________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૦૩ ભાવની અપેક્ષાએ અભાવ સ્વરૂપ પણ છે. તે પોતાનો સ્વભાવ છોડીને અન્ય સ્વરૂપે ન થવાને કારણે એક તથા અનેક પદાર્થોનું સ્વરૂપ પ્રતિભાસિત કરવાને કારણે અનેક સ્વરૂપ પણ છે. એવી તે સિદ્ધજ્યોતિનું ચિંતન બધા કરી શક્તા નથી પણ નિર્મળ જ્ઞાનના ધારક કોઈ વિશેષ યોગીજન જ તેનું ચિંતન કરે છે.
(સિદ્ધસ્તુતિ ગાથા-૧૩, પેઈજ નં-૨૦૯) [ ] વિશેષાર્થ-આ ભવ્ય જીવ જ્યારે અનેકાન્તમય પરમાગમનો અભ્યાસ કરે છે ત્યારે
તે વિવેકબુદ્ધિ પામીને સિદ્ધોનું યથાર્થ સ્વરૂપ જાણી લે છે. તે વખતે તે પોતાની જાતને કર્મ કલંકથી લિસ જાણીને તે જ સિદ્ધ સ્વરૂપને ઉપાધ્ય (ગ્રાહ્ય) માને છે. પરંતુ જેવું તેને સ્વરૂપાચરણ પ્રગટ થાય છે કે તરત જ તેની સંસારી અને સિદ્ધ વિષયક ભેદબુદ્ધિ પણ નષ્ટ થઈ જાય છે તે વખતે તેને ધ્યાન, ધ્યાતા અને ધ્યેયનો ભેદ જ રહેતો નથી. ત્યારે તેને સર્વ પ્રકારના વિકલ્પોથી રહિત એકમાત્ર શુદ્ધ આત્મ સ્વરૂપ જ પ્રતિભાસિત થાય છે.
(સિદ્ધસ્તુતિ-ગાથા-૧૪, પેઈજ નં-૨૧૦) [ ] વિશેષાર્થ- અભિપ્રાય એ છે કે ભેદબુદ્ધિ રહે ત્યાં સુધી શરીર અને સ્વ અને પરની
કલ્પના થાય છે. અંદર-બહાર; સ્થૂળ-સૂક્ષ્મ તથા પુરુષ–સ્ત્રી આદિ ઉપર્યુક્ત બધા વિકલ્પ એક તે શરીરના આશ્રયે જ થયા કરે છે. પણ જ્યારે તે ભેદબુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને અભેદબુદ્ધિ પ્રગટ થઈ જાય છે ત્યારે તે સમસ્ત ભેદ વ્યવહાર પણ તેની સાથે જ નષ્ટ થઈ જાય છે. તે વખતે અખંડ ચિતિંડ સ્વરૂપ એક માત્ર આ જ્યોતિનો જ પ્રતિભાસ થાય છે. ત્યાં સુધી કે આ નિર્વિકલ્પ અવસ્થામાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યઠ્યારિત્ર આદિનો પણ ભેદ નષ્ટ થઈ જાય છે.
(આલોચના અધિકાર-ગાથા ૧૯, પેઈજ નં-૨૨૫) [ ] અનુવાદ:- ઇન્દ્રિય, મન અને શ્વાચ્છોશ્વાસ નષ્ટ થઈ ગયા પછી જે નિર્મળ આત્માનું
ઉત્કૃષ્ટ સ્વરૂપ પ્રતિભાસિત થાય છે તે અતિશય સ્થિરતા પામીને અહીં જન્મ (સંસાર) રૂપ વનને બાળવા માટે તીક્ષ્ણ અગ્નિ સમાન હોય છે.
| (સબોધ ચંદ્રોદય અધિકાર-ગાથા ૧૭ પેઈજ નં. ૨૩૬) [ ] અનુવાદ-મનથી બાહ્ય શરીરાદિ તરફથી ખસીને આનંદરૂપ સમુદ્રમાં ડૂબી જતાં જે જ્યોતિ પ્રતિભાસિત થાય છે તે ઉત્કૃષ્ટ ચૈતન્યસ્વરૂપ જયોતિ જ્યવંત હો.
(નિશ્ચયપંચાશત્ અધિકાર ગાથા-૩ પેઈજ નં-૨૪૬) [ G ] અનુવાદ- શુધ્ધ ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન થઈ થતાં બધું જ જણાય જાય છે તથા તેને જોઈ
લેતાં બધું જ દેખવામાં આવી જાય છે. કારણ એ કે સમસ્ત શેય પદાર્થોનો વિષય કરનાર દર્શન અને જ્ઞાન ઉક્ત ચૈતન્ય સ્વરૂપથી ભિન્ન નથી.
[ સર્બોધ ચંદ્રોદય - ગાથા ૫૫ - પેઈજ નં.- ૨૬૦] [ s ] અનુવાદઃ- હે વચનોની અધીરી ! જે તારા બન્ને ચરણોરૂપ કમળોની ભક્તિથી પરિપૂર્ણ
છે તેને પૂર્ણ શ્રુતજ્ઞાનરૂપ તે ત્રીજું નેત્ર પ્રગટ થાય છે કે જે જાણે કેવળજ્ઞાન સાથે