________________
૧૦૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ અભિપ્રાય હોતો નથી કે તેનો અને ચંદ્રમાનો વર્ણ બિલકુલ એક છે અથવા તે સર્વથા ચન્દ્રની ધાતુનું જ બનેલું છે અને ચન્દ્રમાની જેમ ગોળાકાર પણ છે. એવી જ રીતે દર્પણ અને જ્ઞાનના ઉપમાન-ઉપેય ભાવને સમજવો જોઈએ. અહીં જ્ઞાન (ઉપમેય) ને દર્પણ ( ઉપમાન)ની જે ઉપમા આપવામાં આવી છે તેનું લક્ષ્ય પ્રાયઃ એટલું જ છે કે જેવી રીતે પદાર્થ પોત પોતાના સ્થાનમાં સ્થિત રહેવા છતાં પણ નિર્મળ દર્પણમાં જેવા ને તેવા ઝળકે છે અને તદ્ગત જણાય છે અને તેમને આમ પ્રતિબિંબિત થવામાં તેમની કોઈ ઈચ્છા હોતી નથી અને ન તો દર્પણ તેમને પોતાનામાં પ્રતિબિંબિત કરવા-કરાવવાની કોઈ ઈચ્છા રાખે છે બધું જ વસ્તુ સ્વભાવથી થાય છે, તેવી જ રીતે નિર્મળ જ્ઞાનમાં પણ પદાર્થ જેમના તેમ પ્રતિભાસિત થતા અને તેમાં પ્રવેશેલા જણાય છે અને આ કામમાં કોઈની પણ ઈચ્છા સફળ થતી નથી–વસ્તુ સ્વભાવ જ સર્વત્ર પોતાનું કાર્ય કરતો જણાય છે. આથી વધુ તેનો એવો આશય કદાપિ લઈ શકાતો નથી કે જ્ઞાન પણ સાધારણ દર્પણની જેમ જડ છે, દર્પણ ધાતુનું બનેલું છે, દર્પણની જેમ તેનો એક ભાગ જ પ્રકાશિત છે અને તે ભાગની સામે નિરાવરણ અથવા વ્યવધાન-રહિત અવસ્થામાં રહેલ તાત્કાલિક મૂર્તિક પદાર્થોને જ પ્રતિબિંબિત કરે છે. આવો આશય લેવો છે ઉપમાન-ઉપમેયભાવ તથા વસ્તુ સ્વભાવને ન સમજવા જેવું થશે.
એ સિવાય દર્પણ પણ જાત-જાતના હોય છે. એક સર્વ સામાન્ય દર્પણ જે શરીરના ઉપલા ભાગને જ પ્રતિબિંબિત કરે છે– ચર્મ માંસની અંદર રહેલ હાડકાં આદિને નહિ, પરંતુ બીજું એકસ-રે દર્પણ જે ચર્મ માંસની આડશમાં સ્થિત હાડકાં આદિને પણ પ્રતિબિંબિત કરે છે. એક પ્રકારનું દર્પણ સમીપ અથવા થોડે જ દૂરના પદાર્થોને પ્રતિબિંબિત કરે છે, બીજું દર્પણ ( રેડિયો, ટેલિવિઝન આદિ દ્વારા) બહુ દૂરના પદાર્થોને પણ પોતાનામાં પ્રતિબિંબિત કરી લે છે અને એ વાત તો સામાન્ય દર્પણો તથા ફોટાઓમાં પણ જોવા મળે છે કે તે ઘણા પદાર્થોને પોતાનામાં યુગપ પ્રતિબિંબિત કરી લે છે. અને તેમાં કેટલાય નિકટના તથા દૂરવર્તી પદાર્થોનું પારસ્પરિક અંતરાલ પણ લુસ–ગુપ્ત જેવું થઈ જાય છે, જે વિધિ પૂર્વક જોવાથી સ્પષ્ટ જાણી શકાય છે. એ ઉપરાંત સ્મરણરૂપી જ્ઞાન-દર્પણમાં હજારો માઈલ દૂરની અને દસકાઓ પહેલાંની જોયેલી ઘટનાઓ તથા આકૃતિઓ સ્પષ્ટપણે ઝળકી ઊઠે છે. અને જાતિસ્મરણનું દર્પણ તો એથી પણ ચડિયાતું હોય છે, જેમાં પૂર્વ જન્મ અથવા જન્મોની સેંકડો વર્ષ પૂર્વેની અને હજારો માઈલ દૂરની ભૂતકાળની ઘટનાઓ સ્પષ્ટપણે ઝળકે છે, એવી જ રીતે નિમિત્તાદિ શ્રુતજ્ઞાન દ્વારા ચન્દ્ર, સૂર્ય ગ્રહણાદિ જેવી ભવિષ્યની ઘટનાઓનો સાચો પ્રતિભાસ થાય છે. જ્યારે લૌકિક દર્પણો તથા સ્મૃતિ આદિ ક્ષાયોપથમિક જ્ઞાન-દર્પણોની આવી હાલત છે તો પછી કેવળજ્ઞાન જેવો અલૌકિક-દર્પણની તો વાત જ શી? તે સર્વાતિશાયી જ્ઞાન દર્પણમાં અલોક સહિત ત્રણે લોકના તે બધા પદાર્થો પ્રતિભાસે છે જે “જોય” કહેવાય છે– ચાહે તે વર્તમાન હોય કે અવર્તમાન. કારણકે શેય તે જ કહેવાય છે જે જ્ઞાનનો વિષય હોય છે– જ્ઞાન જેને જાણે છે. જ્ઞાનમાં લોક-અલોકના બધા જ શેય