________________
૮૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ દ્રવ્યાસવ,ભાવાસવ અને સમ્યજ્ઞાનનું લક્ષણ [ 8 ] અર્થ:- આત્મપ્રદેશોમાં પુદ્ગલનું આગમન તે દ્રવ્યાસવ છે, જીવના રાગ-દ્વેષ-મોહરૂપ
પરિણામ ભાવાસવ છે, દ્રવ્યાસવ અને ભાવાસવનો અભાવ આત્માનું સમ્યક સ્વરૂપ છે. જ્યાં જ્ઞાનકળા પ્રગટ થાય છે ત્યાં અંતરંગ અને બહિરંગમાં જ્ઞાન સિવાય બીજું કાંઈ દેખાતું નથી. (આસવ અધિકાર દોહા-૩, પેઈજ નં-૧૧૦)
શુદ્ધ આત્મા જ સભ્યદર્શન છે. [ ] અર્થ- જેના પ્રકાશમાં રાગ-દ્વેષ-મોહ રહેતા નથી, આસવનો અભાવ થાય છે, બંધનો
ત્રાસ મટી જાય છે, જેમાં સમસ્ત પદાર્થોના ત્રિકાળવર્તી અનંત ગુણ-પર્યાય ઝળકે છે અને જે પોતે સ્વયં અનંતાનંત ગુણપર્યાયની સત્તા સહિત છે, એવો અનુપમ, અખંડ, અચળ, નિત્ય, જ્ઞાનનું નિધાન ચિદાનંદ જ સમ્યગ્દર્શન છે. ભાવશ્રુતજ્ઞાન-પ્રમાણથી પદાર્થનો વિચાર કરવામાં આવે તો તે અનુભવગમ્ય છે અને દ્રવ્યશ્રુત અર્થાત્ શબ્દશાસ્ત્રથી વિચારવામાં આવે તો વચનથી કહી શકાતું નથી.
(આસવ અધિકાર-દોહા-૧૫, પેઈજ નં-૧૧૯)
જ્ઞાનરૂપ સંવરને નમસ્કાર [ ] અર્થ- જે આત્માનો ઘાતક છે અને આત્મ-અનુભવથી રહિત છે એવો આસવરૂપ મહા
અંધકાર અખંડ ઈંડાની જેમ જગતના બધા જીવોને ઘેરી રહેલ છે. તેનો નાશ કરવાને માટે પણ લોકમાં ફેલાતા સૂર્ય જેવો જેનો પ્રકાશ છે અને જેમાં સર્વ પદાર્થો પ્રતિબિંબિત થાય છે અને પોતે તે બધા પદાર્થોના આકારરૂપ થાય છે, તોપણ આકાશના પ્રદેશની જેમ તેમનાથી અલિપ્ત રહે છે, તે જ્ઞાનરૂપી સૂર્ય શુદ્ધ સંવરના વેશમાં છે, તેના પ્રકાશને અમારા પ્રણામ છે.
| (સંવર દ્વાર દોહા-૨, પેઈજ નં-૧૨૨)
- સમ્યજ્ઞાનને સમુદ્રની ઉપમા - [ ] અર્થ- જે જ્ઞાનરૂપ સમુદ્રમાં અનંત દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયો સહિત હંમેશાં ઝળકે
છે, પણ તે, તે દ્રવ્યોરૂપ થતો નથી અને પોતાના જ્ઞાયક સ્વભાવને છોડતો નથી. તે અત્યંત નિર્મળ જળરૂપ આત્મા પ્રત્યક્ષ છે જે પોતાના પૂર્ણ રસમાં મોજ કરે છે તથા જેમાં મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાન આ પાંચ પ્રકારની લહેરો ઊઠે છે, જે મહાન છે, જેનો મહિમા અપરંપાર છે, જે નિજાશ્રિત છે તે જ્ઞાન એક છે તોપણ શેયોને જાણવાની અનેકતા સહિત છે.
| ભાવાર્થ- અહીં જ્ઞાનને સમુદ્રની ઉપમા આપી છે. સમુદ્રમાં રત્નાદિ અનંત દ્રવ્યો રહે છે, જ્ઞાનમાં પણ અનંત દ્રવ્યો પ્રતિબિંબિત થાય છે. સમુદ્ર રત્નાદિરૂપ થઈ જતો નથી, જ્ઞાન પણ શેયરૂપ થતું નથી. સમુદ્રનું જળ નિર્મળ રહે છે, જ્ઞાન પણ નિર્મળ રહે છે. સમુદ્ર પરિપૂર્ણ રહે છે, જ્ઞાન પણ પરિપૂર્ણ રહે છે. સમુદ્રમાં લહેરો ઉત્પન્ન થાય છે.