________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૧૭
શંકા કરવામાં આવે, તો અન્યત્ર પણ ( જાગ્રત અવસ્થામાં પણ ) તે સમાન છે. ભ્રાન્તિ વિનાનો માણસ, શ૨ી૨નો વિનાશ થતાં આત્માનો વિનાશ ખરેખર માનતો નથી. તેથી બન્નેમાં (સ્વપ્ન અવસ્થામાં અને જાગ્રત અવસ્થામાં ) પણ વિપર્યાસમાં (ભ્રાન્તિમાં ) ફેર નહિ હોવાથી (ભ્રાન્તિ સમાન હોવાથી ) આત્માનો વિનાશ નહિ હોવા છતાં (તેનો ) વિનાશ પ્રતિભાસે છે, તેમ એવી ભ્રાન્તિ જાગ્રતઅવસ્થામાં પણ થાય છે.
ભાવાર્થઃ સ્વપ્નમાં શરીરનો નાશ જોવા છતાં આત્માનો નાશ થતો નથી તો પણ આત્માના નાશનો ભ્રમ (વિપરીત પ્રતિભાસ ) થાય છે; તેમ જાગ્રત–અવસ્થામાં પણ શરીરનો નાશ જોવા છતાં આત્માના વિનાશનો ભ્રમ થાય છે. બંને અવસ્થાઓમાં જે ભ્રમ થાય
છે તે સમાન છે. તેમાં કાંઈ તફાવત નથી. ( ગાથા-૧૦૧, પેઈજ નં-૧૪૯-૧૫૦)
[ ] ટીકાઃ સુસ અને ઉન્મત્તાદિ અવસ્થા જ વિભ્રમરૂપ પ્રતિભાસે છે. કોને ? આત્મસ્વરૂપ નહિ જાણનારાઓને-અર્થાત્ આત્મસ્વરૂપના યથાર્થ પરિજ્ઞાનથી રહિત બહિરાત્માઓને. આત્મદર્શી એટલે અંતરાત્માને, અક્ષીણ દોષવાળા એટલે જેના દોષ ક્ષીણ થયા નથી તેવા મોહથી ઘેરાયેલા બહિરાત્મા સંબંધીની સર્વ અવસ્થાઓ-જાગ્રત, પ્રબુદ્ધ, અનુન્મત્તાદિ અવસ્થા પણ, સુસ, ઉન્મત્તાદિ અવસ્થાની જેમ, વિભ્રમરૂપ પ્રતિભાસે છે; કા૨ણકે તેને (બહિરાત્માને ) યથાર્થપણે વસ્તુના પ્રતિભાસનો અભાવ છે;
( ગાથા- ૯૩ ની ટીકા )
“સંશય વિપરીતતા અને અજાણપણાના દોષ રહિત પદાર્થોનું જ્ઞાન તે વ્યવહા૨ સમ્યજ્ઞાન છે.’
99
હવે વ્યવહા૨ સમ્યગ્નાનની વાત કરે છે- તે પણ ત્રણ દોષ રહિત હોવું જોઈએઃ વીતરાગ તે સાચા દેવ હશે કે- અન્યમતમાં કહેલા દેવ સાચા હશે એવી માન્યતા તે-શંકા દોષ છે.
જિનેન્દ્ર ભગવાને કહેલા અનેકાન્ત સ્વરૂપથી વિપરીત જ્ઞાન કરવું અને એકાન્ત ક્ષણિક કહેનાર બુધ્ધાદિના કહેલાં પદાર્થોનું જ્ઞાન કરવું અને તેને સમ્યક્ જાણવું તે વિમોહદોષ છે.
વસ્તુ સ્વરૂપનું અજાણપણું તે-વિભ્રમદોષ છે.
જે જીવ નિશ્ચય આત્મજ્ઞાન પ્રગટ કરે છે તેનું ત્રણે દોષ રહિતનું જ્ઞાન તેને વ્યવહા૨ સમ્યજ્ઞાન કહેવાય છે.
(આત્મધર્મ અંક નં-૫૫૪, ડિસેમ્બ૨ ૧૯૮૯, પેઈજ નં-૨૦)