________________
૧૦૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
નથી. શુદ્ધદૈષ્ટિથી તો જીવતત્ત્વ અદ્વૈતરૂપ જ છે, તેમાં આ નવ અવસ્થાઓનો પ્રતિભાસ... પ્રતીત થતો નથી. (ગાથા-૧૬૧, પેઈજ નં.૮૧)
[ ] અન્વયાર્થ:- [ અર્થ વિત્વ: આળાર: સ્વાત્] ‘સાકાર' શબ્દમાં આકાર શબ્દનો અર્થ, ‘વિકલ્પ થાય છે;’ તથા [ અર્થ: સ્વપરોવર: ] ‘અર્થ વિકલ્પ ’ શબ્દમાં ‘અર્થ’ શબ્દનો અર્થ સ્વ તથા ૫૨ વિષય થાય છે [ વા] અને [વિત્ત્વ: સોપયોગ: ] ‘વિકલ્પ’ શબ્દનો અર્થ જ્ઞાનની ઉપયોગ સહિત અવસ્થા થાય છે [હિં] કારણકે નિશ્ચયથી [ જ્ઞાનસ્ય પુતત્ નક્ષળ] જ્ઞાનનું લક્ષણ એ આકા૨ છે.
ભાવાર્થ:- ‘સાકાર’ શબ્દમાં આકાર શબ્દનો અર્થ, અર્થવિકલ્પ છે; ‘અર્થ વિકલ્પ’ શબ્દમાં અર્થ શબ્દનો અર્થ સ્વ-૫૨ પદાર્થ થાય છે; તથા ‘વિકલ્પ' શબ્દનો અર્થ જ્ઞાનની ઉપયોગ સહિત અવસ્થા થાય છે, તેથી આ પ્રમાણે નિરૂકિત કરવાથી ‘આકા૨’ શબ્દનો અર્થ જ્ઞાન ઉપયોગ થાય છે. (ગાથા-૩૯૧, પેઈજ નં. ૧૭૨ )
[ ] ભાવાર્થ:- ‘જ્ઞાન' ગુણ તરીકે સામાન્ય છે તથા પર્યાયપણે સાકાર છે. આત્માના ગુણોના બે ભેદ છે એક જ્ઞાનાકાર તથા બીજો શેયાકા૨. (જ્ઞેયાકાર શબ્દનો અર્થ, જ્ઞાન વિના આત્માના અનંત ગુણોને સામાન્ય આકાર હોય છે ) તેમાંથી જ્ઞાનની પરિણતિને જ્ઞાનાકાર કહે છે તથા બાકીના ગુણોની પરિણતિને શેયાકા૨ શબ્દથી કહેવામાં આવે છે. (ગાથા-૩૯૪, પેઈજ નં. ૧૭૪)
[ ] અન્વયાર્થ:- યોગની પ્રવૃત્તિના પરિવર્તનને વિકલ્પ કહે છે, અર્થાત્ એક જ્ઞાનના વિષયભૂત અર્થથી બીજા વિષયાન્ત૨૫ણાને પ્રાપ્ત થવાવાળી જે શેયાકારરૂપ જ્ઞાનની પર્યાય છે તે વિકલ્પ કહેવાય છે. ( ગાથા-૮૩૧, પેઈજ નં. ૩૨૬)
[ ] અન્વયાર્થ:- [ જ્ઞાનોપયોસ્ય સ્વમાવ મહિમોવય: ] જ્ઞાનોપયોગ ના સ્વભાવનો મહિમા જ કોઈ એવો છે કે તે (જ્ઞાનોપયોગ ) [ પ્રવીપવત્] પ્રદીપની માફક [આભપરોમયાગભાવશ્ર્વબસ્તિ ] સ્વ, તથા ૫૨ બન્નેના આકા૨નો એક સાથ (ગાથા-૮૫૮ નો અન્વયાર્થ, પેઈજ નં. ૩૩૮ )
પ્રકાશક છે.
[] ભાવાર્થનો બીજો પારોઃ- અથવા આ પદ્યનો આવો પણ અર્થ થાય છે કે - નિશ્ચયનયથી આત્મા, આત્મજ્ઞ ( આત્માને જાણનાર ) છે તેથી જે સમયે ૫૨મ શુદ્ધ આત્મા પોતાના શુદ્ધ કેવળજ્ઞાન દ્વારા પોતાના આત્માને જ સંપૂર્ણરીતથી જાણે છે તે સમયે જેમ તેને સ્વ (જ્ઞાન ) અને ૫૨નું (જ્ઞાનના વિષયભૂત શુદ્ધ આત્મદ્રવ્યનું ) પૂર્ણ જ્ઞાન થાય છે તે જ પ્રમાણે તે જ્ઞાનની અત્યંત નિર્મળ પ્રતિભાસક શક્તિથી બાકીનાં સંપૂર્ણ દ્રવ્યો પણ તેમાં સ્વયં પ્રતિભાસિત થવા લાગે છે, કા૨ણકે શુદ્ધ જ્ઞાનોપયોગનો એવો જ કોઈ અચિંત્ય મહિમા છે કે જેથી તે સ્વવિષયમાં જોડાતો થકો પણ સ્વ તથા અન્ય સર્વ પદાર્થોનો જ્ઞાતા થાય છે.
(ગાથા-૮૫૯, પેઈજ નં. ૩૩૯ )