________________
૧૨૩
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
સામાન્ય ધર્મે એક સરખો જ પ્રતિભાસશે. જ્યારે પૂર્વ-ઉત્તર સમયાવર્તી પદાર્થની પરિસ્થિતિની ભિન્નતા લક્ષગત થતી નથી ત્યારે પ્રત્યેક પદાર્થ ધૃવત્વ (શાશ્વત) ધર્મયુક્ત જણાશે. એ જ સામાન્ય સ્થૂલ અનુમાન પ્રમાણથી પદાર્થ પ્રત્યેક સમયે એ
ત્રણે ગુણ સ્વભાવરૂપ સ્વયં સિદ્ધ છે. (ગાથા-૧૭૨, પેઈજ નં-૧૪૭) [ ૯ ] વળી એક જ પુરુષ પ્રથમ રંક હતો અને હવે તે જ પુરુષ રાજા થયો, ત્યાં અવસ્થા
પલટવારૂપ અપેક્ષાથી તે એક જ પુરુષમાં રંક અને રાજાપણું બન્ને વિવક્ષિત થાય છે. પરંતુ મનુષ્યપણાની અપેક્ષાએ જોતાં પ્રથમ પણ મનુષ્ય હતો, વર્તમાનમાં પણ મનુષ્ય છે. એમ વસ્તુમાં એકપણું અનેકપણું સ્પષ્ટ ભાસે છે અને એમ સાપેક્ષ પ્રતિભાસન તે ભ્રાંતિ નહીં પણ સમ્યક છે.
એમ સાપેક્ષિત પ્રતિભાસન પ્રત્યક્ષાદિક પ્રમાણોથી પણ ખંડિત થઈ શકતું નથી કારણ કે વસ્તુ સ્વરૂપ જ એવું છે. જે સમયે તે પુરુષ રંક મટી રાજા થયો તે જ સમયે તે જ પુરુષમાં રંક પર્યાયનો વ્યય અને રાજારૂપ પર્યાયનો ઉત્પાદ સુપ્રતીતપણે સિદ્ધ છે.
(ગાથા-૧૭ર પેઈજ નં-૧૪૭-૧૪૮) [ 0 ] અંશનો સમુદાય તે અંશી. અંશીની અપેક્ષાએ વસ્તુ સ્માત એકરૂપ છે. અને અંશોની
અપેક્ષાએ વસ્તુ સ્યાત્ અનેકરૂપ છે. જેમ એક જ પુરુષને સર્વાગ સાપેક્ષપણે એક કહેવામાં આવે તેમ તેનાં હસ્ત, પાદ આદિ અંગોની અપેક્ષાથી અનેક પણ કહેવામાં આવે છે. “અનંત ધર્માત્મક શુદ્ધ ચૈતન્યઘન આત્મા” એમ કહેતાં અનંત ધર્મોરૂપ અંશોના સમુદાયરૂપ અંશી એકપણે અનુભૂતિરૂપ થાય છે. જ્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સુખ, સત્તા આદિ ભિન્ન-ભિન્ન ધર્મો ભિન્ન ભિન્ન પ્રકારે અનેકરૂપે તે એક જ આત્મામાં સુપ્રતીત ગોચર થાય છે. તેથી વસ્તુ યુગપસ્યાત્ એક અનેકરૂપ છે. એમ અનેક ભંગ તરંગરૂપ વસ્તુ સ્વરૂપ ભિન્ન ભિન્ન સ્વરૂપ પ્રતિભાસે છે. પરંતુ વસ્તુ તો જે છે તે છે. (કોઈ કહે કુછ હૈ નહીં, કોઈ કહે કુછ હૈ, હૈ ઔર નહીં કે બીચ મેં જો કુછ હૈ સો હૈ.)
(ગાથા-૧૭૨ પેઈજ નં-૧૪૯)
શ્રોતા- અંદરમાં કર્મ છે તે હેય છે કે શેય છે? સમાધાન- હેય છે, હેયરૂપ શેય છે અને આત્મા ઉપાદેયરૂપ શેય છે. ઘણી સૂક્ષ્મવાત
ભાઈ ! શેય અર્થાત્ જાણવા લાયક તો બન્ને ચીજ છે; પરંતુ આ ઈન્દ્રિયથી ય જાણે છે તે હેય છે, અને અતીન્દ્રિય જ્ઞાનથી અંતરમાં જાણે છે તે ઉપાદેય છે અર્થાત્ આત્મા ઉપાદેય છે.
(પ્રવચન સુધા ભાગ-૩, પેઈજ નં-૫૬)