________________
૧૨૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ મોહનીય કર્મની રાગાદિ પ્રકૃતિઓનો ઉદય થાય છે તો જ રાગાદિરૂપ પરિણમે છે. એ સ્ફટિકમણિ સમાન સ્વચ્છ પરિણમનશીલ છે.
(ગાથા-પ૭નો ભાવાર્થ, પેઈજ નં-૧૭૪)
ઈબ્દોપદેશ શ્રી પૂજ્યપાદ આચાર્ય વિરચિત
ટીકાદાર : ૫. આશાધરજીકૃત [ ] સ્વાત્મ-તત્ત્વમાં સ્થિર થયેલો યોગી, જ્યારે બીજે ઠેકાણે જતો નથી પ્રવૃત્તિ કરતો નથી,
ત્યારે તે સ્વાભાથી ભિન્ન શરીરાદિના વિશેષોથી અર્થાત્ સૌન્દર્ય-અસૌન્દર્યાદિ ધર્મોનો અનભિજ્ઞ (અજાણ) રહે છે, અર્થાત્ તે જાણવાને અભિમુખ (ઉત્સુક) થતો નથી અને તે વિશેષોથી તે અજ્ઞાત હોવાથી તેમાં તેને રાગ-દ્વેષ ઉત્પન્ન થતા નથી, તેથી તે કર્મોથી બંધાતો નથી. ત્યારે શું થાય છે? વિશેષ કરીને (ખાસ કરીને) વ્રતાદિનું અનુષ્ઠાન (આચરણ) કરનારાઓ કરતાં તે અતિરેકથી (અતિશયપણે) તેમનાથી (કર્મોથી) મુક્ત થાય છે.
(ગાથા-૪૪ની ટીકા, પેઈજ નં-૯૫) [ ૯ ] આત્મા સ્વ-પર પ્રતિભાસસ્વરૂપ છે અર્થાત્ સ્વ-પર પ્રકાશક છે. તે સ્વયં પોતાને
જાણતાં પર જણાઈ જાય છે, તેથી જાણવા માટે તેને બીજાં કરણોથી (સાધનોની)
આવશ્યકતા રહેતી નથી. (શ્લોક-૨ના ભાવાર્થમાંથી પેઈજ નં. ૫૧) [ s ].દર્પણની જેમ આત્મામાં (જ્ઞાનમાં) એવી નિર્મળતા છે કે ત્રણ લોકના સર્વ પદાર્થો
તેમાં પ્રતિબિંબિત થાય છે. તેથી પોતાના આત્માને જાણતાં બધા પદાર્થો તેમાં જણાઈ જાય છે.
(ગાથા નં-ર૧માં સંદર્ભો, પેઈજ નં-૪૭) આત્માનુશાસન
સ્વામીશ્રી ગુણભદ્રાચાર્યકૃત [ ] એક જ વસ્તુ એક જ સમયમાં ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય સ્વરૂપ સાધ્ય થઈ શકે તેમ છે,
કારણકે અગર તેમ ન હોય તો એક જ વસ્તુમાં પ્રત્યક્ષાદિ પ્રમાણોથી અખંડિત એવી બે વિરુદ્ધ પ્રતીતિઓ કે “આ અન્ય છે અને આ તે જ છે' એમ ક્યાંથી ભાસે ? કોઈ એકાદ વસ્તુ તમે લ્યોને પરસ્પર પૂર્વ-ઉત્તરકાળવર્તી પરિસ્થિતિના ફેરફારથી એકબીજા સમયથી ભેદયુક્ત ભાસશે.
(ગાથા ૧૭૨, પેઈજ નં-૧૪૭) [ ] વળી તે જ પદાર્થ સામાન્ય દષ્ટિએ જોતાં એક સરખો અને અભેદ ભાસશે. તેથી માનવું
પડશે કે પદાર્થની પરસ્પર સમયવર્તી જુદાઈ વડે પદાર્થ સામાન્ય દષ્ટિએ જોતાં એક સરખો અને અભેદ ભાસશે. તેથી માનવું પડશે કે પદાર્થની પરસ્પર સમયવર્તી જુદાઈ વડે પ્રત્યેક સમયે ઉત્પાદ-વ્યયાત્મક છે, અર્થાત્ પૂર્વ પર્યાયનો નાશ અને ઉત્તર પર્યાયની
ઉત્પત્તિ પદાર્થમાં પ્રત્યેક ક્ષણે વર્યા કરે છે. (ગાથા-૧૭૨ પેઈજ નં-૧૪૭) [G ] વળી કોઈ પદાર્થના પૂર્વોત્તર પર્યાયો ઉપર વિશેષ લક્ષ દેવામાં ન આવે તો તે પદાર્થ