________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૨૯ સાથે એકમેક થતું નથી], તેથી ઉપચાર સંજ્ઞા થઈ. વસ્તુશક્તિ ઉપચાર નથી. એ વાત વિશેષ લખીએ છીએ
કોઈ એક મિથ્યાવાદી એમ માને છે કે શેયોનું જાણપણું છે તે જ અશુદ્ધતા છે, જ્યારે તે મટશે ત્યારે અશુદ્ધતા મટશે પરંતુ એમ તો નથી, કેમકે જ્ઞાન વિષે એવી સ્વપરપ્રકાશકતા પોતાના સહજ ભાવથી છે, તે અશુદ્ધભાવ નથી. અરૂપી આત્મપ્રદેશોનો પ્રકાશ લોક-અલોકના આકારરૂપ થઈને મેચક ઉપયોગ [ અનેકાકાર ઉપયોગ ] થયો છે. આ સંબંધમાં (શ્રી સમયસાર) માં કહ્યું છે કે- “નિરુપત્મિપ્રવેશ પ્રકાશમાનનીવાતોવાવરમેવોપયોગ નક્ષTIછત્વશ9િ:' [ અર્થાત્ અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક અર્થાત્ અનેક આકારરૂપ એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ છે.
તે જ સ્વચ્છત્વ શક્તિ છે, જેમ અરીસામાં જો ઘટ પટ દેખાય તો નિર્મળ છે; અને જો ન દેખાય તો મલિન છે, તેમ જ જ્ઞાનમાં જો સકળ શેય ભાસે તો નિર્મળ છે, ન ભાસે તો નિર્મળ નથી. જ્ઞાન પોતાના દ્રવ્ય-પ્રદેશવડે તો શેયમાં જતું નથી–શેયમાં તન્મય થતું નથી. જો એ પ્રમાણે તન્મય થઈ જાય તો શેયાકારોનો નાશ થતાં જ્ઞાનનો વિનાશ થઈ જાય. માટે દ્રવ્યથી [ જ્ઞાનને ] શેય વ્યાપકતા નથી. જ્ઞાનની કોઈ [ એવી] સ્વપરપ્રકાશક શક્તિ છે, તે શક્તિની પર્યાયવડે શેયોને જાણે છે. (પેઈજ-૧૪-૧૫)
અધ્યાત્મ રહસ્ય
વિદ્ધવર્ય પં. શ્રી આશાધરજી વિરચિત
સ્વ આત્માનું સ્વરૂપ વ્યાખ્યા- આત્મા, નિજઆત્મા, સ્વઆત્મા એ સર્વનો એક જ અર્થ છે જે શબ્દરૂપે છે. આત્માનો નિજત્વ વાચક શબ્દ જે “સ્વ' વિશેષણ છે તે પર આત્માઓથી પોતાના આત્માને ભેદ પાડીને ભિન્ન બતાવે છે. દ્રવ્યદૃષ્ટિથી કે ગુણોથી જો કે આત્મા પરસ્પર સમાન છે. તો પણ વ્યક્તિરૂપે ભિન્ન પ્રદેશોરૂપની દૃષ્ટિથી જોતાં સર્વ આત્માઓ ભિન્ન-ભિન્ન છે અને દરેકની સાધના તથા વિકાસક્રમ પણ ભિન્ન-ભિન્ન છે. એટલા માટે જ વિકાસ માર્ગમાં પોતાના આત્માને જુદી વ્યક્તિ તરીકે પ્રથમ ધ્યાનમાં લેવા યોગ્ય છે. આવું ભિન્નપણું પ્રત્યેક સંજ્ઞી (સમનસ્ક ) જીવને માટે, કદાચ તે મૂઢ હોય કે પશુ હોય તે સર્વને “અહં” શબ્દના વાચ્યરૂપે પ્રતિભાસ થાય છે. અર્થાત્ જ્યારે જીવ અનુભવ કરે છે કે હું સુખી છું, હું આહાર કરું છું, હું પીઉં છું, હું સૂઈ જાઉં છું, જાગુ છું, ચાલુ છું કે બેસું છું હું ઠંડી-ગરમી, ભૂખ-તરસ, વધ-બંધનથી દુઃખી છું ઇત્યાદિરૂપ પ્રતિભાસ તે સ્વ આત્મા હું અને તે સ્વ આત્મા મુખ્યપણે પોતાના હૃદયકમળની મધ્યમાં (જેને કર્ણિકા કહે છે) પ્રતિભાસે છે- અનુભવાય છે.