________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
પરિણમન કરે છે અને નિજસત્તા પ્રમાણ રહે છે, તે કદી પણ કોઈ પણ હાલતમાં અન્યરૂપ થતી નથી એ વાત નિશ્ચિત છે અને અનાદિકાળની જિનવાણી એમ કહી રહી છે.
(સર્વ વિશુદ્ધિ દ્વાર- દોહા-૫૮, પેઈજ નં. ર૭૩)
- દસમા અધિકારનો સાર[ ] યાદ રહે કે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે, જ્યારે તે શેયનું ગ્રહણ કરે છે અર્થાત
જાણે છે, ત્યારે તેની પરિણતિ જોયાકાર થાય છે કારણકે જ્ઞાન સવિકલ્પ છે, દર્શન સમાન નિર્વિકલ્પ નથી, અર્થાત્ જ્ઞાન શેયના આકાર આદિનો વિકલ્પ કરે છે કે આ નાનું છે, આ મોટું છે, વાંકું છે, સીધું છે, ઊંચું છે, નીચું છે, ગોળ છે, ત્રિકોણ છે, મીઠું છે, કડવું છે, સાધક છે, બાધક છે, હેય છે, ઉપાદેય છે, ઇત્યાદિ. પરંતુ જ્ઞાન જ્ઞાન જ રહે છે, શેયનું જ્ઞાયક હોવાથી અથવા શેયાકારે પરિણમવાથી શેયરૂપ થતું નથી, પરંતુ જ્ઞાનમાં શેયની આકૃતિ પ્રતિબિમ્બિત થવાથી અથવા તેમાં આકાર આદિનો વિકલ્પ થવાથી અજ્ઞાનીઓ જ્ઞાનનો દોષ સમજે છે અને કહે છે કે જ્યારે આ જ્ઞાનની સવિકલ્પતા મટી જશે–અર્થાત્ આત્મા શૂન્ય જડ જેવો થઈ જશે, ત્યારે જ્ઞાન નિર્દોષ થશે, પરંતુ વસ્તુભાવ મિટે નહિ કયોહીની નીતિથી તેમનો વિચાર નિષ્ફળ છે.
(પેઈજ નં-૩૧૧, પેરાગ્રાફ ૩ જો) - ચતુર્થ પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન - [ ] અર્થ- કોઈ અજ્ઞાની કહે છે કે જ્ઞાનમાં શેયનો આકાર ઝળકે છે, એ જ્ઞાનનો દોષ છે.
જ્યારે ધ્યાનરૂપ જળથી જ્ઞાનનો આ દોષ ધોઈને સાફ કરવામાં આવે ત્યારે શુદ્ધ જ્ઞાન નિરાકાર થાય છે. તેને સ્યાદ્વાદી જ્ઞાની કહે છે કે જ્ઞાનનો એવો જ સ્વભાવ છે, શેયનો આકાર જે જ્ઞાનમાં ઝળકે છે, તે કયાં કાઢી મુકાય? જેવી રીતે દર્પણમાં જોકે અનેક પદાર્થો પ્રતિબિમ્બિત થાય છે, તોપણ દર્પણ જેમનું તેમ સ્વચ્છ જ બની રહે છે, તેમાં કાંઈ પણ વિકાર થતો નથી. (સ્યાદ્વાદ દ્વાર-દોહા-૧૬, પેઈજ નં. ૩રર)
- સાતમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન - [ s ] અર્થ- કોઈ મૂર્ખ કહે છે કે જેટલું નાનું અથવા મોટું શેયનું સ્વરૂપ હોય છે, તેટલું જ જ્ઞાન
હોય છે, તેનાથી વધતું-ઓછું નથી હોતું, આ રીતે તેઓ સદૈવ જ્ઞાનને પરક્ષેત્ર વ્યાપી અને શેય સાથે તન્મય માને છે, તેથી કહેવું જોઈએ કે તેઓ આત્માનું સ્વરૂપ સમજી શકયા નથી, મિથ્યાત્વની એવી જ ગતિ છે. તેમને સ્યાદ્વાદી જૈની કહે છે કે જ્ઞાન આત્મસત્તા બરાબર છે, તે ઘટ-પટાદિ શેય સાથે તન્મય થતું નથી, જ્ઞાન જગતનો ચૂડામણિ છે, તેની પ્રજામાં જોકે અનેક ય પ્રતિબિમ્બિત થાય છે તોપણ બન્નેની
સત્તાભૂમિ જુદી જુદી છે. (સ્યાદ્વાદ દ્વાર- દોહા ૧૯, પેઈજ નં-૩૨૫) [ કું] અર્થ - કોઈ કોઈ હઠાગ્રહી કહે છે કે શેયના આકારે જ્ઞાનનું પરિણમન થાય છે અને
જ્ઞાનાકાર પરિણમન અસત્ છે, તેથી ચેતનાનો અભાવ થયો, શેયનો નાશ થવાથી ચેતનાનો નાશ થાય છે, તેથી મારા સિદ્ધાંતમાં આત્મા સદા અચેતન છે. આમાં