________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ 8 ] શંકા- કદાચ કોઈ કહે કે જ્ઞાન ( ક્ષાયિક) કેવી રીતે હોઈ શકે કેમકે વિકલ્પ નામ
ઉપયોગની સંક્રાન્તિનું છે અને ક્ષાયિક જ્ઞાનમાં સંક્રાન્તિ હોતી નથી તો પછી ક્ષાયિકજ્ઞાન સવિકલ્પ કઈ રીતે હોઈ શકે? તેનું સમાધાન
અર્થ:- ક્ષાયિક જ્ઞાનમાં વિકલ્પપણું પોતાના લક્ષણથી આવે છે, નહીં કે એક અર્થથી બીજા પદાર્થના આકારે પરિણમનારા ઉપયોગના સંક્રમણરૂપ લક્ષણથી છદ્મસ્થ જ્ઞાનમાં એક ઉપયોગથી બીજો ઉપયોગ થાય છે તે ક્રમવર્તી જ્ઞાન છે. કેવળજ્ઞાન ક્રમવર્તી નથી.
-તે લક્ષણ આ પ્રમાણે છે[ ] અર્થ - ક્ષાયિકજ્ઞાનનું લક્ષણ આ પ્રમાણે છે- સ્વ-આત્મા અને અપૂર્વ પદાર્થને વિશેષપણે
જાણવા. અહીં અર્થ નામ પદાર્થનું છે અને ગ્રહણ નામ આકારનું છે. સ્વ અને પર પદાર્થના જ્ઞાનનું શેયાકાર થવું તે જ જ્ઞાનમાં સવિકલ્પતા છે.
ભાવાર્થ- જે જ્ઞાન પોતાને જાણે છે અને સાથે જ પર પદાર્થોને જાણે છે પરંતુ ઉપયોગથી ઉપયોગાન્તર થતું નથી તેને જ ક્ષાયિકજ્ઞાન કહે છે. જો કે ક્ષાયિકજ્ઞાનમાં પણ પદાર્થોના પરિવર્તનની અપેક્ષાથી પરિવર્તન થયા કરે છે તો પણ તેમાં છદ્મસ્થ જ્ઞાનની જેમ કોઈવાર કોઈ પદાર્થનું અને કોઈવાર કોઈ બીજા પદાર્થનું ગ્રહણ નથી. ક્ષાયિકજ્ઞાન બધા પદાર્થોને એક સાથે જ જાણે છે તેથી તેમાં ઉપયોગ સંક્રાન્તિરૂપ લક્ષણ ઘટતું નથી પરંતુ જોયાકાર થવાથી તે સવિકલ્પ અવશ્ય છે.
(ગાથા-૮૩૭, ૮૩૮-પેઈજ નં.૪૯૦) [ 8 ] ભાવાર્થ- કોઈ જ્ઞાનચેતનામાં કેવળ શુદ્ધાત્મા વિષય બને છે અને કોઈમાં શુદ્ધાત્મા
તથા અન્ય પદાર્થ વિષય બન્નેય વિષય બને છે પરંતુ એવી કોઈ પણ ઉપયોગાત્મક જ્ઞાન ચેતના નથી કે જેમાં શુદ્ધાત્મા વિષય થતો ન હોય અથવા કેવળ અન્ય પદાર્થ જ વિષય થતા હોય. અન્ય પદાર્થોનો નિષેધ કરવાનું પણ અમારું એ જ પ્રયોજન છે કે શુદ્ધાત્મા સિવાય કેવળ અન્ય પદાર્થ જ્ઞાન ચેતનામાં વિષય બનતા નથી. અહીં એ શંકા ઊઠાવી શકાય કે જો જ્ઞાન ચેતનામાં અન્ય પદાર્થ પણ વિષય બને છે તો તેમાં સંક્રમણ થવું પણ આવશ્યક છે. અને ઉપર જ્ઞાન ચેતનામાં સંક્રમણનો નિષેધ કરવામાં આવ્યો છે. તે શા માટે ? એનો ઉત્તર એ છે કે જે જ્ઞાન ચેતનામાં અન્ય પદાર્થ પણ વિષય બને છે તે તે જ્ઞાન ચેતનાના અસ્તિત્વકાળે આદિથી અંત સુધી બરાબર વિષય રહે છે. કેવળજ્ઞાનમાં આદિથી જ શુધ્ધાત્મા તથા અન્ય પદાર્થ વિષય બને છે અને અનંતકાળ સુધી નિરંતર ટકી રહે છે. એમ નથી કે કેવળજ્ઞાનમાં ઉત્પત્તિ કાળે કેવળ શુદ્ધાત્મા જ વિષય થતો હોય અને પછી વિષય વધતા જતા હોય, પરંતુ આદિથી જ સર્વ વિષય તેમાં ઝળકે છે અને બરાબર ઝળક્યા કરે છે. આ જ અપેક્ષાથી જ્ઞાનચેતનામાં અન્ય પદાર્થોનો વિષય રહેવા છતાં પણ સંક્રમણનો નિષેધ કરવામાં આવ્યો છે.
(ગાથા-૮૬૧ ભાવાર્થ, પેઈજ નં. ૪૯૯)