________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૮૯ જ્ઞાનમાં પણ મતિ, શ્રત, આદિ તરંગો છે. સમુદ્ર મહાન હોય છે, જ્ઞાન પણ મહાન હોય છે, સમુદ્ર અપાર હોય છે, જ્ઞાન પણ અપાર છે. સમુદ્રનું જળ નિજાધારે રહે છે, જ્ઞાન પણ નિજાધાર છે. સમુદ્ર પોતાના સ્વરૂપની અપેક્ષાએ એક અને તરંગોની અપેક્ષાએ અનેક હોય છે, જ્ઞાન પણ જ્ઞાયકસ્વભાવની અપેક્ષાએ એક અને યોને જાણવાની અપેક્ષાએ અનેક હોય છે. (નિર્જરા દ્વાર-દોહા-૨૦, પેઈજ નં.૧૪૨)
-શિષ્યની શંકાનું સમાધાન - [ ] અર્થ- જેમ સ્વચ્છ અને સફેદ સૂર્યકાન્ત મણિ અથવા સ્ફટિકમણિની નીચે અનેક પ્રકારના
ડંક મૂકવામાં આવે તો તે અનેક પ્રકારના રંગ-બેરંગી દેખાય છે અને જો વસ્તુના અસલ સ્વરૂપનો વિચાર કરવામાં આવે તો ઉજ્જવળતા જ જણાય છે, તેવી જ રીતે જીવદ્રવ્યમાં પુલના નિમિત્તે તેની મમતાના કારણે મોહ મદિરાનું ઉન્મત્તપણું થાય છે, પણ ભેદવિજ્ઞાન દ્વારા સ્વભાવ વિચારવામાં આવે તો સત્ય અને શુદ્ધ ચૈતન્યની વચનાતીત સુખ-શાંતિ પ્રતીતમાં આવે છે.
(બંધ દ્વાર-દોહા ૩૪, પેઈજ નં. ૧૯૫)
લૌકિક જનોથી મોહ હટાવવાનો ઉપાય[ ] અર્થ- હે ભવ્ય ! આ સંસારી જીવો અને આ સંસાર સાથે તમારે કોઈ સંબંધ નથી,
તમારા જ્ઞાનઘટમાં સમસ્ત સંસારનો સમાવેશ છે અને તેમાં તમારું જ રાજ્ય છે. (૧, નિર્મળ જ્ઞાનમાં સમસ્ત લોક-અલોક ઝળકે છે. )
(બંધ દ્વાર-પેઈજ નં. ૨૦૨ શ્લોક-૪૫)
- સુબુદ્ધિનો વિલાસ - [ 8 ] અર્થ- સુબુદ્ધિ ધર્મરૂપ ફળ ધારણ કરે છે, કર્મમળ હરે છે, મન, વચન, કાય ત્રણે
બળોને મોક્ષમાર્ગમાં લગાવે છે, જીભથી સ્વાદ લીધા વિના ઉજ્વળ જ્ઞાનનું ભોજન ખાય છે, પોતાની અનંત જ્ઞાનરૂપ સંપત્તિ ચિત્તરૂપ દર્પણમાં દેખે છે, મર્મની વાત અર્થાત્ આત્માનું સ્વરૂપ બતાવે છે, મિથ્યાત્વરૂપ નગર ભસ્મ કરે છે, સદ્ગુરુની વાણીનું ગ્રહણ કરે છે, ચિત્તમાં સ્થિરતા લાવે છે, જગતની હિતકારી બનીને રહે છે, ત્રિલોકનાથની ભક્તિમાં અનુરાગ કરે છે, મુક્તિની અભિલાષા ઉત્પન્ન કરે છે; એવો સુબુદ્ધિનો વિલાસ છે. (મોક્ષ દ્વાર- દોહા-૫, પેઈજ નં-૨૧૪, ૨૧૫)
અજ્ઞાનમાં જીવ કર્મનો કર્તા છે[ ] અર્થ-નિશ્ચયનયથી જુઓ તો આ આત્માનો નિજસ્વભાવ પરમ પ્રકાશરૂપ છે
અને જેમાં લોકાલોકના છએ દ્રવ્યોના ભૂત, ભવિષ્ય, વર્તમાનના ત્રિકાળવર્તી અનંત ગુણ-૫ર્યાયો પ્રતિભાસિત થાય છે. તે જ જીવ સંસારી દશામાં મિથ્યાત્વની સેવા કરવાથી કર્મનો કર્તા દેખાય છે, આ મિથ્યાત્વની સેવા મોહનો વિસ્તાર છે,