________________
૧૧૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ તો તે પોતાને સંકોચી લે છે અથવા મૃતરૂપે દેખાડે છે, તેથી તેને સ્પર્શ- વિષયક અર્થજ્ઞાનનું હોવું પ્રાપ્ત થાય છે અને તેથી તેમાં જ્ઞાનગુણ ધારક જ્ઞાનીનું અસ્તિત્વ સિદ્ધ થાય છે-ભલે તે જ્ઞાન ગમે તેટલી થોડી માત્રામાં વિકસિત હોય.
(નિર્જરા અધિકાર, ગાથા ૩૬, પેઈજ નં-૧૯૯) વેને જાણે અને વેદકને ન જાણે તે આશ્ચર્યકારી છે. શબ્દાર્થ- દુબુદ્ધિ વેધને તો જાણે છે, વેદકને કેમ નથી જાણતો?[ દ્યોત્યપુણ્યત્તિ] પ્રકાશ્યને તો દેખે છે[નઘોતમ] પરંતુ પ્રકાશકને દેખતા નથી [ વત વહીવશર્જન] એ કેવું આશ્ચર્ય છે?
વ્યાખ્યા:-નિઃસંદેહ શેયને જાણવું અને જ્ઞાયકને-જ્ઞાન કે જ્ઞાનીને ન જાણવું એ એક આશ્ચર્યની વાત છે; જેવી રીતે કે પ્રકાશથી પ્રકાશિત વસ્તુને તો દેખવી પરંતુ પ્રકાશને ન દેખવો. આવા શાયક-વિષયમાં અજ્ઞાનીઓને અહીં દુબુદ્ધિ-વિકાર ગ્રસિત બુદ્ધિવાળા- કહ્યા છે. પાછલા પધમાં દીપક અને તેના પ્રકાશની વાત લઈને વિષયને સ્પષ્ટ કરવામાં આવેલ છે, અહીં ઉધોત અને તેના દ્વારા પ્રકાશિત પદાર્થની વાત લઈને તે જ વિષયને સ્પષ્ટ કરવામાં આવેલ છે, ધોતક, ધોત અને ધોત્યનો જેવો સંબંધ છે તેવો જ સંબંધ જ્ઞાતા જ્ઞાન અને શેયનો છે. એકને જાણવાથી બીજું જાણવામાં આવે છે. જેને એકને જાણતાં બીજાનો બોધ થતો નથી તે ખરેખર દુર્બુદ્ધિ છે.
(નિર્જરા અધિકાર-ગાથા ૩૯, પેઈજ નં-૨૦૦) [] શેયના (mયાકારના) લક્ષ્યથી આત્માના શુદ્ધરૂપને જાણીને ધ્યાવવાનું ફળ :
વ્યાખ્યા - જે લોકો શેયને જાણવામાં પ્રવૃત્ત હોવા છતાં પણ જ્ઞાયકને જાણવામાં પોતાને અસમર્થ બતાવે છે તેમને અહીં શેયના લક્ષ્યથી આત્માના ઉત્કૃષ્ટ સ્વરૂપને જાણવાની વાત કહેવામાં આવી છે અને સાથોસાથ એમ સમજાવવામાં આવ્યું છે કે આ રીતે શુદ્ધ સ્વરૂપ સામે આવતાં, શેયનું લક્ષ્ય છોડીને પોતાના તે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરો, તેનાથી કર્મોની નિર્જરા થાય છે.
(નિર્જરા અધિકાર–ગાથા-૪૦, પેઈજ નં-૨૦૦ થી ૨૦૧) [] વ્યાખ્યા - અહીં કડછી ચમચાના ઉદાહરણ દ્વારા પૂર્વ પદ્યમાં વર્ણિત વિષયને સ્પષ્ટ
કરવામાં આવેલ છે. કડછી-ચમચાનો ઉપયોગ કેવી રીતે ભોજનના ગ્રહણમાં કરવામાં આવે છે તેવી જ રીતે આત્માને જાણવામાં શેયના લક્ષ્યનો ઉપયોગ કરવામાં આવે છે. આત્માનું ગ્રહણ (જાણવું) થઈ જતાં શેયનું લક્ષ્ય છોડી દેવામાં આવે છે, અને પોતાના ગ્રહીત સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે.
(નિર્જરા અધિકાર-ગાથા નં-૪૧, પેઈજ નં-૨૦૧)
નિર્મળ ચેતનમાં મોહ દેખાવાનો હેતુ વ્યાખ્યા - નિર્મલ દર્પણમાં જે પ્રતિબિંબ દેખાય છે તેનું કારણ તે પરદ્રવ્યનો સંબંધ છે જે લેપાદિ રૂપે પાછલા ભાગ ઉપર લગાડવામાં આવે છે. નિર્મળ આત્મામાં