________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૦૧ કાર્તિકેયાનુપ્રેક્ષા
શ્રી કાર્તિકેય સ્વામી વિરચિત [ કુ ] જ્ઞાન જીવના પ્રદેશોમાં રહીને જ સર્વને જાણે છે-એમ કહે છે.
ज्ञानं न याति ज्ञेयं ज्ञेयं अपि न याति ज्ञानदेशे। निजनिजदेशस्थितानां व्यवहार: ज्ञानज्ञेयानाम्।।२५६ ।।
અર્થ- જ્ઞાન છે તે શેયમાં જતું નથી તથા શેય પણ જ્ઞાનના પ્રદેશોમાં આવતાં નથી; પોતપોતાના પ્રદેશોમાં રહે છે, તોપણ જ્ઞાન તથા શેયમાં શેય-જ્ઞાયક વ્યવહાર છે.
ભાવાર્થ- જેમ દર્પણ પોતાના ઠેકાણે છે અને ઘટાદિક વસ્તુ પોતાના ઠેકાણે છે, છતાં દર્પણની સ્વચ્છતા એવી છે કે જાણે ઘટ દર્પણમાં આવીને જ બેઠો હોય ! એ જ પ્રમાણે જ્ઞાન-શેયનો વ્યવહાર જાણવો.
(પેઈજ નં. ૧૪૪) [ ગ ] અર્થ- જે નય ભૂત, ભવિષ્ય તથા વર્તમાનરૂપ વિકલ્પથી સંકલ્પમાત્ર (પદાર્થને) સાધે તે નૈગમનાય છે.
ભાવાર્થ:- ત્રણ કાળના પર્યાયોમાં અન્વયરૂપ છે તે દ્રવ્ય છે. તેને પોતાના વિષયથી ભૂતકાળની પર્યાયને પણ વર્તમાનવ સંકલ્પમાં લે, ભાવિકાળની પર્યાયને પણ વર્તમાનવ સંકલ્પમાં લે તથા વર્તમાનકાળની પર્યાયને તે કિંચિત્ નિષ્પન્ન હોય વા અનિષ્પન્ન હોય તોપણ નિષ્પન્નરૂપ સંકલ્પમાં લે એવા જ્ઞાન તથા વચનને નૈગમનય કહે છે. તેના અનેક ભેદ છે. સર્વ નયના વિષયને મુખ્યતા-ગૌણતાથી પોતાના સંકલ્પરૂપે વિષય કરે છે. જેમ કે મનુષ્ય નામના જીવદ્રવ્યને સંસારપર્યાય છે, સિદ્ધપર્યાય છે તથા આ મનુષ્યપર્યાય છે એમ કહે તો ત્યાં સંસારપર્યાય તો અતીત- અનાગત-વર્તમાન ત્રણ કાળ સંબંધી પણ છે, સિદ્ધપણું અનાગત જ છે તથા મનુષ્યપણું વર્તમાન જ છે છતાં આ નયના વચનથી અભિપ્રાયમાં વર્તમાન વિધમાનવ સંકલ્પથી પરોક્ષરૂપ અનુભવમાં લઈને કહે કે “આ દ્રવ્યમાં, મારા જ્ઞાનમાં, હાલ આ પર્યાય ભાસે છે' એવા સંકલ્પને નૈગમનયનો વિષય કહે છે. એમાંથી કોઈને મુખ્ય તથા કોઈને ગૌણરૂપ કહે છે.
આગળ શુકલધ્યાનનો ત્રીજો ભેદ કહે છે[ ૯ ] ભાવાર્થ- અહીં કેવળજ્ઞાન ઊપસ્યું ત્યારથી ઉપયોગ તો સ્થિર છે અને ધ્યાનમાં
અંતર્મુહૂર્ત ટકવાનું કહ્યું છે; પરંતુ એ ધ્યાનની અપેક્ષાએ તો અહીં ધ્યાન નથી પણ માત્ર યોગ થંભાઈ જવાની અપેક્ષાએ ધ્યાનનો ઉપચાર છે. અને જો ઉપયોગની અપેક્ષાએ કહીએ તો ઉપયોગ અહીં થંભી જ રહ્યો છે-કાંઈ જાણવાનું બાકી રહ્યું નથી. વળી પલટાવવાવાળું પ્રતિપક્ષી કર્મ પણ રહ્યું નથી તેથી તેને સદાય ધ્યાન જ છે પોતાના સ્વરૂપમાં રમી રહ્યાં છે, સમસ્ત શેયો આરસીની માફક પ્રતિબિંબિત થઈ રહ્યાં છે અને મોહના નાશથી કોઈ પદાર્થોમાં ઇષ્ટ-અનિષ્ટભાવ નથી. એ પ્રમાણે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામનું ત્રીજાં શુક્લધ્યાન પ્રવર્તે છે.
(ગાથા-૪૮૪ ના ભાવાર્થમાંથી)