________________
૧/૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પંચ વિંશતિ
-શ્રી પદ્મનંદિ આચાર્ય વિરચિત [ ] અનુવાદ:- પ્રમાણ નય અને નિક્ષેપ એ અર્વાચીન પદમાં સ્થિત છે અર્થાત્ જ્યારે
વ્યવહારનયની મુખ્યતાથી વસ્તુનું વિવેચન કરવામાં આવે છે ત્યારે જ તેમનો ઉપયોગ થાય છે. પરંતુ શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિમાં કેવળ એક શુદ્ધ આત્મા જ પ્રતિભાસિત થાય છે. ત્યાં તે ઉપર્યુક્ત સમ્યગ્દર્શનાદિ ત્રણે પણ અભેદરૂપમાં એક જ પ્રતિભાસિત થાય છે.
[ એક–સપ્તતિ - ગાથા ૧૬- પેઈજ નં.- ૧૫૪] [ ૯ ] અનુવાદ - કેવળજ્ઞાન, કેવળદર્શન અને અનંત સુખ સ્વરૂપ જે તે ઉત્કૃષ્ટ તેજ છે તેને
જાણતાં બીજું શું ન જણાયું? તેને દેખી લેતાં બીજું શું ન દેખવામાં આવ્યું અને તેને સાંભળતા બીજું શું ન સાંભળવામાં આવ્યું? અર્થાત્ એક માત્ર તેને જાણી લેતાં બધું જ જણાઈ ગયું છે, તેને દેખી લેતાં બધું જ દેખવામાં આવી ગયું છે અને તેને સાંભળી
લેતાં બધું જ સાંભળી લીધું છે. [એકત્વસપ્તતિ -ગાથા ૨૦- પેઈજ નં.-૧૫૫] [ ] અનુવાદ - જ્યાં ન કોઈ આકાર છે, ન આકારાદિ અક્ષર છે, ન કૃષ્ણ - નીલાદિ વર્ણ
છે અને ન કોઈ વિકલ્પય છે; પરંતુ જ્યાં કેવળ એક ચૈતન્ય સ્વરૂપ જ પ્રતિભાસિત થાય છે તેને જ સામ્ય કહેવામાં આવે છે.
[ એક–સપ્તતિ - ગાથા ૬૫ - પેઈજ નં.- ૧૬૬ ] [ રે ] અનુવાદ-અહીં સંસારમાં મૂર્ખ પ્રાણીના ચિત્તમાં કાંઈક તો સુખ અને કાંઈક દુઃખરૂપ પ્રતિ ભાસે છે. પરંતુ વિવેકી જીવના ચિત્તમાં સદા સર્વ દુઃખદાયક જ પ્રતિભાસે છે.
[એકત્વસપ્તતિ - ગાથા ૭૪ - પેઈજ નં.- ૧૬૮] [ પ ] અનુવાદ-સૂક્ષ્મ હોવાથી જે સિદ્ધોને પરમાણુને જોઈ શકનાર બીજા અવધિજ્ઞાની પણ
જોઈ શક્તા નથી તથા જેમના જ્ઞાનમાં સ્થિત ત્રણે લોક આકાશમાં સ્થિત એક નક્ષત્ર સમાન સ્પષ્ટપણે પ્રતિભાસે છે તે અપરિમિત તેજના ધારક સિદ્ધોનું વર્ણન શું મારા જેવો મૂર્ખ અને હીન મનુષ્ય કરી શકે છે? અર્થાત્ કરી શક્તો નથી. અતિશય ભક્તિને
વશ થઈને કરી રહ્યો છું. [સિદ્ધસ્તુતિ - ગાથા ૧- પેઈજ નં.- ૨૦૩] [ 0 ] વિશેષાર્થ:- અહીં જે સિદ્ધજ્યોતિને પરસ્પર વિરૂદ્ધ પ્રતીત થતાં અનેક ધર્મોથી સંયુક્ત
બતાવવામાં આવેલ છે તે વિવિક્ષાભેદથી બતાવેલ છે. જેમ કે તે સિદ્ધ જ્યોતિ અતીન્દ્રિય છે માટે જ સૂક્ષ્મ કહેવાય છે. પરંતુ તેમાં અનંતાનંત્ત પદાર્થ પ્રતિભાસે છે તેથી એ અપેક્ષાએ તે સ્થળ પણ કહેવાય છે. તે પર (પુદ્ગલાદિ) દ્રવ્યોના ગુણોથી રહિત હોવાના કારણે શૂન્ય તથા અનંત ચતુષ્ટય સંયુક્ત હોવાના કારણે પરિપૂર્ણ પણ છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાએ તે પરિણમનશીલ હોવાથી ઉત્પાદ – વિનાશશાળી તથા દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ વિકાર રહિત હોવાથી નિત્ય પણ મનાય છે. પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ તે સદ્ભાવ સ્વરૂપ તથા પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને