________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
દૃષ્ટાંત -
[ ] અર્થ:- જેમ દર્પણમાં સ્વભાવથી જ સ્વચ્છતા (નિર્મળતા ) સિદ્ધ છે તો પણ સંબંધ થવાથી તેની વિકા૨ અવસ્થા થઈ જાય છે અને તે વિકાર વાસ્તવિક છે.
ભાવાર્થ:- મુખનું પ્રતિબિંબ પડવાથી દર્પણનું સ્વરૂપ મુખમય થઈ જાય છે તે તેની વિકારાવસ્થા છે અને તે કેવળ કલ્પના માત્ર નથી પરંતુ વાસ્તવમાં કાંઈક વસ્તુ છે. કેમ કે છાયા પુદ્ગલની પર્યાય છે. દર્પણની મુખમય પર્યાય સામે રહેલા મુખના નિમિત્તે થાય છે તેવી જ રીતે જીવના રાગદ્વેષ પરિણામોથી તે વૈભાવિક ગુણની વિકારાવસ્થા થઈ રહી છે. એની આવી અવસ્થા અનાદિ કાળથી છે.
૯૮
(ગાથા-૯૫૧, પેઈજ નં. ૫૩૧, ૫૩૨ ) [] ભાવાર્થ:- જ્ઞાનાવરણ કર્મે આત્માના જ્ઞાનગુણને ઢાંક્યો છે. જીવોમાં જ્ઞાનની જે ન્યૂનાધિકતા જોવામાં આવે છે તે જ્ઞાનાવ૨ણ કર્મની ન્યૂનાધિક્તાના નિમિત્તે જ પ્રાસ થાય છે. મૂર્ખાઓ કરતાં વિદ્વાનોમાં વિદ્વાનો કરતા મહાવિદ્વાનોમાં જ્ઞાનનું જે અધિકપણું પ્રાસ થાય છે તેનાથી ઋષિઓમાં અને તેમના કરતાં મહર્ષિઓ અને ગણધરોમાં જ્ઞાનનું અધિકપણું ઉત્તરોત્તર પ્રાપ્ત થાય છે પરંતુ આ બધું જ્ઞાન ક્ષયોપશમ રૂપ જ છે. જ્યાં જ્ઞાનાવરણરૂપ પળદો સર્વથા ખસી જાય છે ત્યાં જ આ આત્મા સમસ્ત લોકાલોકને જાણનાર સર્વજ્ઞ થઈ જાય છે. તે સર્વજ્ઞના જ્ઞાનમાં સમસ્ત પદાર્થોની બધી પર્યાયો સાક્ષાત્ ઝળકે છે. ( ગાથા-૧૧૪૩, પેઈજ નં. ૫૯૬ )
શ્રી પંચાધ્યાયી-ભાગ-૧
પં. શ્રી રાજમલ્લજી કૃત
અનુવાદ :- પં. - દેવકીનંદનજી કૃત
[
] અન્વયાર્થ:- [વિલ્પમાત્રાત્] વિકલ્પમાત્રપણાથી [તત્] તે [ અર્થ વિદ્યો જ્ઞાન] અર્થવિકલ્પાત્મક જ્ઞાન[yöભવતિ ]એક પ્રકારનું છેતથા[ વિશેષવિષયત્વાત્] સમ્યક્ અને મિથ્યારૂપ વિશેષનો વિષય હોવાથી [ સભ્ય જ્ઞાનં ] સમ્યકશાન [૬] તથા [ મિથ્યાજ્ઞાનં] મિથ્યાજ્ઞાન એ પ્રમાણે બે પ્રકારનું [અસ્તિ ] છે.
ભાવાર્થ:- સામાન્યપણાથી અર્થ વિકલ્પાત્મક અર્થાત્ સ્વપર વ્યવસાયાત્મક જે જ્ઞાન કહેવામાં આવે છે તે જ અર્થ વિકલ્પાત્મક જ્ઞાન, વિશેષર્દષ્ટિથી સમ્યક્ અને મિથ્યા વિશેષણયુક્ત પણ કહેવામાં આવે છે. યથાર્થ વિષયને વિષય કરવાવાળું જ્ઞાન સમ્યજ્ઞાન કહેવાય છે તથા અયથાર્થ વિષયને વિષય કરવાવાળું જ્ઞાન મિથ્યાજ્ઞાન કહેવાય છે. (ગાથા-૫૫૮, પેઈજ નં. - ૨૩૯ )
[ ] ભાવાર્થ:- જેમ આંખ, રૂપને દેખે છે પરંતુ તેટલા માત્રથી તે આંખ કાંઈ રૂપમાં પ્રવેશી જતી નથી, તે જ પ્રમાણે જ્ઞાન જ્ઞેયોને જાણે છે પરંતુ તેટલા માત્રથી તે જ્ઞાન કાંઈ શેયોમાં પ્રવેશી જતું નથી. માટે શેયજ્ઞાયક સંબંધને લીધે જ્ઞાનને શેયગત કહેવું તે નયાભાસ છે. ( ગાથા-૫૮૬, પેઈજ નં. ૨૫૨)