________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૧૫ [ ] અર્થ અથવા સર્વે દ્રવ્યોમાં તેની ભૂતકાળની અને ભાવિકાળની સ્વપર્યાયો તઆત્મક
(તેની) બનીને દ્રવ્યરૂપે સદા વિદ્યમાન છે. તો પછી સરૂપે રહેલી અર્હત્પર્યાયનું ધ્યાન કરવામાં વિભ્રમ કેમ કહી શકાય! અર્થાત્ પોતાના સ્વઆત્મામાં આત્માને અર્હતરૂપે ધ્યાવવામાં વિભ્રમ નથી. આમ ભ્રાન્તિના અભાવનો સિદ્ધાંત અને સિદ્ધરૂપ ધ્યાનમાં લઈ શકાય છે.
ભાવાર્થ- સિદ્ધાંત દૃષ્ટિથી વિચારતાં સર્વ દ્રવ્યોમાં તેની ભૂત અને ભાવિ પર્યાયો સ્વદ્રવ્યરૂપે સદા વિદ્યમાન છે. દ્રવ્યોથી તેની પર્યાયો જુદી નથી તેમજ દ્રવ્ય પણ તેની સ્વપર્યાયોથી ભિન્ન નથી. આ રીતે ભવ્ય જીવોને આ ભાવિ અહંત-પર્યાય દ્રવ્યરૂપે તદાત્મક સદા સ્થિત છે માટે ભવ્ય આત્મામાં સદા સ્થિત આ સતરૂપ અહંત-પર્યાય ધ્યાનમાં લેવી તેમાં વિભ્રમ નથી. ભાવિકાળમાં પ્રગટ થનારી વસ્તુ-પ્રદેશ પિંડના રૂપમાં સ્વાભાવિક દ્રવ્યથી ઉત્પન્ન તેની જ પર્યાય છે.
(ગાથા-૧૯૨-૧૩, પેઈજ નં-૮૬)
સર્વ જીવોનું સ્વરૂપ અર્થ- સર્વ જીવોનું સ્વરૂપ સ્વ-પર પ્રકાશક છે. સૂર્ય મંડળની જેમ પર દ્વારા તેનું પ્રકાશન થતું નથી (સ્વયં છે).
ભાવાર્થ- મુક્ત આત્માનું સ્વરૂપ સૂર્ય મંડળની રીતે સ્વ-પર પ્રકાશન છે છતાં પણ કોઈ એક જ પદાર્થનું નહિ- સર્વ જીવોનું પ્રકાશન છે. સૂર્યમંડળનું પ્રકાશન કોઈ અન્ય પદાર્થો દ્વારા નથી થતું તેમ આત્મ સ્વરૂપનું પ્રકાશન પણ કોઈ અન્ય પદાર્થ દ્વારા થતું નથી જેથી આત્માને સ્વસંવેધ કહેવામાં આવેલ છે.
(ગાથા-ર૩૫, પેઈજ નં-૧૦૨) [ ] અર્થ:- જેના દેહની જ્યોતિમાં જગત એવું ડૂબેલું રહે છે કે જેમ તે ક્ષીર સાગરમાં સ્નાન
કરી રહ્યું હોય, જેની જ્ઞાન જ્યોતિમાં ભૂ: (અધોલોક), ભવ (મધ્યલોક) અને સ્વઃ (સ્વર્ગલોક) એમ ત્રણ લોક બ્રેય (ઓમ એટલે પ્રણ, આરંભે, સ્વીકારે) તથા (અનુમતિ-અપાકૃતિ-અવસ્વીકારે, મંગલે, શુભે શેયે, (બ્રહ્મણિય) એમ (ઓનો અર્થ અત્રે શેય થાય છે) તે શેય અત્યંત સ્પષ્ટ થાય છે. તથા જેની શબ્દજ્યોતિ (વાણીના પ્રકાશ) માં સ્વઆત્મા અને પર પદાર્થ દર્પણની જેમ પ્રતિભાસિત થાય છે. જે દેવો વડે પૂજ્ય છે એવા શ્રીમાન જિનેન્દ્ર ભગવાન તે ત્રણે જ્યોતિની પ્રાપ્તિમાં અમને (સહાયક) નિમિત્ત હો. અત્રે દેહનો પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ અને વાણીનો પ્રકાશ એમ ત્રણ જ્યોતિ અમને પ્રાપ્ત થવામાં શ્રી જિનેન્દ્ર ભગવંત નિમિત્ત બનો તે ભાવના છે.)
ભાવાર્થ-... જ્ઞાન જ્યોતિનો અભિપ્રાય એ છે કે તે આત્મ જ્યોતિ છે. જેમાં સંપૂર્ણ જગતના ચર-અચર પદાર્થો યથાવસ્થિત રૂપમાં પ્રતિબિંબિત થાય છે—કોઈ પદાર્થ તેના જ્ઞાનની બહાર નથી. શબ્દ જ્યોતિનું તાત્પર્ય એ છે કે તે દિવ્ય ધ્વનિરૂપ વાણી છે. જેમાં જ્ઞાન જ્યોતિમાં પ્રતિબિંબિત થયેલ પદાર્થો દર્પણની માફક યથાર્થ