઞાન ઉપયોગ મારા સ્વરૂપમાં શેયાકાર થાય છે, પર શેયરૂપ થતો નથી; (મારી) જ્ઞાનશક્તિ અવિકારરૂપ અખંડિત રહે છે. શેયોનું અવલંબન કરે છે. (પણ) નિશ્ચયથી પર શેયોને સ્પર્શતું નથી; ( ઉપયોગ) પરને દેખતો (હોવા) છતાં અણદેખતો છે, પરાચરણ કરવા છતાં અકર્તા છે એવા ઉપયોગના પ્રતીતિભાવને શ્રદ્ધા છે. અજીવાદિ પદાર્થોને હેય જાણીને શ્રદ્ધા કરે છે. વારંવાર ભેદજ્ઞાન વડે સ્વરૂપચિંતન કરીને સ્વરૂપની શ્રદ્ધા થઈ, તેનું નામ પરમાર્થસંસ્તવ કહીએ.
(પેઈજ-૯૬-૯૭) જ્ઞાતાના વિચાર [ ] જ્ઞાતા એવો વિચાર કરે છે કે ઉપયોગ શેયોનું અવલંબન કરે છે, શેયાવલંબી થાય છે. શેયને
અવલંબનારી શક્તિ શેયનું અવલંબન કરીને છોડી દે છે. શેયનો સંબંધ અસ્થિર છે, શેયપરિણામ પણ છૂટી જાય છે, તેથી શેય, શેયપરિણામ નિજ વસ્તુ નથી. શેયને અવલંબનારી શક્તિને ધરનારી ચેતનાવસ્તુ છે. શેય (સાથે) મળવાથી અશુદ્ધ થઈ, પરંતુ શક્તિ શુદ્ધ ગુણ છે. જે શુદ્ધ છે તે રહે છે, અશુદ્ધ છે તે રહેતું નથી, માટે અશુદ્ધ (તો) ઉપરનો મળ છે. અને શુદ્ધ (તે) સ્વરૂપની શક્તિ છે. જેમ સ્ફટિક વિષે લાલ રંગ દેખાય છે(તે) સ્ફટિકનો સ્વભાવ નથી તેથી મટી જાય છે, સ્વભાવ છે તે) જતો નથી.
જેમ મયૂર ( પ્રતિબિંબવાળા) અરીસામાં મોર પદાર્થ દેખાય છે, પણ (ખરેખર અરીસામાં) મોર પદાર્થ નથી, અરીસામાં તો માત્ર પ્રતિબિંબ છે. કર્મદૃષ્ટિમાં આત્મા પરસ્વરૂપ થયેલો ભાસે છે પરંતુ આત્મા પર થતો નથી. (પેઈજ-૧૦૨માંથી)
જ્ઞાન ગુણનું સ્વરૂપ [ s ] હવે જ્ઞાનગુણનું સ્વરૂપ કહીએ છીએ. જ્ઞાન જાણપણું એ રીતે નિર્વિકલ્પ છે, તે સ્પશેયને
જાણે છે; તે પરશેયોને જાણવામાં, જ્ઞાન નિશ્ચયથી જાણે તો જ્ઞાન જડ થાય તાદામ્યવૃત્તિથી એક થઈ જાય; તેથી નિશ્ચયથી તો ન જાણે, ઉપચારથી જાણે તો સર્વજ્ઞતા કઈ રીતે [અને]? જો ઉપચારમાત્ર તો જાઠો છે તો સર્વજ્ઞ [ પણું] જૂઠું થાય, તે ન બને.
તેનું સમાધાન - જેમ અરીસામાં ઘડો-વસ્ત્ર વગેરે દેખાય છે, ત્યાં જે દેખવું તે તો ઉપચાર દર્શન નથી, [ તેમ જ્ઞાન] શેયોને પ્રત્યક્ષ દેખે છે તે તો જૂઠું નથી, પરંતુ આટલું વિશેષ છે કે ઉપયોગ જ્ઞાનમાં સ્વ-પરપ્રકાશક શક્તિ છે, તે પોતાના સ્વરૂપપ્રકાશનમાં નિશ્ચળ વ્યાપ્ય-વ્યાપક વડે લીન થયેલો અખંડ પ્રકાશ છે; પરનું પ્રકાશન તો છે, પરંતુ વ્યાપકરૂપ એકતા નથી [ અર્થાત્ પરને જાણતાં જ્ઞાન પર