________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૦૭ પદાર્થોને જાણવાની શક્તિ છે, તે જ્યાં સુધી તેના ઉપર પડેલ આવરણાદિ પ્રતિબંધ સર્વથા દૂર થઈને તે શક્તિ પૂર્ણરૂપે વિકસિત થઈ જતી નથી ત્યાં સુધી તેમને પોતાનામાં પૂર્ણ રૂપે જાણી શકતું નથી. જ્ઞાન શક્તિને પૂર્ણ વિકસિત અને ચરિતાર્થ થવામાં બાધક કારણ છે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય નામના ચાર ધાતી કર્મ આ ચારેય ધાતકર્મોની સત્તા જ્યારે આત્મામાં નથી રહેતી ત્યારે તેમાં તે અપ્રતિત શક્તિ-જ્ઞાન જ્યોતિનો ઉદય થાય છે, જેને લોક-અલોકના સર્વ શેય પદાર્થોને પોતાનો વિષય કરવામાં પછી કોઈ રોકી શકતું નથી. જેમ દાહક સ્વભાવવાળી અગ્નિ મોજૂદ હોય, દાહ્ય-ઈન્જન પણ મોજૂદ હોય, તેને બાળવામાં અગ્નિને કોઈ પ્રકારનો પ્રતિબંધ પણ ન હોય અને છતાં પણ તે અગ્નિ તે દાહ્યની દાહક ન હોય એમ બની શકતું નથી, તેવી જ રીતે ઉક્ત અપ્રતિહત જ્ઞાન જ્યોતિના ધારક કેવળજ્ઞાની હોય અને તે કોઈપણ શેયના વિષયમાં અજ્ઞાની રહી શકે એમ પણ બની શકતું નથી. એ જ આશય શ્રી સમન્તભદ્ર સ્વામીકૃત આપ્તમીમાંસાની અપૂર્વ ટીકા અષ્ટસહસ્ત્રીમાં શ્રી વિધાનંદ સ્વામીએ નીચેના પ્રાચીન વાક્ય દ્વારા વ્યક્ત કર્યો છે–
'सो ज्ञेये कथमज्ञः स्यादसति प्रतिबन्धने।
दाद्धेऽग्निर्दाहको न स्यादसति प्रतिबन्धने"।। માટે કેવળજ્ઞાની શ્રી વર્ધમાન સ્વામીના જ્ઞાન દર્પણમાં અલોક સહિત ત્રણે લોક પ્રતિભાસિત થવામાં બાધાનું કોઈ સ્થાન નથી; કારણકે તેઓ ઘાતી-કર્મ મળ દૂર કરીને નિર્ધતકલિલાત્મા થયા છે.
(ગાથા-૧૯, પેઈજ નં- ૧૭ થી ૨૨) શેય-ક્ષિસ જ્ઞાનની વ્યાપકતાનું સ્પષ્ટીકરણ વ્યાખ્યા - અહીં રૂદ્રની' પદ તે શાતિશય મહાનલ રત્નનું વાચક છે જે ખૂબ તેજસ્વી હોય છે. તેને જ્યારે કોઈ દૂધથી ભરેલ કડાઈ જેવા વાસણમાં મૂકવામાં આવે છે ત્યારે તે દૂધના વર્તમાન રૂપનો તિરસ્કાર કરી તેને ચારે તરફથી પોતાના તેજ દ્વારા નીલું બનાવી દે છે. તેવી જ રીતે શેયોની વચ્ચે સ્થિત કેવળજ્ઞાન પણ પોતાના તેજથી અજ્ઞાન અંધકારને દૂર કરી સમસ્ત શેયોમાં શેયાકાર રૂપે વ્યાસુ થયું થયું તેમને પ્રકાશિત કરે છે.
દૂધથી ભરેલા જે મોટા પાત્રમાં ઇન્દ્રનીલ રત્ન પડેલું હોય છે તેના થોડા જ ભાગમાં જો કે સ્થિત હોય છે અને તેનો કોઈ પણ પરમાણું તેમાંથી નીકળીને બીજે જતો નથી છતાં પણ એના તેજમાં એવી વિચિત્રતા છે કે તે બધાય દૂધને પોતાના રંગે રંગી દે છે અને દૂધનો કોઈપણ પરમાણું વાસ્તવમાં નીલો થઈ જતો નથી- જો નીલમણિને દૂધમાંથી કાઢી લેવામાં આવે તો દૂધ જેમનું તેમ પોતાના સ્વભાવિક રંગમાં રહેલું દેખાય છે, નીલ રત્નની પ્રભાના સંસર્ગથી ક્યાંય પણ તેમાં કોઈ વિકાર દેખાતો નથી. એવી જ હાલત જ્ઞાન તથા શેયોની છે, શેયોની મધ્યમાં સ્થિત કેવળજ્ઞાન જો કે વાસ્તવમાં પોતાના આત્મ પ્રદેશોમાં જ સ્થિત હોય છે અને આત્માનો કોઈ પણ પ્રદેશ