________________
૧૦૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ આત્માથી અલગ થઈને બાહ્ય પદાર્થોમાં જતો નથી, છતાં પણ તેના કેવળજ્ઞાનમાં તેજનું એવું મહાભ્ય છે કે તે બધા પદાર્થોને પોતાની પ્રભાથી શેયાકારરૂપે વ્યાસ કરી તે પદાર્થોમાં પોતાના પ્રદેશો સાથે તાદાભ્ય પામ્યું હોય એવું જણાય છે; જ્યારે દર્પણમાં તેની સ્વચ્છતાને વશે પ્રતિબિંબિત પદાર્થોની જેમ તેવું કાંઈ પણ નથી. માટે વ્યવહારનયની દૃષ્ટિએ જ્ઞાનનું શેયોમાં અને શેયો (પદાર્થો) નું જ્ઞાનમાં અસ્તિત્વ કહેવામાં આવે છે.
શ્રી કુંદકુંદાચાર્યે આ વાતને અધિક સ્પષ્ટ કરતાં પ્રવચનસારમાં લખ્યું છે – “जवि ते ण संति आट्ठणाणे णाणं णा होदि सव्वगयं। सव्वगयं वा णाणं कहं ण णाणट्ठिया अट्ठा।।३१।।
જો તે પદાર્થ કેવળજ્ઞાનમાં અસ્તિત્વ ન રાખતા હોય- ન ઝળકતાં હોય- તો કેવળજ્ઞાનને સર્વગત કહી શકાતું નથી અને જ્ઞાન જો સતર્ગત છે તો પદાર્થોને જ્ઞાનમાં સ્થિત કેવી રીતે ન કહેવાય? – કહેવા જ પડે ?
આ રીતે આ જ્ઞાનમાં શેયોની અને શેયોમાં જ્ઞાનની સ્થિતિ વ્યવહારનયની દૃષ્ટિથી છે. નિશ્ચયનયની દૃષ્ટિથી જ્ઞાન પોતામાં અને શેય પોતામાં સ્થિત છે. દર્પણમાં પ્રતિબિંબ અને પ્રતિબિંબમાં દર્પણની જેમ એકના અસ્તિત્વનો બીજામાં
વ્યવહાર કરવામાં આવે છે. (ગાથા-૨૧, પેઈજ નં-૨૩, ૨૪, જીવ અધિકાર) [ ] .....માટે ચુંબકની જેમ જ્ઞાનની સીમિત શક્તિ સમજી લેવી ન જોઈએ. તેમાં પ્રતિબંધકનો
અભાવ થઈ જવાથી દૂરવર્તી તથા અંતરિત જ નહી પણ સૂક્ષ્મ પદાર્થોને પોતાની તરફ આકર્ષિત કરવાની પોતાનો વિષય બનાવવાની-અનંતાનંત શક્તિ છે તેની બહાર કોઈ પણ પદાર્થ જાણ્યા વિના અશેયરૂપે રહેતો નથી. તેથી જ જ્ઞાનને “સર્વગત' કહ્યું છે. તે પોતાના આત્મપ્રદેશોની અપેક્ષાએ નહિ પરંતુ પ્રકાશની અપેક્ષાએ સર્વગત છે.
(ગાથા-૨૩ની વ્યાખ્યામાંથી પેઈજ નં-૨૬) [ ] વ્યાખ્યા:- પાછળના પધમાં એ બતાવવામાં આવ્યું છે કે કેવળજ્ઞાન દૂરવર્તી પદાર્થોને
પણ જાણે છે, ભલે તે દૂરપણું ક્ષેત્ર સંબંધી હોય કે કાળ સંબંધી, ત્યાં એ ભ્રમ ઉત્પન્ન થાય છે કે જ્ઞાન પરને જ સ્વભાવથી જાણે છે કે પોતાને પણ જાણે છે? આ પધમાં દીપકના ઉદાહરણ દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જેવી રીતે દીપક પર પદાર્થોનું ઉધોતન કરે છે તેવી જ રીતે પોતાનું પણ ઉદ્યોતન (પ્રકાશન) કરે છે– પોતાના પ્રકાશનમાં કોઈ પ્રકારે પરની અપેક્ષા રાખતો નથી તેવી જ રીતે જ્ઞાન પણ પોતાને તથા પર પદાર્થ સમૂહને સ્વભાવથી જ જાણે છે– પોતાને અથવા આત્માને જાણવામાં કોઈ બીજાની અપેક્ષા રાખતું નથી.
(ગાથા-૨૪, પેઈજ નં-૨૬, જીવ અધિકાર) [ 3 ]
જ્ઞાન સર્વ પદાર્થોમાં યુગપદ પ્રવૃત્ત ન થવાથી દોષાપત્તિ વ્યાખ્યાઃ- પાછળના પધોમાં ત્રિલોક સ્થિત ત્રિકાળગત સર્વ પદાર્થોને યુગપ જાણવાની વાત કહેવામાં આવી છે. આ પધોમાં એ બતાવવામાં આવ્યું છે કે જો