________________
૧૧૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ વચનરૂપ છે. આ ત્રણ જ્યોતિ યુક્ત અને દેવોથી પૂજિત અહંત પરમાત્માનું સ્મરણ કરી પ્રાર્થના કરી છે કે અમે પણ જ્યોતિત્રય સ્વરૂપ અહંત પરમાત્મા બનીએ.
(ગાથા-૨૫૯, પેઈજ નં-૧૧૮, ૧૧૯)
સમાધિ તંત્ર આચાર્ય શ્રી પૂજ્યપાદ સ્વામી વિરચિત
ટીકાકાર- આચાર્ય પ્રભાચંદદેવ વિશેષ:- જ્ઞાન પર પદાર્થોને જાણે છે–એમ કહેવું તે પણ વ્યવહારનયનું કથન છે. વાસ્તવમાં
તો આત્મા પોતાને જાણતાં સમસ્ત પર પદાર્થો જણાઈ જાય છે એવી જ્ઞાનની નિર્મળતાસ્વચ્છતા છે.
(ગાથા-૨૦નું વિશેષ, પેઈજ નં-૩૮ માંથી) [G ] ટીકાઃ જે આત્માને (જ્ઞાની આત્માને ) સર્પદ એટલે પરિસ્પદયુક્ત (અનેક ક્રિયાઓ
કરતું) શરીરાદિરૂપ જગત લાગે છે – પ્રતિભાસે છે, કેવું (જગત) ? નિઃસ્પન્દ (નિશ્ચષ્ટ) સમાન, અર્થાત્ કાપાષાણાદિ સમાન એટલે તુલ્ય નિઃસ્પદ (નિશ્ચષ્ટ). શાથી તે સમાન (ભાસે છે) ? કારણકે તે ચેતનારહિત જડ – અચેતન છે તથા ક્રિયાભોગ અર્થાત્ ક્રિયા એટલે પદાર્થોની પરિણતિ અને ભોગ એટલે સુખાદિ અનુભવ એ બનેનો જેમાં અભાવ છે, એવું તે (જગત્ ) જેને પ્રતિભાસે છે તે શું કરે છે? તે શાન્તિ પામે છે, અર્થાત્ શમ એટલે પરમ વીતરાગતા અથવા સંસાર, ભોગ અને દેહ ઉપર વૈરાગ્ય – તેને પામે છે.
(ગાથા-૬૭, પેઈજ નં-૧૦૨) [ રે ] જેને દેહ અને આત્માનું ભેદ-દર્શન છે, તેને પ્રાથમિક યોગાવસ્થામાં અને પૂર્ણ ( સિદ્ધિ) યોગાવસ્થામાં જગત કેવું પ્રતિભાસે છે ? તે કહે છેઃ
ટીકા: પ્રથમ, જેણે આત્મ-તત્ત્વ જાણું છે અર્થાત્ દેહથી આત્મસ્વરૂપ ભિન્ન છે એવું જેને પ્રથમ જ્ઞાન થયું છે તેવા યોગનો આરંભ કરનાર યોગીને જગત ઉન્મત્ત જેવું (પાગલ જેવું) લાગે છે અર્થાત્ સ્વરૂપ-ચિંતનના વિકલ્પણાને લીધે શુભ-અશુભ ચેષ્ટાયુક્ત આ જગત વિવિધ બાહ્ય વિકલ્પયુક્ત, ઉન્મત્ત જેવું લાગે છે. પછીથી એટલે જ્યારે યોગની પરિપકવ અવસ્થા થાય, ત્યારે તેને આત્મબુદ્ધિનો સારો અભ્યાસ થયો છે.
અર્થાત્ જેણે આત્મસ્વરૂપની સારી પેઠે ભાવના કરી છે, તેવા નિશ્ચલ આત્મસ્વરૂપનો અનુભવ કરનારને, જગત સંબંધી ચિંતાના અભાવને લીધે અર્થાત્ પરમ ઉદાસીનપણાના અવલંબનને લીધે તે (જગત) કાઠ-પાષાણવત્ પ્રતિભાસે છે.
(ગાથા-૮૦, પેઈજ નં-૧૧૯/૧૨૦) [ ] અન્વયાર્થઃ સ્વપ્ન અવસ્થામાં પ્રત્યક્ષ જોવામાં આવેલા શરીરાદિકનો નાશ થવા છતાં
જેમ આત્માનો નાશ થતો નથી તેમ જાગ્રત અવસ્થામાં પણ દેખેલા શરીરાદિકનો નાશ થવા છતાં, આત્માનો નાશ થતો નથી; કારણકે બંને અવસ્થાઓમાં વિપરીત પ્રતિભાસમાં કાંઈ ફેર નથી.
ટીકા-સ્વપ્ન-અવસ્થામાં ભ્રાન્તિને લીધે આત્માનો વિનાશ પ્રતિભાસે છે એમ