________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૦૫ યોગસાર પ્રાભૂત
આચાર્ય શ્રી અમિતગતિ વિરચિત સાલોવેરાનાં ત્રિનોનાં કિધા વાયતે' આ વાક્યમાં જ્ઞાનને દર્પણરૂપે બતાવીને અથવા દર્પણની ઉપમા આપીને એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જેવી રીતે દર્પણ પોતાના સ્થાનેથી ખસીને પદાર્થોની પાસે જતું નથી કે તેમાં પ્રવેશ પામતું નથી અને ન તો પદાર્થ પણ પોતાના સ્થાનમાંથી ખસીને દર્પણ પાસે આવે છે અને તેમાં પ્રવેશ પામે છે; છતાં પણ પદાર્થ દર્પણમાં પ્રતિબિંબિત થઈને પ્રવેશ્યા હોય તેમ લાગે છે અને દર્પણ પણ તે પદાર્થોને પોતાનામાં પ્રતિબિંબિત કરતું થયું, તદ્ગત અને તે પદાર્થોના આકારરૂપ પરિણમેલું જણાય છે, અને આ બધું દર્પણ તથા પદાર્થોની ઈચ્છા વિના જ વસ્તુ–સ્વભાવથી થાય છે. તેવી જ રીતે વસ્તુ સ્વભાવથી જ શુદ્ધાત્મા કેવળીના કેવળજ્ઞાનરૂપ દર્પણમાં અલોક સહિત સર્વ પદાર્થ પ્રતિબિંબિત થાય છે અને આ દૃષ્ટિએ તેમને તે નિર્મળ જ્ઞાન આત્મપ્રદેશોની અપેક્ષાએ સર્વગત ન હોવા છતાં પણ સર્વગત કહેવાય છે અને તેને અનુસાર તે કેવળી પણ સ્વાભસ્થિત હોવા છતાં “સર્વગત' કહેવામાં આવે છે. એમાં વિરોધની કોઈ વાત નથી. આ પ્રકારનું કથન વિરોધાલંકારનો એક પ્રકાર છે, જે વાસ્તવમાં વિરોધ સહિત ન હોવા છતાં વિરોધ જેવું લાગે છે, અને તેથી જ વિરોધાભાસ' કહેવામાં આવે છે. તેથી કેવળજ્ઞાની પ્રદેશ અપેક્ષાએ સર્વ વ્યાપક ન હોવા છતાં પણ સ્વાભસ્થિત રહીને તેમને સર્વ પદાર્થોને જાણવામાં પ્રતિભાસ કરવામાં કોઈ બાધા આવતી નથી.
હવે અહીં એ પ્રશ્ન કરી શકાય છે કે દર્પણ તો વર્તમાનમાં પોતાની સન્મુખ અને કંઈક ત્રાંસા રહેલા પદાર્થોને જ પ્રતિબિંબિત કરે છે– પાછળના અથવા અધિક આજુબાજુના પદાર્થોને તે પ્રતિબિંબિત કરતું નથી- અને સન્મુખાદિરૂપે સ્થિત પદાર્થોમાં પણ જે સૂક્ષ્મ છે, દૂરવર્તી છે, કોઈ પ્રકારના આવરણથી યુક્ત છે, અમૂર્તિક છે, ભૂતકાળમાં સન્મુખ ઉપસ્થિત હતા, ભવિષ્યકાળમાં સન્મુખ ઉપસ્થિત થશે પરંતુ વર્તમાનમાં સન્મુખ ઉપસ્થિત નથી તેમાંથી કોઈને પણ વર્તમાન સમયમાં પ્રતિબિંબિત કરતું નથી. જો જ્ઞાન દર્પણ સમાન છે તો કેવળી ભગવાનના જ્ઞાન-દર્પણમાં અલોક સહિત ત્રણે લોકના સર્વ પદાર્થ યુગપ કેવી રીતે પ્રતિભાસિત થઈ શકે? અને જો યુગપ પ્રતિભાસિત ન થઈ શકે તો સર્વજ્ઞપણું કેવી રીતે બની શકે? અને કેવી રીતે ‘સાલો નાંત્રિતોનાં દિવા વર્ષગાયતે' એ વિશેષણ શ્રી વર્ધમાન સ્વામી માટે બંધ બેસતું થઈ શકે?
એના જવાબમાં હું ફક્ત એટલું જ બતાવવા ઈચ્છું છું કે ઉપમા અને ઉદાહરણ (દાંત) મોટા ભાગે એકદેશ હોય છે– સર્વદેશ નહિ અને તેથી સર્વ અપેક્ષાએ તેમની સાથે તુલના કરી શકાતી નથી. તેમનાથી કોઈ વિષય સમજવામાં મદદ મળે છે, એ જ તેમના પ્રયોગનું લક્ષ્ય હોય છે. જેમ કે કોઈના મુખને ચંદ્રમાની ઉપમા આપવામાં આવે છે તો તેનો એટલો જ અભિપ્રાય હોય છે કે તે અત્યંત ગૌર વર્ણનું છે– એવો