________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૩૫ સ્વચ્છતાના પરિણામની ચંદ્રાદિરૂપ કૂટ, તે કૂટભાવ છેસ્વાંગભાવ છે પણ કોઈ કૂટ પરિણામ નથી (મૂળ વસ્તુ નથી), ફૂટ જે છે તે પરિણામનો સ્વાંગ છે એથી તો આમ નિર્ણય કરવાથી તો આમ સિદ્ધ થયું કે જલાદિ સ્વચ્છતાના પરિણામમાં જે ચંદ્રાદિસ્વરૂપ બન્યું છે તે રૂપ અવસ્તુ છે, અપરિણામ છે. હે ભવ્ય, નિર્ણય કરવાથી તો જેમ છે તેમ વાત આવી રહી (સિદ્ધ થઈ ) તે તે દેખ્યું.
તેથી હવે અહીં નિસંદેહ જાણો - ગુણસ્થાન, માર્ગણાસ્થાન, કર્મ, જોગબંધ, કષાયબંધ, આશ્રવ, સંજમ, અસંજમ આદિ જેટલો જે વસ્તુઅંગ, પરિણામમય સંસાર છે તે સર્વને કેવલ પૌલિક જાણો, (પૌત્રલિક) દ્રવ્યમય જાણો. વળી ભાવસંસારના થવાની આવી વિધિ છે, તે તું સાંભળ.
આ જીવના ઉપયોગરૂપમાં સ્વચ્છતાના જે પરિણામ છે તે પરિણામમાં દેખવાજાણવાના સ્વભાવથી સર્વપરશેયદેશ્યના આકાર થાય છે એવી સદાય ઉપયોગની વસ્તુસ્વભાવરીતિ છે તેથી નિશ્ચયથી આ એક જીવમાં પર પણ છે, અને સ્વ પણ છે પરશેયરૂપ, પરદેશ્યરૂપ જ્ઞાનદર્શનના આકારથી જે કેવલ એક આકાર તે આકાર તો પર છે, અને ત્યાં જેટલું દેખવા જાણવારૂપ છે તેટલું તો સ્વ છે.
દેખો, નિશ્ચયથી સ્વ, પર આ જીવમાં છે, પ્રગટપણે આ જીવમાં છે. ઠીકરૂપસ્થિરરૂપ આચરણગુણ તે આચરણગુણ કોઈ શેયરૂપ પુદ્ગલસ્કંધના સંસારના નિમિત્તકાલથી કેવલ એક તે આકારોમાં જ પ્રવર્તે છે અને ક્યારેક કેવલજ્ઞાનદર્શનરૂપમાં પ્રવર્તે છે. વળી એક વાત છે કે જ્યારે આચરણગુણ તે એક (કેવલ, માત્ર) આકારોમાં પ્રવર્તે છે તે કાલે તો જીવદ્રવ્ય અજ્ઞાન, દુઃખાદિરૂપે અશુદ્ધ થાય છે વળી આચરણગુણ આકારને છોડીને જ્યારે એક કેવલજ્ઞાનદર્શનરૂપ પ્રવર્તે છે ત્યારે કેવલજ્ઞાન, સુખાદિની શુદ્ધતાથી જીવદ્રવ્ય શુદ્ધ થાય છે એવી આચરણની રીતિ છે.
તેથી હે ભવ્ય તું અહીં દેખ, આ આચરણગુણ જ્યારે તે એક આકારમાં જ પ્રવર્યો ત્યારે જીવને તે પર સ્વાંગરચના ઉપજી-પરવિકાર ઊપજ્યો. એ રીતે જીવપરિણામ પોતાને પરભાવના સ્વાંગરૂપે બનાવી લે છે. જે સર્વ ભાવસંસાર છે તે ભાવસંસાર કેવલ જીવનો જાણો. વળી પરિણામમય સંસારમાં એક પુદ્ગલ વ્યાપ્યવ્યાપક છે અને ભાવસંસારમાં એક જીવ વ્યાપ્યવ્યાપક છે.
(સંસાર કર્તુત્વ અધિકાર પેઈજ-૧૨૧ થી ૧૨૪) [ ] એક અહીં દૃષ્ટાંત જાણવું જેમકે એક મહાવર (લાખમાંથી બનેલા લાલ રંગ) મહાવર
છે. તે પોતે લાલ પરિણામમય ઊપજ્યો છે. તેથી તે મહાવર લાલ પરિણામમયનો કર્તા છે તથા (તેવીરીતે ) પુદ્ગલદ્રવ્ય પરિણામમય સંસારનો કર્તા છે. વળી તે મહાવરનું નિમિત્ત પામીને સ્ફટિકશિલામાં વિકારની લાલી થઈ તે લાલીભાવનો કર્તા પ્રત્યક્ષ તે શિલામાં તે શિલાનો સ્વચ્છ પરિણામ છે, તે સ્ફટિકદ્રવ્ય નથી, તે લાલીના પરિણામ કરવાનો અકર્તા છે. વળી જો તે પરિણામ વડે લાલીને કરે તો તે લાલી તે સ્ફટિકની તે સ્વચ્છતાની જેવી થઈ જાય ત્યાં તે લાલી તે સ્ફટિકનો ગુણ થાય, જ્યારે ગુણ થયો