________________
૧૧૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ બૃહદ દ્રવ્ય સંગ્રહ
આચાર્ય શ્રી નેમીચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી રચિત [ 2 ] જે નિશ્ચય-ભાવશ્રુતજ્ઞાન છે તે શુદ્ધાત્માભિમુખ હોવાથી સુખના સંવેદન સ્વરૂપ છે; તે
સ્વ સંવેદનના આકાર રૂપ હોવાથી સવિકલ્પ હોવા છતાં પણ, ઇન્દ્રિય-મન જનિત રાગાદિ વિકલ્પ જાળથી રહિત હોવાથી નિર્વિકલ્પ છે; અભેદનયે જે “આત્મા’ શબ્દથી કહેવાય છે.
(ગાથા-૫, પેઈજ નં-૧૯ ) [ ] સિદ્ધોમાં ઉત્પાદું વ્યય કેવી રીતે હોય છે? તેનું સમાધાન
(૧) આગમમાં કહ્યા પ્રમાણે અગુરુ લઘુના ષસ્થાનપતિત હાનિ-વૃદ્ધિરૂપે જે અર્થપર્યાયો છે તે અપેક્ષાએ ( સિદ્ધ ભગવાનને ઉત્પાદ-વ્યય ઘટે છે ).
(૨) શેય પદાર્થો પોતાના જે જે ઉત્પાવ્યય-ધ્રૌવ્યરૂપે પ્રતિસમય પરિણમે છે. તેની જ્ઞાતિના આકારે અનીતિવૃત્તિએ વિના ઈચ્છાએ સિદ્ધનું જ્ઞાન પણ પરિણમે છે તે
કારણે સિદ્ધ ભગવાનને ઉત્પાદ-વ્યય ઘટે છે. (ગાથા-૧૪, પેઈજ નં-૫૪) [ઉ] [ સમ્યક નિર્મળ અનુભૂતિથી વિરુદ્ધ મિથ્યાત્વાદિભાવ તે ભાવબંધ છે.]
ટીકા : જે ચેતન ભાવથી કર્મ બંધાય છે તે ભાવબંધ છે. સમસ્ત કર્મબંધ નષ્ટ કરવામાં સમર્થ અખંડ, એક પ્રત્યક્ષ પ્રતિભાસમય, પરમ ચૈતન્ય વિલાસ જેનું લક્ષણ છે એવા જ્ઞાનગુણના સંબંધવાળી અથવા અભેદનયથી અનંત જ્ઞાનાદિ ગુણના આધારભૂત પરમાત્માના સંબંધવાળી જે નિર્મળ અનુભૂતિ તેનાથી વિરુદ્ધ મિથ્યાત્વ રાગાદિ પરિણતિરૂપ અથવા અશુદ્ધ ચેતનભાવ સ્વરૂપ જે પરિણામથી જ્ઞાનાવરણાદિ કર્મ બંધાય છે તે પરિણામ ભાવબંધ કહેવાય છે...
(અધિકાર-નવ પદાર્થ ગાથા ૩રની ટીકામાંથી પેઈજ નં. ૧૦૫) [ ક ] (લક્ષ-અલક્ષ ઉપરથી જ્ઞાનની સવિકલ્પતા અને નિર્વિકલ્પતાની સિદ્ધિ)
જેમ જૈનમતમાં સત્તાવલોકનરૂપ ચક્ષુ આદિ દર્શન નિર્વિકલ્પ કહેવાય છે તેમ બૌદ્ધમતમાં જ્ઞાન નિર્વિકલ્પ કહેવાય છે. પરંતુ તે નિર્વિકલ્પ હોવા છતાં (ત્યાં) વિકલ્પને ઉત્પન્ન કરનાર કહેવાય છે. જૈનમતમાં તો જ્ઞાન વિકલ્પને ઉત્પન્ન કરનાર જ નથી પણ સ્વરૂપથી જ સવિકલ્પ છે અને તેવી જ રીતે સ્વપર પ્રકાશક છે. શંકાનો પરિહાર:
જૈન સિદ્ધાંતમાં જ્ઞાનને કથંચિત્ સવિકલ્પ અને કથંચિ નિર્વિકલ્પ માનવામાં આવે છે. તે આ પ્રમાણે- જેમકે વિષયાનંદરૂપ જે સંવેદન છે તે રાગ સંવેદનના વિકલ્પરૂપ હોવાથી સવિકલ્પ છે તો પણ બાકીના અનિચ્છિત સૂક્ષ્મ વિકલ્પોનો સદ્ભાવ હોવા છતાં તેમનું મુખ્યપણું નથી તે કારણે નિર્વિકલ્પ પણ કહેવાય છે; તેવી જ રીતે સ્વશુદ્ધાત્માના સંવેદનરૂપ વીતરાગ સ્વ સંવેદનશાન પણ સ્વસંવેદનના એક આકારરૂપ વિકલ્પમય હોવાથી સવિકલ્પ છે તોપણ બાહ્ય-વિષયોના અનિચ્છિત સૂક્ષ્મ વિકલ્પોનો સદ્ભાવ હોવા છતાં તેમનું મુખ્યપણું ન હોવાથી