________________
૧૨૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ વર્તમાનમાં જીવની સાથે એકપરિણમનરૂપ છે, તથા અશુદ્ધ પરિણામની સાથે વર્તમાનમાં જીવ વ્યાપ્ય વ્યાપકરૂપ પરિણમે છે, તેથી તે પરિણામોના જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે, તોપણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં ભિન્ન પ્રતીતિ થાય છે. તેનો વિચાર આમ છે કે જેવી રીતે સ્ફટિકમણિ સ્વરૂપથી સ્વચ્છતા માત્ર વસ્તુ છે, રાતો-પીળી-કાળી પુરીનો (આશ્રયરૂપ વસ્તુનો ) સંયોગ પામવાથી રાતો-પીળો-કાળો એ-રૂપે સ્ફટિકમણિ ઝળકે છે; વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતાં સ્વચ્છતામાત્ર ભૂમિકા સ્ફટિકમણિ વસ્તુ છે; તેમાં રાતા-પીળા-કાળાપણું પરસંયોગની ઉપાધિ છે, સ્ફટિકમણિનો સ્વભાવગુણ નથી; તેવી જ રીતે જીવદ્રવ્યનો સ્વચ્છ ચેતનામાત્ર સ્વભાવ છે; અનાદિ સન્તાનરૂપ મોહકર્મના ઉદયથી મોહ-રાગ-દ્વેષરૂપ-રંજિત અશુદ્ધચેતનારૂપે-પરિણમે છે, તોપણ વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતાં ચેતનાભુમિમાત્ર તો જીવવસ્તુ છે, તેમાં મોહરાગ-દ્વેષરૂપ રંજિતપણે કર્મના ઉદયની ઉપાધિ છે, વસ્તુનો સ્વભાવગુણ નથી.આ રીતે વિચારતાં ભેદભિન્ન પ્રતીતિ ઊપજે છે, જે અનુભવગોચર છે.
(મોક્ષ અધિકાર, શ્લોક-૧૮૧માંથી પેઈજ-૧૭૨) [ ] ભાવાર્થ આમ છે કે જેમ સમસ્ત જીવાદિ વસ્તુ સસ્વરૂપ છે, તે જ સત્ત્વ પર્યાયરૂપ છે,
તેમ ચેતના અનાદિનિધન સત્તાસ્વરૂપ વસ્તુમાત્ર નિર્વિકલ્પ છે તેથી ચેતનાનું દર્શન એવું નામ કહેવાય છે; જેથી સમસ્ત શેય વસ્તુને ગ્રહણ કરે છે, જે તે શેયાકારરૂપે પરિણમે છે-શેયાકારરૂપ પરિણમન ચેતનાનો પર્યાય છે તે રૂપે પરિણમે છે તેથી ચેતનાનું જ્ઞાન એવું નામ છે. આવી બે અવસ્થાઓને છોડે તો ચેતના વસ્તુ નથી એવી પ્રતીતિ ઊપજે. અહીં કોઈ આશંકા કરશે કે ચેતના ન રહે તો નહીં રહો, જીવદ્રવ્ય તો વિદ્યમાન છે? ઉત્તર આમ છે કે ચેતનામાત્ર દ્વારા જીવદ્રવ્ય સાધ્યું છે, તેથી તે ચેતના સિદ્ધ થયા વિના જીવદ્રવ્ય પણ સિદ્ધ થશે નહિ; અથવા જો સિદ્ધ થશે તો તે પુદ્ગલદ્રવ્યની માફક અચેતન સિદ્ધ થશે, ચેતન સિદ્ધ નહિ થાય.
(મોક્ષ અધિકાર, શ્લોક-૧૮૩માંથી પેઈજ-૧૭૫) [] ખંડાન્વય સહિત અર્થ:- વિદ્યમાન છે જે ચૈતન્યદ્રવ્ય તે જ્ઞાનાવરણાદિનું અથવા
રાગાદિ અશુદ્ધ પરિણામનું કર્તા નથી એવું સહજ સ્વભાવથી અનાદિનિધન એમ જ છે. કેવું છે? દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી ભિન્ન છે. પ્રકાશરૂપ એવા ચેતનાગુણ દ્વારા પ્રતિબિંબિત છે અનંત દ્રવ્ય પોતાના અતીત-અનાગત-વર્તમાન સમસ્ત પર્યાયો સહિત જેમાં, એવું છે.
(સર્વવિશુધ્ધજ્ઞાન અધિકાર, શ્લોક-૧૯૫માંથી પેઈજ-૧૮૫) [ ] ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે જે જ્ઞાનમાત્ર જીવનું સ્વરૂપ છે તેમાં પણ
ચાર પ્રશ્ન વિચારણીય છે. તે પ્રશ્ન કયા? એક તો પ્રશ્ન એવો કે જ્ઞાન શેયના સહારાનું છે કે પોતાના સહારાનું છે? બીજો પ્રશ્ન એવો કે જ્ઞાન એક છે કે અનેક છે? ત્રીજો પ્રશ્ન એવો છે કે જ્ઞાન અસ્તિરૂપ છે કે નાસિરૂપ છે? ચોથો પ્રશ્ન એવો કે જ્ઞાન નિત્ય છે કે