________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
શ્રી પંચાધ્યાયી પં. શ્રી રાજમલ્લજી
અનુવાદ :- શ્રી મખનલાલજી [ ] » ઘટાકાર અને પટાકારનું ઘટજ્ઞાન અને પટજ્ઞાનથી પ્રયોજન છે. જ્ઞાનગુણનો એ
સ્વભાવ છે કે તે જે પદાર્થને જાણે છે તેના આકારે થઈ જાય છે. તેથી જ્ઞાનને દર્પણની ઉપમા આપવામાં આવી છે. દર્પણમાં પણ જે પદાર્થનું પ્રતિબિંબ પડે છે, તે પદાર્થના આકારે દર્પણ થઈ જાય છે.
(ગાથા-૧૧૦, પેઈજ નં.-૪૪)
ગુણોના અવગાહનમાં દૃષ્ટાંત - [ ] અર્થ- અંશોના અવગાહનમાં આ દાંત છે કે જ્ઞાનગુણ જેટલો કાંઈ છે તે પોતાના
અંશો (અવિભાગ પ્રતિચ્છેદો) માં સ્થિત છે. તે જો કદી ઓછો કે કદી વધારે થાય છે તો તે કેવળ શેય પદાર્થનો આકાર ધારણ કરવાથી થાય છે. જેટલું મોટું શેય હોય તેટલો જ મોટો જ્ઞાનનો આકાર થઈ જાય છે. વાસ્તવમાં જ્ઞાનગુણના અંશોમાં ન્યૂનાધિકતા થતી નથી.
દૃષ્ટાંત અર્થ - દૃષ્ટાંત આ રીતે છે કે જે વખતે જ્ઞાન ઘટને જાણી રહ્યું છે તે વખતે તે ઘટમાત્ર છે અથવા જે વખતે તે આખા લોકને સ્વયં જાણી રહ્યું છે તે વખતે તે લોકમાત્ર છે.
ભાવાર્થ- ઘટને જાણતી વખતે સમગ્ર જ્ઞાન ઘટાકારે જ પરિણમી ને તેટલું જ થઈ જાય છે. અને સમગ્ર લોકને જાણતાં તે લોક પ્રમાણ થઈ જાય છે.
વાસ્તવમાં તે ઘટતું વધતું નથી. અર્થ - ઘટાકાર થતાં જ્ઞાનનાં શેષ અંશોનો સર્વથા નાશ થતો નથી અને (જ્ઞાન) લોકાકાર થતાં નિયમિત અંશો ઉપરાંત તેના નવીન અંશોની ઉત્પત્તિ પણ થતી નથી.
(ગાથા-૧૮૯,૧૯૦,૧૯૧-પેઈજ નં. ૬૭, ૬૮) [ ] અર્થ- જેમ જ્ઞાન ઘટના સભાવ (ઘટનો વિષય કરવાના સમય) માં ઘટ નિરપેક્ષ
જીવનો ગુણ છે. તેમ જ ઘટના અભાવમાં પણ તે ઘટ નિરપેક્ષ જીવનો જ ગુણ છે.
ભાવાર્થ – જે સમયે જ્ઞાનમાં ઘટ વિષય બન્યો છે તે સમયે પણ તે ઘટાકાર જ્ઞાન જ્ઞાન જ છે. ઘટાકાર થવાથી (ઘટને વિષય બનાવવાથી) તે જ્ઞાન ઘટરૂપ અથવા ઘટનો ગુણ થઈ જતો નથી. ઘટાકાર થવું કેવળ જ્ઞાનનું જ સ્વરૂપ છે. જેમ દર્પણમાં કોઈ પદાર્થનું પ્રતિબિંબ પડવાથી તે દર્પણ પદાર્થના આકારે થઈ જાય છે. દર્પણનું પદાર્થના આકારે થવું દર્પણની જ પર્યાય છે. દર્પણ તે પ્રતિબિંબમૂલક પદાર્થરૂપ થઈ જતું નથી. તથા જે દર્પણ પદાર્થાકાર થવા છતાં પણ તે પોતાના સ્વરૂપમાં છે. તેમ પદાર્થાકાર ન થવા છતાં પણ તે પોતાના સ્વરૂપમાં છે. એમ નથી કે પદાર્થાકાર થતી વખતે પદાર્થના કોઈ ગુણ દર્પણમાં આવી જતાં હોય અથવા દર્પણના કોઈ ગુણ પદાર્થમાં ચાલ્યા જતાં હોય. તેવી જ રીતે જ્ઞાન પણ જેવી રીતે પદાર્થાકાર થવાના સમયે જીવનો ચૈતન્ય ગુણ