________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૨૭ અનિત્ય છે? તેનો ઉત્તર આમ છે કે જેટલી વસ્તુ છે તે બધી દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે; તેથી જ્ઞાન પણ દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે. તેનું વિવરણ દ્રવ્યરૂપ કહેતાં નિર્વિકલ્પ જ્ઞાનમાત્ર વસ્તુ; પર્યાયરૂપ કહેતાં સ્વઘેય અથવા પરશેયને જાણતું થયું શેયની આકૃતિ
પ્રતિબિંબરૂપ પરિણમે છે જે જ્ઞાન. (શ્લોક-૨૪૮ માંથી પેઈજ-૨૩૦) [ ૯ ] »વળી કેવો છે સ્યાદ્વાદી? સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન નિજસ્વરૂપ ચૈતન્યપ્રદેશ, તેની
સત્તારૂપે પરિણમ્યું છે જ્ઞાનનું સર્વસ્વ જેનું, એવો છે સ્યાદ્વાદી. વળી કેવો છે? જ્ઞાનવસ્તુમાં શેય પ્રતિબિંબરૂપ છે એવો છે શેય-જ્ઞાયકરૂપ અવશ્ય સંબંધ, આવું જાણું છે જ્ઞાનવસ્તુનું
સહજ જેણે, એવો હોતો થકો... (શ્લોક-૨૫૪માંથી પેઈજ-૨૪૦) [ ] ખંડાન્વય સહિત અર્થ- ભાવાર્થ આમ છે કે શેય-જ્ઞાયકસંબંધ વિષે ઘણી ભ્રાંતિ ચાલે
છે, તેથી કોઈ એમ સમજશે કે જીવવસ્તુ જ્ઞાયક, પુગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્યો શેય છે; પરંતુ એમ તો નથી, જેમ હમણાં કહેવામાં આવે છે તેમ છે-હું જે કોઈ ચેતનાસર્વસ્વ એવી વસ્તુસ્વરૂપ તે હું શેયરૂપ છું, પરંતુ એવા શેયરૂપ નથી; કેવા શેયરૂપ નથી? પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના જાણપણામાત્ર, ભાવાર્થ આમ છે કે હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં શેય-એમ તો નથી. તો કેમ છે? આમ છે-જ્ઞાન અર્થાત્ જાણપણારૂપ શક્તિ, શેય અર્થાત્ જણાવાયોગ્ય શક્તિ, જ્ઞાતા અર્થાત્ અનેક શક્તિએ બિરાજમાન વસ્તુમાત્ર, –એવા ત્રણ ભેદ મારું સ્વરૂપમાત્ર છે એવા શેયરૂપ છું. ભાવાર્થ આમ છે કે હું પોતાના સ્વરૂપને વેધવેદકરૂપે જાણું છું તેથી મારું નામ જ્ઞાન, હું પોતા વડે જણાવાયોગ્ય છું તેથી મારું નામ શેય, એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિરૂપ છું તેથી મારું નામ જ્ઞાતા; એવા નામભેદ છે, વસ્તુભેદ નથી. કેવો છું? જીવ જ્ઞાયક છે, જીવ શેયરૂપ છે, એવો જે વચનભેદ તેનાથી ભેદને પામું છું. ભાવાર્થ આમ છે કે-વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી.
(શ્લોક-૨૭૧, પેઈજ-૨૫૮, ૨૫૯) [ ] જીવ વસ્તુ સર્વકાળ મુક્ત છે એવું અનુભવમાં આવે છે. વળી કેવું છે? જીવનો સ્વભાવ
સ્વ-પર જ્ઞાયક છે એમ વિચારતાં સમસ્ત શેયવસ્તુના અતીત-અનાગતવર્તમાનકાળગોચર પર્યાય એક સમયમાત્ર કાળમાં જ્ઞાનમાં પ્રતિબિંબરૂપ છે; વસ્તુને સ્વરૂપ સત્તામાત્ર વિચારતાં “શુદ્ધ જ્ઞાનમાત્ર” એમ શોભે છે. ભાવાર્થ આમ છે કેવ્યવહારમાત્રથી જ્ઞાન સમસ્ત શેયને જાણે છે, નિશ્ચયથી જાણતું નથી, પોતાના સ્વરૂપમાત્ર છે, કેમ કે શેય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ નથી. (શ્લોક-૨૭૪, પેઈજ-૨૬૧)
ANY