________________
૧૧૯
નિર્વિકલ્પ પણ કહેવાય છે. અહીં અપૂર્વ સ્વસંવેદનના આકારરૂપ અંતર્મુખ પ્રતિભાસ હોવા છતાં બાહ્ય વિષયોના અનિચ્છિત સૂક્ષ્મ વિકલ્પો પણ છે જ, તે જ કા૨ણે જ્ઞાન સ્વપર પ્રકાશક પણ સિદ્ધ થાય છે.
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
(ગાથા-૪૨ શંકા-ઉત્ત૨માંથી, પેઈજ નં-૨૧૦/૨૧૧) [ ]વિશેષ:- જેમ નેત્ર વિનાના પુરુષને દર્પણ વિધમાન હોય તોપણ પ્રતિબિંબોનું પરિજ્ઞાન થતું નથી, તેમ નેત્રસ્થાનીય (નેત્ર સમાન ) સર્વજ્ઞતારૂપ ગુણથી રહિત પુરુષને દર્પણ સ્થાનીય વેદશાસ્ત્રોમાં કહેલા પ્રતિબિંબ સ્થાનીય ૫૨માણું આદિ અનંત સૂક્ષ્મ પદાર્થોનું કોઈ પણ કાળે પરિશાન થતું નથી. એ રીતે કહ્યું પણ છે કે– ‘જે પુરુષને સ્વયં બુદ્ધિ નથી તેને શાસ્ત્ર શું (ઉ૫કા૨ ) કરી શકે ? કેમ કે નેત્ર રહિત પુરુષને દર્પણ શું ઉ૫કા૨ ક૨ે ? ( ગાથા-૫૦, પેઈજ નં-૨૪૩)
[ ] જેમ એક જ ચંદ્રમા અનેક જળ ભરેલા ઘડાઓમાં દેખાય છે તેમ એક જ જીવ અનેક શરીરોમાં રહે છે એમ કેટલાક કહે છે પણ તે ઘટતું નથી. કેમ ઘટતું નથી ? ચંદ્રના કિરણરૂપ ઉપાધિના વશે ઘડામાંના જળના પુદ્ગલો જ અનેક ચંદ્રના આકારરૂપે પરિણમ્યાં છે, એક ચંદ્રમાં અનેકરૂપે પરિણમ્યો નથી. તે બાબતમાં દૃષ્ટાંત કહે છે– જેમ દેવદત્તના મુખરૂપ ઉપાધિના વશે અનેક દર્પણોના પુદ્ગલો જ અનેક મુખના આકારરૂપે પરિણમ્યાં છે, એક દેવદત્તનું મુખ અનેકરૂપે પરિણમ્યું નથી. જો દેવદત્તનું મુખ જ અનેક મુખરૂપે પરિણમતું હોય તો તો દર્પણમાં રહેલ દેવદત્તના મુખનાં પ્રતિબિંબ પણ ચેતન બની જાય; પણ એમ તો બનતું નથી. (ગાથા-૫૭, પેઈજ નં-૨૬૭)
શ્રી નિયમસાર
શ્રી કુંદકુંદાચાર્યદેવ કૃત
ટીકાકા૨:- શ્રી પદ્મપ્રભમલધારિદેવ
ટીકાઃ- સુદૃષ્ટિઓને- અતિ આસન્ન ભવ્ય જીવોને—આ ૫૨મભાવ સદા નિરંજનપણાને લીધે (અર્થાત્ સદા નિરંજન પણે પ્રતિભાસ્યો હોવાને લીધે ) સફળ થયો છે; જેથી, આ પરમ પંચમભાવ વડે અતિ આસન્ન ભવ્ય જીવને નિશ્ચય ૫૨મ આલોચનાના ભેદરૂપે ઉત્પન્ન થતું ‘આલુંછન ’ નામ સિદ્ધ થાય છે, કારણકે તે ૫૨મભાવ સમસ્ત કર્મરૂપી વિષમ-વિષવૃક્ષના વિશાળ મૂળને ઉખેડી નાખવામાં સમર્થ છે. ( શ્રી નિયમસાર ગાથા-૧૧૦ની ટીકા પેઈજ નં-૨૧૮ )