________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ છે ] ભાવાર્થ-... જેવી રીતે દર્પણનો સ્વભાવ છે કે તેની અંદર પ્રતિબિંબ પડવાથી તે દર્પણ
પદાર્થાકાર થઈ જાય છે તેવી જ રીતે જ્ઞાનનો સ્વભાવ છે કે તે પણ જે પદાર્થનો વિષય કરે છે તે જ પદાર્થના આકારે થઈ જાય છે. પદાર્થાકાર થતાં જ તે વસ્તુનો બોધ કહેવાય છે. તેથી જ્ઞાન સાકાર છે અને દર્શન નિરાકાર છે. બીજી વાત એ પણ છે કે જ્ઞાનમાં વસ્તુના વિશેષણ વિશેષ્ય સંબંધનો નિર્ણય થાય છે તેથી તે જ્ઞાન સાકાર છે અને બીજા ગુણ નિરાકાર છે. જ્ઞાન પોતાના સ્વરૂપનું પણ જ્ઞાન કરાવે છે તેથી સાકાર છે. બીજા ગુણો પોતાનું પણ સ્વરૂપ પ્રગટ કરી શકતા નથી તેથી નિરાકાર છે.
(ગાથા-૩૯૪, પેઈજ નં. ૩૭૫)
-શાનનું સ્વરૂપ[ ] અર્થ- સ્વ અને અનિશ્ચિત પદાર્થ, બન્નેનાય સ્વરૂપનું ગ્રાહક જ્ઞાન છે, તે બનેનોય
એક સમયમાં નિશ્ચય કરાવે છે, પરંતુ અનિશ્ચિત પદાર્થનો નિશ્ચય કરાવતી વખતે જ્ઞાન સ્વયં તે પદાર્થરૂપ થઈ જતું નથી. જ્ઞાન જ્ઞાન જ રહે છે અને પદાર્થ પર જ રહે છે.
ભાવાર્થ- જેવી રીતે દીપક પોતાનું સ્વરૂપ પણ પોતે દેખાડે છે અને સાથે જ બીજા ઘટપટાદિ પદાર્થોને પણ દેખાડે છે. તેવી જ રીતે જ્ઞાન પણ પોતાના સ્વરૂપનો બોધ કરાવે છે અને સાથો સાથ પર પદાર્થોનો પણ બોધ કરાવે છે. પરંતુ પરપદાર્થોનો બોધ કરાવતી વખતે તે જ્ઞાન સ્વયં પર પદાર્થરૂપે નથી. તે પર પદાર્થાકારે હોવા છતાં પણ પોતાના જ સ્વરૂપમાં છે. પદાર્થાકાર થવું તે જ્ઞાનનું નિજ સ્વરૂપ છે.
(ગાથા-૩૯૭, પેઈજ નં. ૩૭૬) [ ] અર્થ- ઉપયોગનું બદલવું તેને વિકલ્પ કહે છે. તે વિકલ્પ જ્ઞાનની પર્યાય છે અર્થાત્
પદાર્થાકાર જ્ઞાન જ તે શેયરૂપી પદાર્થથી ખસીને બીજા પદાર્થનો આકાર ધારણ કરવા માંડે છે.
ભાવાર્થ- આત્માનો જ્ઞાનોપયોગ એક પદાર્થથી ખસીને બીજી તરફ લાગે છે એનું જ નામ ઉપયોગ સંક્રાન્તિ છે. અને આ જ ઉપયોગનું નામ વિકલ્પ છે.
તે વિકલ્પ કયોપશમરૂપ છેઅર્થ- તે ઉપયોગ સંક્રાન્તિ સ્વરૂપ વિકલ્પ ક્ષયોપશમાત્મક છે. અર્થાત્ ઇન્દ્રિય અને પદાર્થના સંબંધથી થનારું જ્ઞાન છે કેમ કે અતીન્દ્રિય-ક્ષાયિક જ્ઞાનમાં સંક્રાતિનું થવું જ અસંભવ છે.
ભાવાર્થ- જ્યાં સુધી જ્ઞાનમાં અલ્પજ્ઞપણું હોય ત્યાં સુધી તે સર્વ પદાર્થોને યુગપ જાણી શકતું નથી પરંતુ ક્રમે ક્રમે કોઈવાર કોઈ પદાર્થને અને કોઈવાર કોઈ (બીજા) પદાર્થને જાણે છે. આ અવસ્થા ઇન્દ્રિયજન્ય જ્ઞાનમાં જ થાય છે. જે જ્ઞાન ક્ષાયિક છે-અતીન્દ્રિય છે તેમાં સર્વ પદાર્થો એક સાથે જ પ્રતિબિંબિત થાય છે તેથી તે જ્ઞાનમાં ઉપયોગનું પરિવર્તન થતું નથી. પરંતુ તે જ્ઞાન પણ સવિકલ્પ છે.
(ગાથા-૮૩૫,૮૩૬, પેઈજ નં.૪૮૯,૪૯૦)