________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૧૧ પણ જે મોહ દેખાય છે, તેનું કારણ કષાયાદિરૂપ દ્રવ્યકર્મનો સંબંધ છે. જો દ્રવ્યકર્મનો સંબંધ ન હોય તો મોહભાવનું દર્શન થઈ શકતું નથી.
(બંધ અધિકાર ગાથા-૪૫, પેઈજ નં. ૨૦૩)
આત્માની પરં જ્યોતિનું સ્વરૂપ વ્યાખ્યાઃ- જે અંતર જ્યોતિ તત્ત્વના પાછલા એક પળે (૩૩) માં ઉલ્લેખ છે તેના વિષયમાં અહીં લખ્યું છે કે આ આત્માની તે પરમ જ્યોતિ છે જેના અભાવમાં બધું જ અંધકારમય છે અને જેના સભાવમાં બધું જ ઉધોતરૂપ છે તથા અંધકાર પણ ઉદ્યોતરૂપે પરિણમી જાય છે. આ જ પરં જ્યોતિનો જયઘોષ કરતાં શ્રી અમૃતચંદ્રાચાર્યે લખ્યું છે કે આ પરમ જ્યોતિમાં બધા જ પદાર્થો-જીવાદિ પદાર્થોની આખી સૃષ્ટિપોતાની સમસ્ત ત્રિકાળવર્તી સપાટી જેમ પ્રતિબિંબિત થાય છે
(ચૂલિકા અધિકાર–ગાથા-૪૫, પેઈજ નં-૩ર૧) યુક્ત ભાવ સાથે આત્માની સ્ફટિક સમ તન્મયતા શબ્દાર્થ-આ યંત્ર વાહક જીવાત્મા જે જે ભાવ સાથે જોડાય છે તે તે ભાવ સાથે ત્યાં તન્મય થઈ જાય છે, જેવી રીતે વિશ્વરૂપધારી સ્ફટિકમણિ.
વ્યાખ્યાઃ– “યંત્રવાહક” શબ્દ દેહધારી જીવાત્માના અર્થમાં યોજાયો છે કે જે દેહનું સંચાલન કરે છે અને જેના ચાલ્યા જવાથી દેહ પોતાનું કામ કરવામાં સમર્થ થતો નથી. કારણકે દેહ એક યંત્ર સમાન છે. આ જીવની એક ખાસ સંજ્ઞા છે જેની શબ્દકોષમાં સામાન્ય રીતે ઉપલબ્ધિ નથી થતી અને વિશ્વરૂપ' સંજ્ઞા અહીં સ્ફટિકમણિને આપવામાં આવી છે, કેમ કે તે વિશ્વના બધા પદાર્થોના રંગરૂપે પરિણમવાની યોગ્યતા રાખે છે. આ સ્ફટિકના ઉદાહરણ દ્વારા જીવાત્માની પર પદાર્થ સાથે તન્મયતાની તદ્રુપ પરિણમનની વાત સ્પષ્ટ કરવામાં આવી છે. જેવી રીતે સ્ફટિકમણિ જે જે રંગરૂપની ઉપાધિ સાથે સંબંધ કરે છે તે તે રંગ રૂપની ઉપાધિ સાથે તન્મયતા (તદ્રુપતા) પામે છે, તેવી જ રીતે આત્મજ્ઞાની આત્માને જે ભાવ સાથે જે રૂપે ધ્યાવે છે તેની સાથે તે તે જ રૂપે તન્મયતા પામે છે. આથી વિવક્ષિત તન્મયતા સ્પષ્ટ થાય છે, કે જે તાદાભ્ય સંબંધ રૂપે નથી.
(ચૂલિકાધિકાર-ગાથા-૫૧, પેઈજ નં-૩૨૫)
Pબૌદ્ધ એવું માને છે કે જ્ઞાન શેય પ્રમાણ થાય છે. હવે કોઈ જૈન થઈને પણ એમ કહે કેશેયના કારણે જ્ઞાન થાય છે– તો તે પણ બૌદ્ધ જ છે. ખરેખર તો આત્મા પોતાના ક્ષયોપશમના કારણે જ જાણે છે. બોદ્ધમતવાળા જ્ઞાનને પરથી થયેલું માને છે, અને જૈન મિથ્યાદેષ્ટિ એવું માને છે કે નિમિત્ત આવે તો જ્ઞાન થાય છે; આથી તે પણ ખરેખર બૌદ્ધ જ છે. (મોક્ષમાર્ગ પ્રકાશક પ્રવચન હિન્દી ભાગ-૧ પેઈજ નં-૧૫૨)હ