________________
૧૨૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ મોક્ષમાર્ગ પ્રકાશક
આચાર્યકલ્પ- પ. ટોડરમલજી [ ૯ ] આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ
જે વિરાગી બની સમસ્ત પરિગ્રહ છોડી શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે, પરદ્રવ્યમાં અહંબુદ્ધિ ધારતા નથી, પોતાના જ્ઞાનાદિક સ્વભાવને જ પોતાના માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી, પરદ્રવ્ય વા તેના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે તેને જાણે છે તો ખરા, પરંતુ ઈષ્ટ-અનિષ્ટ માની તેમાં રાગ-દ્વેષ કરતા નથી
(પેઈજ-૩) [ ] હવે એ કર્મબંધનરૂપ રોગના નિમિત્તથી જીવની કેવી કેવી અવસ્થાઓ થઈ રહી છે તે
અહીં કહીએ છીએ. પ્રથમ તો આ જીવનો સ્વભાવ ચૈતન્ય છે એટલે સર્વ દ્રવ્યોના સામાન્ય વિશેષ સ્વરૂપને પ્રકાશવાવાળો છે. જેવું એમનું સ્વરૂપ હોય તેવું પોતાને પ્રતિભાસે છે એનું જ નામ ચૈતન્ય છે. ત્યાં સામાન્ય સ્વરૂપ-પ્રતિભાસનનું નામ દર્શન છે તથા વિશેષ સ્વરૂપપ્રતિભાસનનું નામ જ્ઞાન છે. હવે એવા સ્વભાવવડે ત્રિકાલવર્તી સર્વગુણપર્યાયસહિત સર્વ પદાર્થોને પ્રત્યક્ષ યુગપત્ સહાય વિના દેખી-જાણી શકે એવી શક્તિ આત્મામાં સદાકાળ છે.
(પેઈજ-૩૫, ૩૬) [ 0 ] વળી જે જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠી મન દ્વારા પ્રવર્તતું હતું તે જ્ઞાન સર્વ બાજુથી
સમેટાઈ આ નિર્વિકલ્પ અનુભવમાં કેવલ સ્વરૂપસન્મુખ થયું, કારણકે તે જ્ઞાન ક્ષયોપશમરૂપ છે તેથી એક કાળમાં એક શેયને જ જાણે છે, તે જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્યું ત્યારે અન્યને જાણવાનું સહેજ જ બંધ થયું. ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દાદિક વિકાર હોવા છતાં પણ સ્વરૂપ ધ્યાનીને તેની કાંઈ ખબર નથી. એ પ્રમાણે મતિજ્ઞાન પણ સ્વરૂપ સન્મુખ થયું. વળી નયાદિકના વિચારો મટવાથી શ્રુતજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ થયુ.
(પેઈજ-૩૫૬)
અહા !ધર્મી જીવને આત્મજ્ઞાન થયું કે હું તો શુદ્ધ આનંદકંદ પ્રભુ છું, મારા દ્રવ્ય સ્વભાવમાં પર્યાયનો પણ અભાવ છે, એવા દ્રવ્ય સ્વભાવનો અંતર્મુખ થઈને
જ્યારે અનુભવ કરે છે ત્યારે તે જ્ઞાનની પર્યાયમાં એટલી તાકાત છે કે તે આખા દ્રવ્યને જાણે. જે પરમાત્મા પૂર્ણ સ્વરૂપ છે તેને અડયા વિના, પોતાના અસ્તિત્વમાં રહીને; દ્રવ્યનું જ્ઞાન કરે છે. દ્રવ્યનું અસ્તિત્વ છે માટે તેના અસ્તિત્વનું જ્ઞાન થયું- એમ પણ નથી. પોતાની પર્યાયના અસ્તિત્વનું સામર્થ્ય જ એટલું છે કે તે દ્રવ્યને સ્પર્શયા વિના આખા દ્રવ્ય ને જાણે. (કલશામૃત ભાગ-૨, પેઈજ નં-૨૩૫)