________________
૧(૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ સ્પર્ધા પામીને જ તેના વિષયભૂત સમસ્ત વિશ્વને દેખે છે.
(શ્રુતદેવતા સ્તુતિ-ગાથા-૨૩, પેઈજ નં-૩૦૬) [ 0 ] વિશેષાર્થ:- અભિપ્રાય એ છે કે જ્યાં સુધી પ્રાણીનું આત્મ સ્વરૂપ તરફ લક્ષ્ય નથી હોતું
ત્યાં સુધી તેને સંગીત સાંભળવામાં નૃત્ય પરિપૂર્ણ નાટક આદિ દેખવામાં, પરસ્પર કથા વાર્તા કરવામાં તથા શૃંગારાદિપૂર્ણ નવલકથા આદિ વાંચવા-સાંભળવામાં આનંદ આવે છે. પરંતુ જેવો તેના હૃદયમાં આત્મ સ્વરૂપનો બોધ ઉદય પામે છે તેવો જ તેને ઉપર્યુક્ત ઇન્દ્રિયવિષયોના નિમિત્તે પ્રાપ્ત થતો રસ (આનંદ) નીરસ પ્રતિભાસવા લાગે છે. અન્ય ઇન્દ્રિય વિષયોની તો વાત જ શું, પરંતુ તે વખતે તેને પોતાના શરીર ઉપર પણ અનુરાગ રહેતો નથી. તે એકાન્તસ્થાનમાં મૌનપૂર્વક સ્થિત થઈને આત્માનંદમાં મગ્ન રહે છે અને આ રીતે તે અજ્ઞાનાદિ દોષો અને સમસ્ત માનસિક વિકલ્પોથી રહિત થઈને અજર અમર બની જાય છે.
(પરમાર્થ વિંશતિ-ગાથા ૧૯, પેઈજ નં-૩૫૫)
શ્રી પંચાસ્તિકાય શ્રી કુંદકુંદાચાર્યદેવ વિરચિત
ટીકાકાર– શ્રી અમૃતચંદ્રદેવ [ ] આત્માનો ચૈતન્ય અનુવિધાયી (અર્થાત્ ચૈતન્યને અનુસરનારો) પરિણામ તે ઉપયોગ
છે. તે પણ બે પ્રકારનો છે. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. ત્યાં, વિશેષને ગ્રહનારું જ્ઞાન છે અને સામાન્યને ગ્રહનારું દર્શન છે (અર્થાત્ વિશેષ જેમાં પ્રતિભાસે તે જ્ઞાન છે અને સામાન્ય જેમાં પ્રતિભાસે તે દર્શન છે). વળી ઉપયોગ સર્વદા જીવથી અપૃથભૂત
જ છે, કારણકે એક અસ્તિત્વથી રચાયેલ છે. (ગાથા ૪૦ ની ટીકામાંથી) [ કુ ] અહીં જે પાંચ જ્ઞાનો વર્ણવવામાં આવ્યાં તે વ્યવહારથી વર્ણવવામાં આવ્યાં છે. નિશ્ચયથી તો વાદળાં વિનાના સૂર્યની માફક આત્મા અખંડ-એક-જ્ઞાનપ્રતિભાસમય જ છે.
(ગાથા-૪૧, ભાવાર્થનો છેલ્લો પારો, પેઈજ નં-૭૫) [ ] ટીકા- આ, વ્યવહારજીવત્વના એકાંતની પ્રતિપત્તિનું ખંડન છે (અર્થાત્ જેને માત્ર
વ્યવહારનયથી જીવ કહેવામાં આવે છે તેનો ખરેખર જીવ તરીકે સ્વીકાર કરવો ઉચિત નથી એમ અહીં સમજાવ્યું છે).
જે આ એકેંદ્રિય વગેરે તથા પૃથ્વીકાયિક વગેરે, “જીવો' કહેવામાં આવે છે તે, અનાદિ જીવ-પુદગલનો પરસ્પર અવગાહ દેખીને વ્યવહારનયથી જીવના પ્રાધાન્ય દ્વારા (-જીવને મુખ્યતા અર્પીને) “જીવો' કહેવામાં આવે છે. નિશ્ચયનયથી તેમનામાં સ્પર્શનાદિ ઇન્દ્રિયો તથા પૃથ્વી-આદિકાયો, જીવના લક્ષણભૂત ચૈતન્યસ્વભાવના અભાવને લીધે, જીવ નથી; તેમનામાં જ જે સ્વપરની જ્ઞપ્તિરૂપે પ્રકાશનું જ્ઞાન છે તે જ, ગુણ-ગુણીના કથંચિત્ અભેદને લીધે, જીવપણે પ્રરૂપવામાં આવે છે.
(ગાથા-૧૨૧ ની ટીકા, પેઈજ નં-૧૭૨)