________________
૧૩૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પણ પોતાને તો દેખાતો નથી, જાણતો નથી તે શેયના આકારરૂપે પોતાને આચરે. છે, તેની સાથે પોતાપણારૂપે સ્થિર થઈને રહે છે કે “હું આવો છું'.
હે સંત, તું જાણ, જ્ઞાનદર્શનચારિત્ર વડે જ પરશેય ભાસતાં જીવ એ રીતે સ્વાંગી થાય છે, જેથી આ જીવની વસ્તુમાં તો એવો સ્વાંગ તો હતો જ નહિ, તો પછી આ ભાવને જીવનો નિજભાવ કેવી રીતે કહેવામાં આવે? જેથી આ જીવે પરશેય ભાસનો સ્વાંગ પોતારૂપે ધારણ કરી લીધો છે તેથી આ જીવ વિષે આ સ્વાંગભાવને પરભાવ' નામથી કહેવામાં આવે છે. હવે તે સ્વાંગને જ નામસંજ્ઞાભેદથી કહું છું. તે તું સાંભળ. દેખો, જે આ પગલના અખાડામાં મૂર્તિક અચેતનનો બનેલો, શુભ રંગરસગંધસ્પર્શાદિકના બનેલા જે સ્કંધો તે પુણ્ય; અશુભરસગંધસ્પર્ધાદિકના બનેલા સ્કંધો તે પાપ; કર્મવર્ગણા આવવાના સ્વાંગરૂપ જે મોહાદિ રાહ (દ્વાર) બન્યો તે રાહ આશ્રયસ્વાંગ, સ્નિગ્ધરૂક્ષ શક્તિથી પરસ્પર વર્ગણા મળીને જે એક પિંડ થઈને બને તે બંધસ્વાંગ. વર્ગણા આવવાનો રાહ રોકાઈ જાય તે સંવરસ્વાંગ. જે થોડી થોડી વર્ગણા પોતાના સ્કંધથી ખરી જાય તે નિર્જરા– સ્વાંગ; જે સર્વ ખરી જાય તે મોક્ષસ્વાંગ; એક ક્ષેત્રાવગાહી પુદ્ગલના શેય-અખાડામાં જે આવા સ્વાંગો બન્યા છે, તેવા તેવા સ્વાંગો (તેના અનુસાર જે સ્વાંગો) આ વિકારી જીવનાં જ્ઞાનદર્શનચારિત્રથી જે નીપજ્યા, જે અમૂર્તિક નિપજ્યાં તે કેવી રીતે?
(પુણ્ય:-) એક ક્ષેત્રાવગાહી પૌદ્ગલિક પુણ્યશેય તેને દેખવા-જાણવારૂપ ઉપયોગપરિણામ થયા, તે કાલે વળી ચારિત્રપરિણામે વિશ્રામરૂપ સુખ જેવા અથવા રંજિતરૂપ સુખ જેવા થયા થકાં, તે જ પરિણામોના આકારરૂપ ધારણ કર્યા. ત્યારે એરૂપે જીવનો અમૂર્તિક પુણ્યસ્વાંગભેદ નીપજ્યો.
(પાપ:-) વળી જે કાલે એકક્ષેત્રાવગાહી પાપશેયને દેખવા જાણવારૂપ ઉપયોગપરિણામ થયા તે કાલે વળી ચારિત્રપરિણામે વિશ્રામરૂપ દુઃખસંતાપરૂપે અથવા રંજિતરૂપ દુઃખરૂપે થયાં થકાં તે જ પરિણામોના આકારરૂપ ધારણ કર્યો ત્યારે એરૂપે જીવનો અમૂર્તિક ચેતનપાપસ્વાંગભેદ નીપજ્યો.
(આશ્રવ ) વળી એકત્રાવગાહ પૌલિક મિથ્યાત્વ, અવિરતિ, યોગ, કષાયરૂપ આશ્રયસ્વાંગ બન્યો, શેયને દેખવા-જાણવારૂપ આ જીવના ઉપયોગપરિણામ થયા તે કાલે વળી ચારિત્રપરિણામે વિશ્રામરૂપ અથવા રંજિતરૂપ થયો થકો તે જ પરિણામોના આકારરૂપ ધારણ કર્યા ત્યારે તેરૂપે પરિણમતાં આ જે રંજિત પરિણામ છે તે નવા નવા સુખ જેવા ભાસતા દુઃખસંતાપ અને દુઃખના જ રસસ્વાદ ઊપજવાનું કે તે રસસ્વાદ થવાનું કે તે રસસ્વાદ આવવાનું કારણ છે કે રાહ છે કે દ્વાર છે તેથી તેને આશ્રવનામથી કહે છે. એ રીતે જીવના તે ભાવનો એવાં અમૂર્તિક ચેતનઆસવસ્વાંગભેદ નીપજ્યો.
| (સંવર:-) વળી પૌદ્ગલિકમિથ્યાત્વ, અવિરતિ, યોગ, કષાયની નવી નવી વર્ગણા આવવાનો રાહ, તે રાહુ મટતાં નવીન વર્ગણા આવતી રોકાઈ જાય છે, તેથી તે રાહ મટવાનું નામ પૌલિક સંવરસ્વાંગ પડ્યું. શેયને દેખવાજાણવારૂપ આ જીવના