________________
૧૧૩
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
તેનો પરિહાર-(૧) આગમ પ્રસિદ્ધ અગુરુલઘુગુણની હાનિવૃદ્ધિની અપેક્ષાએ અથવા (૨) જે ઉત્પાદાદિરૂપે શેય વસ્તુ પરિણમે છે તેની પરિચ્છિત્તિના (જાણવાના) આકારે જ્ઞાન પરિણમે છે તે અપેક્ષાએ અથવા (૩) સિદ્ધ થયા ત્યારે સંસાર પર્યાયનો નાશ થયો, સિદ્ધ પર્યાયનો ઉત્પાદ થયો અને શુદ્ધ જીવદ્રવ્યની અપેક્ષાએ ધ્રૌવ્ય રહ્યું તે
અપેક્ષાએ, સિદ્ધોને ઉત્પાદવ્યય જાણવા. (ગાથા-પ૬, પેઈજ નં-૭૨-૭૩) [ ] હવે આત્માને જાણતાં સર્વ જણાયું એમ દર્શાવે છે.
અન્વયાર્થ- હે યોગી! નિજ આત્માને જાણતાં, ત્રણલોક જણાયા કારણ કે આત્માના કેવલજ્ઞાન પર્યાયમાં તે પ્રતિબિંબિત થઈને વસે છે.
ભાવાર્થ- વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ જ્ઞાન વડે પરમાત્મ તત્ત્વ જાણતાં, સમસ્ત બાર અંગનું સ્વરૂપ જણાયું કારણકે (૧) જેથી રામ, પાંડવ આદિ મહાપુરુષો જિનદિક્ષા લઈને બાર અંગ ભણીને બાર અંગના અધ્યયનના ફલરૂપ, નિશ્ચયરત્નત્રયાત્મક પરમાત્મ ધ્યાનમાં લીન રહે છે તેથી વીતરાગ સ્વસંવેદનરૂપ જ્ઞાન વડે નિજ આત્માને જાણતાં સર્વ જણાયું છે. (૨) અથવા નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન પરમાનંદરૂપ સુખરસનો આસ્વાદ ઉત્પન્ન થતાં જ, પુરુષ એમ જાણે છે કે “મારું સ્વરૂપ અન્ય છે, દેહ-રાગાદિ પર છે” તેથી આત્માને જાણતાં સર્વ જણાયું. (૩) અથવા કર્તારૂપ આત્મા કરણભૂત શ્રુતજ્ઞાનરૂપ વ્યાતિજ્ઞાનથી સર્વ લોકાલોકને જાણે છે તેથી આત્માને જાણતાં સર્વ જણાયું. (૪) અથવા કેવલજ્ઞાનની ઉત્પત્તિના બીજરૂપ વીતરાગ, નિર્વિકલ્પ ત્રણગુણિયુક્ત સમાધિના બલથી કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં, જેવી રીતે દર્પણમાં પદાર્થો પ્રતિબિંબિત થાય છે તેવી રીતે સર્વ લોકનું સ્વરૂપ જણાય છે. એ કારણે આત્માને જાણતાં, સર્વ જણાયું.
(ગાથા-૯૯, પેઈજ નં-૧૨૨, ૧૨૩) ભાવાર્થ- જેવી રીતે વાદળાં વિનાના (નિર્મળ) આકાશમાં સૂર્યનો પ્રકાશ પોતાને અને પરને પ્રકાશે છે તેવી રીતે વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ કારણ સમયસારમાં સ્થિત થઈને, મોહરૂપી મેઘપટલનો નાશ થતાં, પરમાત્મા છઘ0અવસ્થામાં વીતરાગ ભેદભાવનારૂપ જ્ઞાન વડે સ્વ અને પરને પ્રકાશે છે, પછી અર્વતઅવસ્થારૂપ કાર્ય સમયસારરૂપે પરિણમીને કેવલજ્ઞાનથી સ્વ અને પરને પ્રકાશે છે. એ આત્મવસ્તુનો સ્વભાવ છે એમાં સંદેહ નથી. (ગાથા-૧૦૧, પેઈજ નં-૧૨૫, ૧૨૬)
तारागण: जले बिम्बितः निर्मले दृश्यते यथा।
आत्मनि निर्मले बिम्बितं लोकालोकमपि तथा।। १०२।। અન્વયાર્થ:- જેવી રીતે તારાઓનો સમૂહ નિર્મળ જલમાં પ્રતિબિંબિત થઈને દેખાય છે તેવી રીતે મિથ્યાત્વ રાગાદિ વિકલ્પજાળથી રહિત નિર્મળ આત્મામાં લોકાલોક પણ પ્રતિબિંબિત થઈને જણાય છે.
(ગાથા-૧૦૨, પેઈજ નં-૧૨૬) [ ] અન્વયાર્થ:- જે આત્માને જાણતાં, સ્વ અને પ૨ જણાય છે તે નિજ આત્માને હે યોગી ! તું જ્ઞાનના બલ વડે જાણ.
(ગાથા-૧૦૩, પેઈજ નં-૧૨૭)