________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
કરે છે તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે, કેમ કે અર્થ વિકલ્પપણું બધા જ્ઞાનોમાં છે. પરંતુ વિશેષ વિશેષ વિષયોની અપેક્ષાએ તે જ જ્ઞાનના બે ભેદ થઈ જાય છે. (૧) સમ્યજ્ઞાન (૨) મિથ્યાજ્ઞાન.
(ગાથા-૫૫૮-પેઈજ નં. ૧૮૭)
[
[
अस्युपयोगि ज्ञानं सामान्य विशेषयोः समं सम्यक्।
आदर्श स्थानीयात् तस्य प्रतिबिम्बिमात्रतोडन्यस्ये।। અર્થ - એક સાથે સામાન્ય વિશેષનું ઉપયોગાત્મકશાન સારી રીતે થઈ શકે છે. જેમ-દર્પણથી તેમાં પડનારું પ્રતિબિંબ જો કે (કથંચિત્ ) ભિન્ન છે તો પણ તે પ્રતિબિંબનું અને દર્પણનું એક સાથે જ્ઞાન થાય છે.
ભાવાર્થ:- જે અનેક પ્રકારનું વિચિત્રજ્ઞાન થાય છે તે પણ અનેકોનું યુગપત્ જ થાય છે તેથી યુગપત્ર સામાન્ય વિશેષનું ઉપયોગી જ્ઞાન થાય છે એ બધાને સંમત છે.
(ગાથા-૬૭૩-પેઈજ નં. ૨૨૦) ] અર્થ- જેમ દર્પણમાં મોરના સંબંધથી પ્રતિબિંબ (છાયા) પડે છે. પરંતુ વાસ્તવમાં છાયા પડતાં પણ ત્યાં મોર નથી. કેવળ દર્પણ જ છે. તેવી જ રીતે પુદ્ગલના નિમિત્તે જીવાત્મા અશુદ્ધ જણાય છે, વાસ્તવમાં તે શુદ્ધ નિરાળો જ છે.
(ગાથા-૧૬૮-પેઈજ નં. ૩૧૨)
જ્ઞાનનું દષ્ટાન્ત] અર્થ:- જે વખતે જ્ઞાન ઘટને જાણે છે તે વખતે તે સ્વયં ઘટજ્ઞાન કહેવાય છે. પરંતુ વાસ્તવમાં જ્ઞાન ઘટરૂપ થઈ જતું નથી. પરંતુ જ્ઞાન જ્ઞાન જ રહે છે અને ઘટઘટ રહે છે.
ભાવાર્થ- જ્ઞાનનો એવો સ્વભાવ છે કે તે જે પદાર્થને જાણે છે, તે જ પદાર્થના આકારે થઈ જાય છે. આમ હોવા છતાં પણ તે જ્ઞાન પદાર્થરૂપ પરિણમતું નથી, વાસ્તવમાં તે તો જ્ઞાન જ છે. એવી જ રીતે જીવાત્મા પણ વાસ્તવમાં રાગદ્વેષાદિ વિકારમય નથી.
(ગાથા-૧૭૦, પેઈજ નં.૩૧૩)
જ્ઞાનનું લક્ષણ आकारोर्थ विकल्पः स्यादर्थः स्वपरगोचरः।
सोपयोगो विकल्पो वा ज्ञानस्यैतद्धि लक्षणम्।। અર્થ- અર્થ વિકલ્પને આકાર કહે છે. સ્વપર પદાર્થોનું નામ અર્થ છે. ઉપયોગ અવસ્થાનું નામ વિકલ્પ છે. આ જ્ઞાનનું લક્ષણ છે.
ભાવાર્થ- આત્મા અને બીજા પદાર્થોનું ઉપયોગાત્મક ભેદવિજ્ઞાન થવું, તે જ આકાર કહેવાય છે. આ જ આકાર જ્ઞાનનું લક્ષણ છે. પદાર્થોના ભેદભેદ સહિત નિશ્ચયાત્મક જ્ઞાનને જ આકાર કહે છે પર્થાત્ પદાર્થોને જાણવા તે જ આકાર કહેવાય છે. આ જ્ઞાનનું જ સ્વરૂપ છે.
(ગાથા-૩૯૧, પેઈજ નં. ૩૭૪)