________________
૧૧૪
[]
[]
[]
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
તત્ત્વાનુશાસન
સ્વસંવેદનને માટે કોઈ ક૨ણાન્તર નથી
અર્થ:- સ્વ-૫૨નું જ્ઞાન થતાં તે સ્વસંવેદન કે આત્મ અનુભવ થાય છે તેને માટે આત્માથી અન્ય કોઈ કરણ ( જ્ઞતિ ક્રિયા માટે સાધકતમ કરણ ) હોતું નથી. માટે અન્ય ચિંતાનો ત્યાગ કરી સ્વ સંવિત્તિ વડે જ આત્માને જાણવો જોઈએ.
શ્રી રામસેનાચાર્ય વિરચિત
ભાવાર્થ:- આત્મા સ્વયં સ્વ-૫૨ શતિરૂપ છે તેને અન્ય કોઈ કારણ કેનિમિત્તની જરૂર નથી માટે કરણાન્તરની ચિંતાનો ત્યાગ કરી સ્વ જ્ઞતિ વડે આત્માને જાણવો જોઈએ. (ગાથા-૧૬૨, પેઈજ નં-૭૨ )
સ્વસંવિત્તિનો સ્પષ્ટ અર્થ
અર્થ:- સ્વતંત્રપણે ચમકતી (પ્રકાશતી ) આ જ્ઞાનરૂપ ચેતના તે શીરૂપે પ્રતિભાસિત ન થતી જ સ્વયં જ દેખવામાં આવે છે.
ભાવાર્થ:- સંવિત્તિ એટલે જ્ઞાન ચેતના. તે ૫૨ની અપેક્ષા નહિ રાખતી સ્વતંત્ર રૂપથી પ્રકાશતી દેખવામાં આવે છે. તેમાં શ૨ી૨નો કાંઈ પ્રતિભાસ નથી હોતો. (ગાથા-૧૬૮, પેઈજ નં-૭૪ ) સ્વઆત્મામાં લીન યોગીને બાહ્ય પદાર્થો પ્રતિભાસિત થતા નથી. અર્થ:- યોગી સમાધિ કાળમાં સ્વ આત્માને દેખે છે, જેથી બાહ્ય પદાર્થો જો કે ત્યાં વિધમાન હોવા છતાં આત્મા ૫૨મ એકાગ્રયતાને પ્રાસ હોવાથી તેને બાહ્ય પદાર્થોનું કાંઈ પણ ભાન રહેતું નથી. આ બધું ૫૨મ એકાગ્રયતાનો જ મહિમા છે કે કાંઈ પણ ( અન્ય ) ચિંતવન નથી હોતું. (ગાથા-૧૭૨, પેઈજ નં-૭૫ )
[ મુક્તિ માટે નૈરાįાદ્વૈત દર્શનની ઉક્તિનું સ્પષ્ટીકરણ ] અર્થ:- મુક્તિની પ્રાપ્તિ માટે જે નિરાત્મ્ય અદ્ભુત દર્શનની વાત કરી છે તેનો અર્થ એ છે કે તેમાં અન્ય આભાસથી રહિત સમ્યગ્ આત્મદર્શનરૂપ છે.
ભાવાર્થઃ– નૈરામ્યા-દ્વૈત દર્શન જે કહ્યું છે કે કોઈ આગમમાં હશે પરંતુ તેની અહીં સ્પષ્ટતા કરી છે કે અન્ય આભાસથી રહિત માત્ર કેવળ આત્મદર્શન રૂપે પરિણમતા ત્યાં અન્ય કોઈ વસ્તુનો પ્રતિભાસ નથી અને જો પ્રતિભાસ થાય તો સમજવું કે ત્યાં અદ્વૈત દર્શન નથી. (ગાથા-૧૭૪, પેઈજ નં-૭૬ )
[ ] અર્થઃ– આત્મજ્ઞાની આત્માને જે ભાવે જે રૂપે ધ્યાવે છે તેની સાથે એ જ પ્રકારે તે તન્મય
થઈ જાય છે– જેવી રીતે ઉપાધિની સાથે સ્ફટિકમણિ.
ભાવાર્થ:- સ્ફટિકમણિ એટલે વિશ્વરૂપ મણિ જે જે રૂપે ઉપાધિ સાથે સંબંધ કરે છે તે તે રૂપની ઉપાધિની સાથે ત ્રૂપતાને પ્રાપ્ત હોય છે એ પ્રમાણે આત્મજ્ઞાની આત્માને જેવા જેવા ભાવે ધ્યાવે છે તેવા ભાવે તેની સાથે તે રૂપે તન્મયતાને પ્રાસ હોય છે. (ગાથા-૧૯૧, પેઈજ નં-૮૫-૮૬)